નીતિવચનો 23 : 1 (GUV)
જ્યારે તું અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે કંઈ હોય તે પર સારી રીતે ધ્યાન રાખ;
નીતિવચનો 23 : 2 (GUV)
જો તું ખાઉધર હોય, તો તારે ગળે છરી મૂક.
નીતિવચનો 23 : 3 (GUV)
તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા; કેમ કે તે કપટી ભોજન છે.
નીતિવચનો 23 : 4 (GUV)
દ્રવ્યવાન થવા માટે [તન તોડીને] મહેનત ન કર; તારું પોતાનું ડહાપણ મૂકી દે.
નીતિવચનો 23 : 5 (GUV)
જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દષ્ટિ ચોંટાડશે? કેમ કે દ્રવ્ય ગગનમાં ઊડી જનાર ગરૂડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
નીતિવચનો 23 : 6 (GUV)
કંજૂસ માણસનું અન્‍ન ન ખા, તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા;
નીતિવચનો 23 : 7 (GUV)
કેમ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે! તે તને કહે છે, “ખાઓ, પીઓ;” પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી.
નીતિવચનો 23 : 8 (GUV)
જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે, અને તારાં મીઠાં વચનો રદ જશે.
નીતિવચનો 23 : 9 (GUV)
મૂર્ખના સાંભળતાં બોલ નહિ; કેમ કે તારા શબ્દોના ડહાપણને તે તુચ્છ ગણશે.
નીતિવચનો 23 : 10 (GUV)
અસલનાં સીમા-પથ્થરો ન ખસેડ; અને અનાથનાં ખેતરોમાં પ્રવેશ ન કર;
નીતિવચનો 23 : 11 (GUV)
કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે; તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
નીતિવચનો 23 : 12 (GUV)
શિખામણ પર તારું મન લગાડ, અને જ્ઞાનના શબ્દોને તારા કાન દે.
નીતિવચનો 23 : 13 (GUV)
બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ; જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહિ.
નીતિવચનો 23 : 14 (GUV)
તારે તેને સોટી મારવી, અને તેના આત્માને શેઓલમાં જતાં ઉગારવો.
નીતિવચનો 23 : 15 (GUV)
મારા દીકરા, જો તારું હ્રદય જ્ઞાની થશે, તો મારું હ્રદય હરખાશે;
નીતિવચનો 23 : 16 (GUV)
જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતર હરખાશે.
નીતિવચનો 23 : 17 (GUV)
તારા હ્રદયને પાપીઓની અદેખાઈ કરવા ન દે, પણ આખો દિવસ યહોવાનું ભય રાખ;
નીતિવચનો 23 : 18 (GUV)
કેમ કે નિશ્ચે બદલો [મળવાનો] છે; અને તારી આશા રદ જશે નહિ.
નીતિવચનો 23 : 19 (GUV)
મારા દીકરા, તું સાંભળીને ડહાપણ પકડ, અને તારા હ્રદયને [ખરા] માર્ગમાં ચલાવ.
નીતિવચનો 23 : 20 (GUV)
દ્રાક્ષારસ પીનારાઓની, તથા માંસના ખાઉધરાની સોબત ન કર.
નીતિવચનો 23 : 21 (GUV)
કેમ કે દારૂડિયો તથા ખાઉધરો કંગાલાવસ્થામાં આવશે; અને અકરાંતિયાવેડા [તેમને] ચીંથરેહાલ કરશે.
નીતિવચનો 23 : 22 (GUV)
તારા પોતાના પિતાનું [કહેવું] સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
નીતિવચનો 23 : 23 (GUV)
સત્ય ખરીદ, અને તેને વેચી ન દે; હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ પણ [વેચી ન દે].
નીતિવચનો 23 : 24 (GUV)
નેકીવાન [દીકરા] નો પિતા ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. q1
નીતિવચનો 23 : 25 (GUV)
તારા પિતાને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હર્ષ પમાડ.
નીતિવચનો 23 : 26 (GUV)
મારા દીકરા, તારું અંત:કરણ મને સોંપી દે, અને તારી આંખો મારા માર્ગોમાં મગ્ન રહો.
નીતિવચનો 23 : 27 (GUV)
વેશ્યા એક ઊંડી ખાઈ છે; અને પરનારી એ સાંકડો ખાડો છે.
નીતિવચનો 23 : 28 (GUV)
તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે, અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.
નીતિવચનો 23 : 29 (GUV)
કોને અફસોસ છે? કોને હાય હાય છે? કોને કજિયા છે? કોને વિલાપ છે? કોને વિનાકારણ ઘા પડે છે? કોની આંખોમાં રતાશ છે?
નીતિવચનો 23 : 30 (GUV)
જે ઘણી વાર સુધી દ્રાક્ષારસ પીયા કરે છે તેઓને; જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને.
નીતિવચનો 23 : 31 (GUV)
જ્યારે દ્રાક્ષારસ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર તું દષ્ટિ ન કર;
નીતિવચનો 23 : 32 (GUV)
આખરે તે સર્પની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે,
નીતિવચનો 23 : 33 (GUV)
તારી આંખો અવનવા દેખાવ જોશે, અને તારું હ્રદય વિપરીત વાતો ભાખશે.
નીતિવચનો 23 : 34 (GUV)
હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ [વહાણના] ડોલની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
નીતિવચનો 23 : 35 (GUV)
[તું કહેશે,] “લોકોએ મને માર્યો છે, પણ મને વાગ્યું નથી; તેઓએ મને ઝૂડી નાખ્યો છે, પણ મને તે માલૂમ પડ્યું નથી; હું ક્યારે જાગીશ? મારે ફરી એક વાર પીવું છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: