Numbers 33 : 1 (GUV)
મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇસ્રાએલ પ્રજા મિસરમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી હતી.
Numbers 33 : 2 (GUV)
તે તે સ્થળોનાં નામ યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ નોંધી લીધાં હતા. તે આ પ્રમાંણે છે:
Numbers 33 : 3 (GUV)
પાસ્ખા પર્વની રાત્રિ પછીના દિવસે એટલે પહેલા મહિનાના 15 માં દિવસે તેઓ મિસરના રામસેસ નગરથી નીકળ્યા. મિસરવાસીઓના દેખતાં તેઓ યહોવાના રક્ષણ હેઠળ ઉઘાડે છોગે નીકળ્યા હતા.
Numbers 33 : 4 (GUV)
તે વખતે મિસરીઓ યહોવાએ માંરી નાખેલાં તેમનાં પહેલાં સંતાનોને દફનાવતા હતા. આમ યહોવા મિસરના બધા જ દેવો પર પરાક્રમી દેવ પૂરવાર થયા.
Numbers 33 : 5 (GUV)
ત્યારબાદ ઇસ્રાએલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં મુકામ કર્યો.
Numbers 33 : 6 (GUV)
તે પછી તેમણે સુક્કોથથી નીકળીને રણને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો.
Numbers 33 : 7 (GUV)
ત્યાંથી નીકળીને તેઓ બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ તરફ જઈને મિગ્દોલ પર્વતની તળેટીમાં મુકામ કર્યો.
Numbers 33 : 8 (GUV)
પછી પી-હાહીરોથથી નીકળી રાતા સમુદ્રમાં થઈને તેઓ રણમાં પહોંચ્યા. પછી એથામના રણમાં ત્રણ દિવસનો રસ્તો કાપીને તેઓએ માંરાહમાં મુકામ કર્યો,
Numbers 33 : 9 (GUV)
અને પછી માંરાહથી નીકળી તેઓ એલીમ આવ્યા, ત્યાં પાણીના 12 ઝરા અને તાડનાં 70 ખજૂરીનાં વૃક્ષો હતાં, ત્યાં તેમણે મુકામ કર્યો.
Numbers 33 : 10 (GUV)
પછી એલીમથી નીકળીને તેમણે રાતા સમુદ્ર પાસે મુકામ કર્યો.
Numbers 33 : 11 (GUV)
તેઓએ રાતાં સમુદ્ર છોડીને સીનના રણમાં મુકામ કર્યો,
Numbers 33 : 12 (GUV)
તે પછી સીનના રણમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
Numbers 33 : 13 (GUV)
દોફકાહથી નીકળીને પછી આલૂશમાં મુકામ કર્યો.
Numbers 33 : 14 (GUV)
આલૂશથી નીકળીને તેમણે રફીદીમમાં મુકામ કર્યો. પણ ત્યાં પીવાનું પાણી નહોતું.
Numbers 33 : 15 (GUV)
પછી રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના રણમાં મુકામ કર્યો.
Numbers 33 : 16 (GUV)
સિનાઈના રણમાંથી નીકળીને તેમણે કિબ્રોથ-હત્તાવાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 17 (GUV)
કિબ્રોથ-હત્તાવાહથી નીકળી તેમણે હસેરોથમાં મુકામ કર્યો.
Numbers 33 : 18 (GUV)
હસેરોથથી તેમણે રિથ્માંહમાંથી મુકામ કર્યો.
Numbers 33 : 19 (GUV)
રિથ્માંહમાંથી નીકળીને તેઓએ રિમ્મોન-પેરેસમાં છાવણી કરી.
Numbers 33 : 20 (GUV)
રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 21 (GUV)
પછી લિબ્નાહથી નીકળીને તેમણે રિસ્સાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 22 (GUV)
રિસ્સાહથી નીકળી તેમણે કહેલાથાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 23 (GUV)
કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ મુકામ કર્યો.
Numbers 33 : 24 (GUV)
શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 25 (GUV)
હરાદાહથી નીકળીને તેમણે માંકેહેલોથમાં મુકામ કર્યો.
Numbers 33 : 26 (GUV)
માંકેહેલોથથી નીકળી તેમણે તાહાથમાં મુકામ કર્યો.
Numbers 33 : 27 (GUV)
તાહાથથી નીકળી તેમણે તેરાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 28 (GUV)
તેરાહથી નીકળી તેમણે મિથ્કાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 29 (GUV)
મિથ્કાહમાંથી નીકળી તેમણે હાશ્મોનાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 30 (GUV)
હાશ્મોનાહથી નીકળી તેઓએ મોસેરોથમાં મુકામ કર્યો.
Numbers 33 : 31 (GUV)
મોસેરોથથી નીકળીને તેમણે બની-યાઅકાનમાં મુકામ કર્યો.
Numbers 33 : 32 (GUV)
