નીતિવચનો 18 : 1 (GUV)
જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સર્વ સુજ્ઞાનની વિરુદ્ધ થાય છે.
નીતિવચનો 18 : 2 (GUV)
મૂર્ખને બુદ્ધિમાં તો નહિ, પણ તેનું હ્રદય પોતાનું સ્વરૂપ પ્રકાશે, તેમાં જ આનંદ છે.
નીતિવચનો 18 : 3 (GUV)
દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અને અપકીર્તિ સાથે નિંદા [પણ આવે છે].
નીતિવચનો 18 : 4 (GUV)
માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; જ્ઞાનનો ઝરો વહેતી નદી [જેવો છે].
નીતિવચનો 18 : 5 (GUV)
દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી.
નીતિવચનો 18 : 6 (GUV)
મૂર્ખના હોઠ કજિયા કરાવે છે, અને તેનું મોં ફટકા માગે છે.
નીતિવચનો 18 : 7 (GUV)
મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે, અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.
નીતિવચનો 18 : 8 (GUV)
કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, અને તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.
નીતિવચનો 18 : 9 (GUV)
વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.
નીતિવચનો 18 : 10 (GUV)
યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.
નીતિવચનો 18 : 11 (GUV)
દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્‍લેબંધીવાળું શહેર છે, તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.
નીતિવચનો 18 : 12 (GUV)
માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.
નીતિવચનો 18 : 13 (GUV)
સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.
નીતિવચનો 18 : 14 (GUV)
હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
નીતિવચનો 18 : 15 (GUV)
ડાહ્યાનું હ્રદય ડહાપણ પ્રાપ્ત કરે છે; અને જ્ઞાની જ્ઞાન સાંભળવા મથે છે.
નીતિવચનો 18 : 16 (GUV)
માણસની બક્ષિસ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે. અને તેને મોટા માણસની હજૂરમાં દાખલ કરે છે.
નીતિવચનો 18 : 17 (GUV)
જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે [વાજબી દેખાય છે]; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.
નીતિવચનો 18 : 18 (GUV)
ચિઠ્ઠી [નાખવાથી] તકરાર સમી જાય છે, અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.
નીતિવચનો 18 : 19 (GUV)
દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને [જીતવા કરતાં મુશ્કેલ છે]; [એવા] કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
નીતિવચનો 18 : 20 (GUV)
માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે; અને તેના હોઠોની ઊપજથી તે ધરાશે.
નીતિવચનો 18 : 21 (GUV)
મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.
નીતિવચનો 18 : 22 (GUV)
જેને પત્ની મળે તેને સારી ભેટ મળી જાણવી, અને તેને યહોવાની કૃપા પ્રાપ્ત થાય છે.
નીતિવચનો 18 : 23 (GUV)
ગરીબ કાલાવાલા કરે છે; પણ દ્રવ્યવાન કઠોર જવાબ આપે છે.
નીતિવચનો 18 : 24 (GUV)
જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે; પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: