માથ્થી 8 : 1 (GUV)
અને પહાડ પરથી તે ઊતર્યા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા.
માથ્થી 8 : 2 (GUV)
અને જુઓ, એક કોઢિયો આવ્યો, તેણે તેમને પગે લાગીને કહ્યું, “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને ‍શુદ્ધ કરી શકો છો.”
માથ્થી 8 : 3 (GUV)
ત્યારે તેમણે હાથ લાંબો કર્યો, ને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો.
માથ્થી 8 : 4 (GUV)
પછી ઈસુ તેને કહે છે, “જો જે, તું કોઈને કહીશ નહિ. પણ જા, પોતાને યાજકને બતાવ, ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.”
માથ્થી 8 : 5 (GUV)
અને ઈસુ કપર-નાહૂમમાં પ્રવેશ્યા, ત્યારે એક જમાદારે તેમની પાસે આવીને તેમને વિનંતી કરી,
માથ્થી 8 : 6 (GUV)
“ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, ને તેને ભારે પીડા થાય છે.”
માથ્થી 8 : 7 (GUV)
ત્યારે ઈસુ તેને કહે છે, “હું આવીને તેને સાજો કરીશ.”
માથ્થી 8 : 8 (GUV)
અને જમાદારે ઉત્તર વાળ્યો, “ઓ પ્રભુ, તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી; પણ તમે માત્ર શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે.
માથ્થી 8 : 9 (GUV)
કેમ કે હું પણ પરાધીન માણસ છું, ને સિપાઈઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે, ‘ જા, ’ ને તે જાય છે; અને બીજાને [કહું છું કે] ‘આવ, ’ ને તે આવે છે. અને મારા દાસને [કહું છું કે,] ‘એ, કર, ’ ને તે તે કરે છે.”
માથ્થી 8 : 10 (GUV)
ત્યારે ઈસુ તે સાંભળીને અચરત થયા, ને પાછળ આવનારાઓને તેમણે કહ્યું, હું તમને ખચીત કહું છું કે, આટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
માથ્થી 8 : 11 (GUV)
અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ને ઇબ્રાહિમની અને ઇસહાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે.
માથ્થી 8 : 12 (GUV)
પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”
માથ્થી 8 : 13 (GUV)
અને ઈસુએ તે જમાદારને કહ્યું, “જા, જેવો તેં વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાઓ.” અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો.
માથ્થી 8 : 14 (GUV)
અને ઈસુએ પિતરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંદી પડેલી જોઈ.
માથ્થી 8 : 15 (GUV)
અને તે તેના હાથને અડક્યા, એટલે તેનો તાવ જતો રહ્યો, ને તેણે ઊઠીને તેમની સેવા કરી.
માથ્થી 8 : 16 (GUV)
અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂતવળગેલાઓને તેમની પાસે લાવ્યા, ને તેમણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, ને બધાં માંદાંઓને સાજાં કર્યાં.
માથ્થી 8 : 17 (GUV)
એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, ‘તેણે પોતે આપણી માંદગીઓ લીધી, ને આ૫ણા રોગ ભોગવ્યા.’
માથ્થી 8 : 18 (GUV)
અને ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ ભેગો થયેલો જોયો, ત્યારે સામે પાર જવાની તેમણે આજ્ઞા કરી.
માથ્થી 8 : 19 (GUV)
અને એક શાસ્‍ત્રીએ પાસે આવીને તેમને કહ્યું, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”
માથ્થી 8 : 20 (GUV)
ત્યારે ઈસુ તેને કહે છે, “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, ને માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.”
માથ્થી 8 : 21 (GUV)
અને તેમના શિષ્યોમાંથી બીજાએ કહ્યું, ‘પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દાટી આવું.”
માથ્થી 8 : 22 (GUV)
પણ ઈસુએ તેને કહ્યું, “તું મારી પાછળ આવ, ને મૂએલાઓને પોતાના મૂએલાઓને દાટવા દે.”
માથ્થી 8 : 23 (GUV)
અને હોડી પર તે ચઢયા ત્યારે તેમના શિષ્યો તેમની સાથે ગયા.
માથ્થી 8 : 24 (GUV)
અને જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ! પણ તે પોતે ઊંઘતા હતા.
માથ્થી 8 : 25 (GUV)
ત્યારે તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ.”
માથ્થી 8 : 26 (GUV)
અને તે તેઓને કહે છે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. અને મહા શાંતિ થઈ.
માથ્થી 8 : 27 (GUV)
ત્યારે તે માણસોએ અચરત થઈને કહ્યું, “એ શી જાતનો માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એમનું માને છે!”
માથ્થી 8 : 28 (GUV)
અને સામે પાર ગાડરેનેસના દેશમાં તે પહોંચ્યા ત્યારે અશુદ્ધ આત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા. તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું ન હતું.
માથ્થી 8 : 29 (GUV)
અને જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું, “ઓ ઈશ્વરપુત્ર, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા આપવાને અહીં આવ્યો છે શું?”
માથ્થી 8 : 30 (GUV)
હવે તેઓથી બહુ આઘું ઘણાં ભૂંડોનું એક મોટું ટોળું‍ ચરતું હતું.
માથ્થી 8 : 31 (GUV)
અને અશુદ્ધ આત્માઓએ તેમને વિનંતી કરી, “જો તું અમને કાઢે તો ભૂંડોના ટોળામાં અમને મોકલ.”
માથ્થી 8 : 32 (GUV)
અને ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” પછી તેઓ નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા; અને જુઓ, આખું ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડયું, ને પાણીમાં ડૂબી મર્યું.
માથ્થી 8 : 33 (GUV)
ત્યારે ચરાવનારા નાઠા, ને નગરમાં જઈને તેઓએ બધું કહી જણાવ્યું, અને અશુદ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું.
માથ્થી 8 : 34 (GUV)
ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. અને તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી, “અમારી સીમોમાંથી જા.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: