ગણના 9 : 1 (GUV)
મિસરમાંથી પ્રસ્થાન કર્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં ઇસ્રાએલી પ્રજા અને મૂસા સિનાઈના અરણ્યમાં હતા ત્યારે યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 9 : 2 (GUV)
“ઇસ્રાએલી પ્રજાએ નિયત સમયે પાસ્ખાપર્વ પાળવાનું છે.
ગણના 9 : 3 (GUV)
પાસ્ખાપર્વ પ્રથમ મહિનામાં ચૌદમાં દિવસની સંધ્યાઓ શરૂ થાય છે. તમાંરે એને લગતા બધા નિયમો અને વિધિઓનું ચુસ્તપણે પાલન કરવાનું છે.”
ગણના 9 : 4 (GUV)
તેથી મૂસાએ ઇસ્રાએલી પ્રજાને પાસ્ખાપર્વ ઉજવવાની આજ્ઞા કરી.
ગણના 9 : 5 (GUV)
ઇસ્રાએલી પ્રજાએ પાસ્ખા પર્વની ઉજવણી સિનાઈના અરણ્યમાં પ્રથમ મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે શરૂ કરી હતી. યહોવાએ મૂસાને સૂચવ્યું હતું તે મુજબ ઇસ્રાએલીઓએ કર્યું.
ગણના 9 : 6 (GUV)
પરંતુ એવું બન્યું કે કેટલાક માંણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા, તેઓ દફનક્રિયામાં હતા તેથી તે દિવસે પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તેમણે તે જ દિવસે મૂસા અને હારુનની પાસે જઈને પોતાની હકીકત દર્શાવી.
ગણના 9 : 7 (GUV)
તેઓએ મૂસાને કહ્યું, “અમે મૃત દેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. સર્વ ઇસ્રાએલીઓ નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ કરે છે. તે અમને શા માંટે તેમ કરવાની મનાઈ કરવામાં આવે છે?”
ગણના 9 : 8 (GUV)
મૂસાએ તેમને કહ્યું, “તમાંરી બાબતમાં યહોવાની આજ્ઞા શી છે તે હું જાણી લઉ ત્યાં સુધી તમે ધીરજ ધરો.”
ગણના 9 : 9 (GUV)
યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 9 : 10 (GUV)
“તારે ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહેવું કે: તમાંરામાંથી અથવા તમાંરા વંશજોમાંથી કોઈ મૃતદેહના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર પ્રવાસમાં હોય, તો પણ માંરા માંનમાં પાસ્ખા નીચે પ્રમાંણે પાળી શકે છે.
ગણના 9 : 11 (GUV)
આવા લોકો બીજા મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે ઉજવણી શરૂ કરી શકે છે. તેઓએ અર્પણ કરેલુ હલવાન બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું;
ગણના 9 : 12 (GUV)
એમાંનું કશું સવાર સુધી રહેવા દેવું નહિ, તેમજ એ બલિના પશુનું કોઈ હાડકું ભાંગવું પણ નહિ. તેમણે એ પાસ્ખાને લગતા બધા નિયમો અને વિધિઓનું પાલન કરવું.
ગણના 9 : 13 (GUV)
પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.
ગણના 9 : 14 (GUV)
“પરંતુ તમાંરી વચ્ચે કોઈ વિદેશી રહેતો હોય અને તે પાસ્ખા ઊજવવા ઈચ્છતો હોય તો તેણે પણ એના બધા નિયમો અને વિધિઓ પ્રમાંણે એ ઊજવવું જોઈએ. દેશના વતનીઓ તથા વિદેશીઓ સૌને માંટે એક જ નિયમ છે.”
ગણના 9 : 15 (GUV)
જે દિવસે કરારનો પવિત્રમંડપ એટલે કરારમંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે તેના પર વાદળે આચ્છાદન કર્યુ. અને સાંજે વાદળનું સ્થાન અગ્નિએ લીધું અને આખી રાત તે ઝળહળતો રહ્યો.
ગણના 9 : 16 (GUV)
આ પ્રમાંણે હંમેશા થતું રહ્યું. દિવસે વાદળ આચ્છાદન કરતો અને રાત્રે અગ્નિની જેમ ઝળહળતું.
ગણના 9 : 17 (GUV)
જ્યારે જ્યારે પવિત્ર મંડપ ઉપરથી વાદળ હઠી જતું, ત્યારે ત્યારે ઇસ્રાએલી પ્રજા મુકામ ઉઠાવતી, અને આગળ મુસાફરી કરતી અને જયાં જયાં વાદળ થોભે ત્યાં ત્યાં મુકામ કરતી.
ગણના 9 : 18 (GUV)
આમ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓ મુકામ ઉઠાવતા મુસાફરી કરતા અને મુકામ કરતા. જયાં સુધી વાદળનું આચ્છાદન લાંબા સમય સુધી રહે તો ત્યાં સુધી તેઓ મુકામ ચાલુ રાખતા.
ગણના 9 : 19 (GUV)
જો વાદળ લાંબા સમય સુધી પવિત્રમંડપ પર રહેતું તો ઇસ્રાએલી પ્રજા યહોવાની આજ્ઞા માંથે ચઢાવીને આગળ પ્રવાસ કરતી નહિ અને લાંબા સમય સુધી ત્યાં જ રોકાતી.
ગણના 9 : 20 (GUV)
પરંતુ કેટલીક વખત વાદળ થોડા દિવસ જ મુલાકાત મંડપ પર રહેતું ત્યારે પણ તેઓ યહોવાની આજ્ઞા થતાં મુકામ કરતા અને યહોવાની આજ્ઞા થતા મુકામ ઉઠાવતા.
ગણના 9 : 21 (GUV)
કેટલીક વખત વાદળ સાંજથી સવાર સુધી રહેતું, સવારે વાદળ હઠતાં જ તેઓ મુકામ ઉઠાવતા, અને તેને અનુસરતાં. જો તે રાતના હઠતાં તો તેને અનુસરતા.
ગણના 9 : 22 (GUV)
જયાં સુધી વાદળ પવિત્રમંડપ પર ભલે રહે પછી એ બે દિવસ માંટે હોય, એક મહિના માંટે હોય કે એક વર્ષ માંટે હોય ત્યાં સુધી ઇસ્રાએલીઓ મુકામ ઉઠાવતા નહિ; જયારે વાદળ હઠતું ત્યારે જ તેઓ મુકામ ઉઠાવી પ્રવાસ કરતા.
ગણના 9 : 23 (GUV)
આમ તેઓ યહોવાની આજ્ઞા અનુસાર છાવણી કરતાં અથવા પ્રવાસ કરતા, યહોવા મૂસા દ્વારા તેઓને જે આજ્ઞા કરે તે પ્રમાંણે તેઓ કરતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23