બની-યાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં મુકામ કર્યો.
Numbers 33 : 33 (GUV)
હોર-હાગિદગાદથી નીકળીને તેમણે યોટબાથાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 34 (GUV)
ચોટબાથાહથી નીકળીને તેમણે આબ્રોનાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 35 (GUV)
આબ્રોનાહથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં મુકામ કર્યો.
Numbers 33 : 36 (GUV)
એસ્યોન-ગેબેરથી નીકળીને તેમણે સીનના રણમાં એટલે કે કાદેશમાં મુકામ કર્યો.
Numbers 33 : 37 (GUV)
કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ મુકામ કર્યો.
Numbers 33 : 38 (GUV)
યહોવાએ આજ્ઞા આપી તે પ્રમાંણે યાજક હારુન હોર પર્વત ઉપર ગયો અને ત્યાં જ તે ઇસ્રાએલીઓએ મિસરમાંથી મહાપ્રસ્થાન કર્યા પછી ચાળીસમાં વર્ષે, પાંચમાં મહિનાના પ્રથમ દિવસે તે મૃત્યુ પામ્યો.
Numbers 33 : 39 (GUV)
તે મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 123 વર્ષની હતી.
Numbers 33 : 40 (GUV)
કનાની ભૂમિમાં નેગેબમાં આવેલા શહેર અરાદના કનાની રાજાઓ સાંભળ્યુ કે ઇસ્રાએલી લોકો તેના દેશ તરફ આવી રહ્યા છે.
Numbers 33 : 41 (GUV)
પછી ઇસ્રાએલી પ્રજાએ હોર પર્વતથી યાત્રા કરી અને સાલ્મોનાહમાં મુકામ કર્યો.
Numbers 33 : 42 (GUV)
સાલ્મોનાહથી નીકળીને તેઓએ પૂનોનમાં મુકામ કર્યો.
Numbers 33 : 43 (GUV)
પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં મુકામ કર્યો.
Numbers 33 : 44 (GUV)
ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓના પ્રદેશમાં અબારીમનાં ખંડેરોમાં મુકામ કર્યો.
Numbers 33 : 45 (GUV)
ત્યાંથી નીકળીને તેઓએ હીબોન-ગાદમાં મુકામ કર્યો.
Numbers 33 : 46 (GUV)
હીબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં મુકામ કર્યો.
Numbers 33 : 47 (GUV)
આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેમણે નબોની સામે આવેલા અબારીમ પર્વત આગળ મુકામ કર્યો.
Numbers 33 : 48 (GUV)
અબારીમ પર્વતથી નીકળીને અંતે તેઓએ યરીખોની સામે યર્દન નદીના કાંઠે મોઆબના મેદાનોમાં મુકામ કર્યો.
Numbers 33 : 49 (GUV)
પછી તેઓએ યર્દનને કાંઠે બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં મુકામ કર્યો.
Numbers 33 : 50 (GUV)
ત્યાં મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની સામે યહોવાએ મૂસાને કહ્યું,
Numbers 33 : 51 (GUV)
“તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, તમે યર્દન નદી પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો;
Numbers 33 : 52 (GUV)
ત્યારે તમાંરે દેશના બધા વતનીઓને હાંકી કાઢવા, તમાંરે તેમની બધી પથ્થરની કે ધાતુની મૂર્તિઓનો નાશ કરવો, તેમનાં બધાં કોતરેલા પથ્થરો, ધાતુની ગાળેલી પ્રતિમાંઓ તથા પર્વતોમાં આવેલાં મૂર્તિઓની પૂજા કરવાનાં દેવસ્થાનોનો તમાંરે પૂરો નાશ કરવો.
Numbers 33 : 53 (GUV)
તમાંરે તે પ્રદેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કારણ કે, મે એ પ્રદેશ તમને જ આપી દીધો છે, તમાંરે ચિઠ્ઠી નાખીને એ પ્રદેશ તમાંરા વંશો અને કુળો વચ્ચે વહેંચી આપવો.
Numbers 33 : 54 (GUV)
વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે.
Numbers 33 : 55 (GUV)
“તમે તે દેશમાં વસતા લોકોને ત્યાંથી હાંકી નહિ કાઢશો, અને ત્યાં રહેવા દીધા હશે તો તેઓ તમાંરી આંખમાં કણાની જેમ અને તમાંરા પડખામાં શૂળની જેમ ખૂંચ્યા કરશે, દેશની માંલિકી બાબત તેઓ સતત તમાંરી સાથે ઝધડયા કરશે,
Numbers 33 : 56 (GUV)
અને મેં તેમની જે દશા કરવા ધાર્યુ હતું તેવી દશા હું તમાંરી કરીશ અને તમાંરો વિનાશ કરીશ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56

BG:

Opacity:

Color:


Size:


Font: