નીતિવચનો 2 : 1 (GUV)
મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
નીતિવચનો 2 : 2 (GUV)
જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારું મન પરોવશે;
નીતિવચનો 2 : 3 (GUV)
જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
નીતિવચનો 2 : 4 (GUV)
જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે;
નીતિવચનો 2 : 5 (GUV)
તો તને યહોવાના ભયની સમજણ પડશે, અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.
નીતિવચનો 2 : 6 (GUV)
કેમ કે યહોવા જ્ઞાન આપે છે; તેમના મુખમાંથી ડહાપણ તથા બુદ્ધિ [નીકળે છે];
નીતિવચનો 2 : 7 (GUV)
તે સત્યજનોને માટે ખરું જ્ઞાન સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે;
નીતિવચનો 2 : 8 (GUV)
જેથી તે ન્યાયના રસ્તાની સંભાળ રાખે, અને પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરે.
નીતિવચનો 2 : 9 (GUV)
ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, તું દરેક સત્યમાર્ગને સમજશે.
નીતિવચનો 2 : 10 (GUV)
તારા હ્રદયમાં જ્ઞાન પ્રવેશ કરશે, અને સમજ તારા મનને ખુશકારક લાગશે.
નીતિવચનો 2 : 11 (GUV)
વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે;
નીતિવચનો 2 : 12 (GUV)
[તેઓ] તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, તથા આડું બોલનાર માણસો કે,
નીતિવચનો 2 : 13 (GUV)
જેઓ સદાચારના રસ્તાઓ તજીને અંધકારના માર્ગોમાં ચાલે છે;
નીતિવચનો 2 : 14 (GUV)
જેઓ દુષ્ટતા કરવામાં આનંદ માને છે, ને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે;
નીતિવચનો 2 : 15 (GUV)
જેઓનાં માર્ગો વાંકા, તથા જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે;
નીતિવચનો 2 : 16 (GUV)
[વળી તેઓ] તને પરનારીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્‍ત્રીથી ઉગારશે;
નીતિવચનો 2 : 17 (GUV)
તે તો પોતાની યુવાવસ્થાના મિત્રને તજી દે છે, અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે;
નીતિવચનો 2 : 18 (GUV)
કેમ કે તેનું ઘર મૃત્યુ તરફ અને તેના માર્ગ મૂએલા તરફ ઢળતા છે;
નીતિવચનો 2 : 19 (GUV)
તેની પાસે જનારાઓમાંનો કોઈ પાછો આવતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શક્તા નથી.
નીતિવચનો 2 : 20 (GUV)
તું સજ્‍જનોના માર્ગમાં ચાલશે, અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.
નીતિવચનો 2 : 21 (GUV)
સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન લોક તેમાં જીવતા રહેશે.
નીતિવચનો 2 : 22 (GUV)
પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી પૂરેપૂરા ઊખેડી નાખવામાં આવશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: