ગણના 28 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 28 : 2 (GUV)
ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને તેઓને કહે કે, મારું અર્પણ, એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ ને માટે મારું અન્‍ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
ગણના 28 : 3 (GUV)
અને તું તેઓને કહે, જે હોમયજ્ઞ તમારે યહોવાને ચઢાવવો તે આ છે: હમેશના દહનીયાર્પણને માટે દિનપ્રતિદિન પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન.
ગણના 28 : 4 (GUV)
તેમાંનો એક હલવાન તારે સવારમાં ચઢાવવો, ને બીજો હલવાન તારે સાંજે ચઢાવવો.
ગણના 28 : 5 (GUV)
અને ખાદ્યર્પણને માટે એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલા તેલથી મોહેલો.
ગણના 28 : 6 (GUV)
તે કાયમનું દહનીયાર્પણ છે કે, જે સુવાસને માટે યહોવાના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવ્યો હતો.
ગણના 28 : 7 (GUV)
અને તેનું પેયાર્પણ એક હલવાનને માટે પા હિન [દ્રાક્ષારસનું] હોય. તું યહોવાને માટે પવિત્રસ્થાનમાં મદ્યનું પેયાર્પણ રેડાવ.
ગણના 28 : 8 (GUV)
અને સાંજે તું બીજો હલવાન ચઢાવ. સવારના ખાદ્યાર્પણની જેમ તથા તેના પેયાર્પણની જેમ તું તે ચઢાવ, તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
ગણના 28 : 9 (GUV)
અને વિશ્રામવારે પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન, ને ખાદ્યર્પણને માટે તેલે મોહેલો બે દશાંશ [એફાહ] મેંદો તથા તેનું પેયાર્પણ.
ગણના 28 : 10 (GUV)
દરેક સાબ્બાથનું દહનીયાર્પણ, નિત્યના દહનીયાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત, એ છે.
ગણના 28 : 11 (GUV)
અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, તથા એક ઘેટો, પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન;
ગણના 28 : 12 (GUV)
તથા દરેક વાછરડાની સાથે ખાદ્યર્પણને માટે ત્રણ દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો.
ગણના 28 : 13 (GUV)
અને ખાદ્યાર્પણને માટે, દરેક હલવાનની સાથે અકેક દશાંશ [એફાહ] મેંદો તેલથી મોહેલો. તે સુવાસિત દહનીયાર્પણ, એટલે યહોવાને માટે હોમયજ્ઞ માટે છે.
ગણના 28 : 14 (GUV)
અને તેઓનાં પેયાર્પણ દરેક વાછરડાની સાથે અડધું હિન, ને ઘેટાની સાથે એક તૃતીયાંશ હિન, ને દરેક હલવાનની સાથે એક ચતુર્થાંશ હિન દ્રાક્ષારસ હોય; વર્ષના માસોમાંના દરેક માંસનું દહનીયાર્પણ એ છે.
ગણના 28 : 15 (GUV)
અને તમારે પાપાર્થાર્પણને માટે એક બકરો, નિત્યના દહનીયાર્પણ ને તેના પેયાર્પણ ઉપરાંત, યહોવાને ચઢાવવો.
ગણના 28 : 16 (GUV)
અને પહેલા માસને ચૌદમે દિવસે યહોવાનું પાસ્ખાપર્વ છે.
ગણના 28 : 17 (GUV)
અને આ માસને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાવી.
ગણના 28 : 18 (GUV)
પહેલે દિવસે પવિત્ર મેળાવડો કરવો. તમારે કંઈ સંસારી કામ ન કરવું.
ગણના 28 : 19 (GUV)
પણ તમારે યહોવાને દહનીયાર્પણ, એટલે હોમયજ્ઞ ચઢાવવું:એટલે બે વાછરડા તથા એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન. જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.
ગણના 28 : 20 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું હોય, દરેક વાછરડાની સાથે ત્રણ દશાંશ તમારે ચઢાવવું.
ગણના 28 : 21 (GUV)
પેલા સાત હલવાનોમાંના દરેક હલવાન દીઠ અકેક દશાંશ [એફાહ] તારે ચઢાવવું.
ગણના 28 : 22 (GUV)
અને તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવાને પાપાર્થાર્પણ તરીકે એક બકરો [ચઢાવવો].
ગણના 28 : 23 (GUV)
સવારનું દહનીયાર્પણ કે જે નિત્યનું દહનીયાર્પણ છે તે ઉપરાંત તમે તે ચઢાવો.
ગણના 28 : 24 (GUV)
એ રીતે સાત દિવસ સુધી દરરોજ યહોવાને સુવાસિત હોમયજ્ઞ નું અન્‍ન તમે ચઢાવો; નિત્યના દહનીયાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત તે ચઢાવવામાં આવે.
ગણના 28 : 25 (GUV)
અને સાતમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. [તે દિવસે] તમે કંઈ સંસારી કામ ન કરો.
ગણના 28 : 26 (GUV)
અને પ્રથમ ફળને દિવસે, એટલે જ્યારે તમારા સપ્તાહના [પર્વમાં] તમે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો. તમે કંઈ સંસારી કામ ન કરો.
ગણના 28 : 27 (GUV)
પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન.
ગણના 28 : 28 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ, તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ [એફાહ] દરેક વાછરડાને માટે, બે દશાંશ [એફાહ] એક ઘેટાને માટે,
ગણના 28 : 29 (GUV)
અકેક દશાંશ [એફાહ] સાત હલવાનોમાંના દરેકને માટે.
ગણના 28 : 30 (GUV)
પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને એક બકરો [ચઢાવો].
ગણના 28 : 31 (GUV)
નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ ઉપરાંત, તમારે તેઓ (જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય) તથા તેઓનાં પેયાર્પણ ચઢાવવાં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: