Nehemiah 10 : 1 (GUV)
મહોર મારેલા કરાર પર હખાલ્યાનો પુત્ર પ્રશાશક નહેમ્યા અને સિદકિયાના નામ છે;
Nehemiah 10 : 2 (GUV)
સરાયા, અઝાર્યા, યમિર્યા;
Nehemiah 10 : 3 (GUV)
પાશહૂર, અમાર્યા, માલ્કિયા,
Nehemiah 10 : 4 (GUV)
હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ,
Nehemiah 10 : 5 (GUV)
હારીમ મરેમોથ ઓબાદ્યા,
Nehemiah 10 : 6 (GUV)
દાનિયેલ, ગિન્નથોન, બારૂખ,
Nehemiah 10 : 7 (GUV)
મશુલ્લામ, અબિયા, મીયામીન
Nehemiah 10 : 8 (GUV)
માઆઝયા, બિલ્ગાય, અને શમાયા; આ બધા યાજકો છે.
Nehemiah 10 : 9 (GUV)
અને લેવીઓ: યેશૂઆ, તે અઝાન્યાનો પુત્ર, બિન્નૂઇ, હેનાદાદના પુત્રોમાંનો એક કાદ્મીએલ,
Nehemiah 10 : 10 (GUV)
અને તેમના સગાંવહાંલા, શબાન્યા, હોદિયા, કલીટા, પલાયા, હાનાન,
Nehemiah 10 : 11 (GUV)
મીખા, રહોબ, હશાબ્યા,
Nehemiah 10 : 12 (GUV)
ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા,
Nehemiah 10 : 13 (GUV)
હોદિયા, બાની અને બનીનુ,
Nehemiah 10 : 14 (GUV)
લોકોના આગેવાન: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની,
Nehemiah 10 : 15 (GUV)
બુન્ની, આઝગાદ, બેબાય,
Nehemiah 10 : 16 (GUV)
અદોનિયા, બિગ્વાય, આદીન,
Nehemiah 10 : 17 (GUV)
આટેર, હિઝિક્યા, અઝઝૂર,
Nehemiah 10 : 18 (GUV)
હોદિયા, હાશુમ, બેસાય,
Nehemiah 10 : 19 (GUV)
હારીફ, અનાથોથ, નેબાય,
Nehemiah 10 : 20 (GUV)
માગ્પીઆશ, મશૂલ્લામ, હેઝીર,
Nehemiah 10 : 21 (GUV)
મશેઝાબએલ, સાદોક, યાદૂઆ,
Nehemiah 10 : 22 (GUV)
પલાટયા, હાનાન, અનાયા,
Nehemiah 10 : 23 (GUV)
હોશિયા, હનાન્યા, હાશ્શૂબ,
Nehemiah 10 : 24 (GUV)
હાલ્લોહેશ, પિલ્હા, શોબેક,
Nehemiah 10 : 25 (GUV)
રહૂમ, હશાબ્નાહ, માઅસેયા,
Nehemiah 10 : 26 (GUV)
અહિયા, હાનાન, આનાન,
Nehemiah 10 : 27 (GUV)
માલ્લૂખહારીમ તથા બાઅનાહ.
Nehemiah 10 : 28 (GUV)
બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, મંદિરના સેવકો અને તે દરેક જેણે ભૂમિના લોકોથી પોતાને જુદા પાડ્યાં હતાં, તેમની પત્નીઓ, તેમના પુત્રો, અને પુત્રીઓ સાથે અને જેમનામાં જ્ઞાન અને સમજણ છે.
Nehemiah 10 : 29 (GUV)
તેઓએ પોતાના સગાંવહાંલા અને ઉમરાવો સાથે મળીને, દેવના નિયમ પ્રમાણે ચાલવાના સમ ખાધા, જે દેવના સેવક મૂસાએ આપ્યા હતા કે, અમે યહોવા અમારા દેવની આજ્ઞા અને નિયમોનું આદેશ અનુસાર પાલન કરીશું અને તેમના હુકમોને માનીશું.
Nehemiah 10 : 30 (GUV)
“અમે અમારી પુત્રીઓ બીજી ભૂમિના લોકોને આપીશું નહિ, તેમ તેમની પુત્રીઓ અમારા પુત્રો માટે લઇશું નહિ.
Nehemiah 10 : 31 (GUV)
“વળી જો ભૂમિના લોકો કંઇ વેચવા માટે અથવા અનાજ લાવશે, તો અમે તે સાબ્બાથના દિવસે કે બીજા કોઇ પવિત્ર દિવસે ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વષેર્ અમે ભૂમિને ખેડશું નહિ અને અમારું બધું લેણું માફ કરીશું.
Nehemiah 10 : 32 (GUV)
“અમે અમારા પોતાના દેવના મંદિરની પૂરતી કાળજી રાખવા માટે પ્રતિવર્ષ 1/3 શેકેલઆપવાનો નિયમ કર્યો.
Nehemiah 10 : 33 (GUV)
પવિત્ર રોટલી,નિત્યના ખાદ્યાર્પણો માટે, નિત્યના દહનાર્પણો માટે, સાબ્બાથ અને ચંદ્રદર્શન માટે, તે ઉત્સવો માટે જે ઉજવવા માટે અમને નિયમશાસ્રમાં જણાવાયું છે, અને પવિત્ર અર્પણો માટે પૈસાની જરૂર છે, આ ઇસ્રાએલ માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાપણો અને દેવના મંદિરનાં સર્વ કામો કરવા માટે જરૂરી છે.
Nehemiah 10 : 34 (GUV)
“ત્યારબાદ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં પરિવારો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા દેવના મંદિરમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે, યાજકો, લેવીઓ તથા લોકો વચ્ચે ચિઠ્ઠીઓ નાખી.
Nehemiah 10 : 35 (GUV)
“અમે પ્રતિવર્ષ, અમારી ભૂમિનો પ્રથમ પાક અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાના મંદિરમાં લાવવા માટે નિયમ પણ બનાવીએ છીએ.
Nehemiah 10 : 36 (GUV)
“વળી, નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારાં પુત્રોમાંના પ્રથમજનિત, અને પશુઓ અને ઢોરઢાંખરનાઁ તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાના મંદિરમાં, અમારા દેવના મંદિરનાં યાજકો પાસે લાવીશું.
Nehemiah 10 : 37 (GUV)
“અમે અમારા યાજકોને તથા દેવનાં મંદિરની ઓરડીમાં અમારા બાંધેલા લોટનો પહેલો ભાગ, અને દરેક વૃક્ષના ફળો, દ્રાક્ષારસ અને તેલનું અર્પણ લાવીશું. વળી અમારી ભૂમિની પેદાશમાંથી પ્રત્યેક વસ્તુનો દશમો ભાગ અમે લેવીઓ માટે લાવીશું. કારણ કે અમારા સર્વ દેશના નગરોમાંથી દશાંશ એકત્ર કરવાની જવાબદારી લેવીઓની છે.
Nehemiah 10 : 38 (GUV)
અમારા બધાં ખેતીવાડીવાળાં ગામોમાંથી ઊપજનો દશમો ભાગ ઉઘરાવવા આવનાર લેવીઓને અમારી જમીનની ઊપજનો દશમો ભાગ આપીશું. દશમો ભાગ ઉઘરાવતી વખતે હારુનના વંશના એક યાજક લેવીઓની સાથે રહેશે, અને લેવીઓએ ઉઘરાવેલા દશમા ભાગનો દશમો ભાગ દેવના મંદિરનાં ભંડારમાં લઇ જશે અને એક ઓરડામાં મુકશે.
Nehemiah 10 : 39 (GUV)
તેથી ઇસ્રાએલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલ વગેરે ભંડારના ઓરડાઓમાં લાવવાં, જ્યાં મંદિરની સેવાની સામગ્રી રાખવામાં આવે છે, અને જ્યાં તે વખતે સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે.“આમ અમે સૌ અમારા દેવનાં મંદિરની અવગણના નહિ કરીએ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

BG:

Opacity:

Color:


Size:


Font: