Proverbs 28 : 1 (GUV)
કોઇ પાછળ ન પડ્યું હોય તો પણ દુષ્ટ વ્યકિત ભાગે છે, પણ ભલી વ્યકિત તો સિંહની જેમ હિંમતવાન હોય છે.
Proverbs 28 : 2 (GUV)
ગુનાથી ભરેલા દેશમાં તેના રાજકર્તાઓ વારંવાર બદલાય છે. પણ બુદ્ધિમાન તથા જ્ઞાની રાજકર્તા હેઠળ તે દીર્ઘકાળ પર્યંત સ્થિરતા અનુભવે છે.
Proverbs 28 : 3 (GUV)
અસહાયને રંજાડતી ગરીબ વ્યકિત પાકનો તદૃન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.
Proverbs 28 : 4 (GUV)
જેઓ નિયમથી દૂર વળી જાય છે, તેઓ દુર્જનને વખાણે છે, પણ તે પાળનારા તેમનો વિરોધ કરે છે.
Proverbs 28 : 5 (GUV)
દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ જેઓ યહોવાને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે.
Proverbs 28 : 6 (GUV)
અવળા માગેર્ ચાલનારા ધનવાન કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.
Proverbs 28 : 7 (GUV)
જે પુત્ર નિયમને અનુસરે છે તે ડાહ્યો છે. પરંતુ નકામા લોકોની સોબત રાખનાર પુત્ર પિતાના નામને બટ્ટો લગાડે છે.
Proverbs 28 : 8 (GUV)
જે કોઇ વ્યાજખોરી અને વધુ પડતી નફાખોરીથી સંપત્તિની વૃદ્ધિ કરે છે; તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.
Proverbs 28 : 9 (GUV)
જે વ્યકિત નીતિનિયમ પાળતો નથી તેની પ્રાર્થના બેસ્વાદ હોય છે.
Proverbs 28 : 10 (GUV)
જે કોઇ પ્રામાણિકને કુમાગેર્ ભટકાવી દે છે, તે તેના પોતાના જ ખાડામાં પડે છે, પણ નિદોર્ષ માણસનું ભલું થાય છે.
Proverbs 28 : 11 (GUV)
ધનવાન પોતાને ડાહ્યો માને છે પણ શાણો ગરીબ તેના દ્વારા સત્ય જાણે છે,
Proverbs 28 : 12 (GUV)
જ્યારે ન્યાયી વિજયી થાય છે ત્યારે આનંદોત્સવ થાય છે. પણ દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઇ જાય છે.
Proverbs 28 : 13 (GUV)
જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.
Proverbs 28 : 14 (GUV)
જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે, પણ જે નઠોર બની જાય છે તે દુ:ખી થશે.
Proverbs 28 : 15 (GUV)
ગરીબો પર રાજ્ય કરતો દુષ્ટ રાજકર્તા ત્રાડ નાખતા સિંહ જેવો અને ધસી આવતા રીંછ જેવો છે.
Proverbs 28 : 16 (GUV)
સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ લોભનો જેને તિરસ્કાર છે તે લાંબો સમય રાજ્ય કરશે.
Proverbs 28 : 17 (GUV)
ખૂન માટે દોષી વ્યકિત કબર તરફ આગળ વધશે, કોઇ તેને મદદ કરશો નહિ.
Proverbs 28 : 18 (GUV)
જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, જે પોતાના માગેર્થી ફંટાય છે. તેની અચાનક પડતી થશે.
Proverbs 28 : 19 (GUV)
જે માણસ પોતાની જમીન ખેડે છે, તે પેટ ભરીને જમશે, પરંતુ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે.
Proverbs 28 : 20 (GUV)
વિશ્વાસુ વ્યકિત આશીર્વાદથી ભરપૂર થશે. પરંતુ ઉતાવળે ધનવાન થવા જનારને સજા થયા વગર રહેશે નહિ.
Proverbs 28 : 21 (GUV)
પક્ષપાત કરવો એ યોગ્ય નથી; તેમ જ કોઇ માણસ રોટલાના ટૂકડા માટે ગુનો કરે તે પણ સારુ નથી.
Proverbs 28 : 22 (GUV)
લોભી વ્યકિત પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે પોતાના ઉપર દરિદ્રતા આવી પડશે.
Proverbs 28 : 23 (GUV)
જે પ્રશંસા કરે છે તેના કરતાં જે વ્યકિત ઠપકો આપે છે તેને વધુ કૃપા મળશે.
Proverbs 28 : 24 (GUV)
જે પોતાના માતાપિતાને લૂંટે અને પોતાની માને કહે કે, એમાં પાપ નથી, તે નાશ કરનારનો સોબતી છે.
Proverbs 28 : 25 (GUV)
જે વ્યકિત લોભી મનની હોય છે, તે ઝઘડા જગાવે છે, પણ જેે યહોવા પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.
Proverbs 28 : 26 (GUV)
જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઇ ડહાપણથી વતેર્ છે તેનો બચાવ થશે.
Proverbs 28 : 27 (GUV)
ગરીબને ધન આપનારને ત્યાં ખૂટવાનું નથી, પણ જે આંખમીંચામણાં કરશે તે ઘણા શાપ પામશે.
Proverbs 28 : 28 (GUV)
દુર્જનો સત્તા પર આવે ત્યારે લોકો સંતાઇ જાય છે. જ્યારે તેઓની પડતી આવે છે ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે.
❮
❯