ગણના 12 : 1 (GUV)
અને મૂસા એક કૂશી સ્‍ત્રીની સાથે પરણ્યો હતો, તેને લીધે મરિયમ તથા હારુન તેની વિરુદ્ધ બોલ્યા; કેમ કે તે કૂશી સ્‍ત્રીની સાથે પરણ્યો હતો.
ગણના 12 : 2 (GUV)
અને તેઓએ કહ્યું, “શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યા છે? અમારી મારફતે પણ તે બોલ્યા નથી શું?” અને યહોવાએ તે સાંભળ્યું.
ગણના 12 : 3 (GUV)
હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો.
ગણના 12 : 4 (GUV)
અને યહોવાએ મૂસાને તથા હારુનને તથા મરિયમને એકાએક કહ્યું, “તમે ત્રણે મુલાકાતમંડપની પાસે નીકળી આવો.”
ગણના 12 : 5 (GUV)
અને મેઘસ્તંભમાં યહોવા ઊતર્યા, ને મંડપના દ્વારમાં ઊભા રહ્યા, ને હારુનને તથા મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્‍ને આગળ આવ્યાં.
ગણના 12 : 6 (GUV)
અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.
ગણના 12 : 7 (GUV)
મારો સેવક મૂસા એવો નથી. તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે.
ગણના 12 : 8 (GUV)
હું તેની સાથે બોલીશ, અને ભેદભરેલી વાતો વડે નહિ. અને તે યહોવાનું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતાં કેમ બીધાં નહિ?”
ગણના 12 : 9 (GUV)
અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઊઠયો. અને તે ચાલ્યા ગયા.
ગણના 12 : 10 (GUV)
અને મંડપ ઉપરથી તે મેઘ હઠી ગયો. અને જુઓ, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારુને મરિયમ તરફ જોયું, તો જુઓ તે તો કોઢી હતી.
ગણના 12 : 11 (GUV)
અને હારુને મૂસાને કહ્યું, “ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે.
ગણના 12 : 12 (GUV)
પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય, તેવા મૃત્યુ પામેલા જેવી તે ન થાય.”
ગણના 12 : 13 (GUV)
અને મૂસાએ યહોવાની વિનંતી કરીને કહ્યું, “ઓ ઈશ્વર, હું તમારા કાલાવાલા કરું છું કે તેને સમી કરો.”
ગણના 12 : 14 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “જો તને પિતા તેના મુખ પર ફક્ત થૂંક્યો હોત, તો શું સાત દિવસ સુધી તે ન લાજત? સાત દિવસ તે છાવણીની બહાર રખાય, ને પછી તે પાછી આવે.”
ગણના 12 : 15 (GUV)
અને મરિયમે સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી. અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ.
ગણના 12 : 16 (GUV)
અને પછી લોકોએ હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: