Leviticus 4 : 1 (GUV)
તે પછી યહોવાએ મૂસાને બીજી સૂચનાઓ આપી અને તેને કહ્યું કે, “ઇસ્રાએલના લોકોને કહે જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે.
Leviticus 4 : 2 (GUV)
જો કોઈ વ્યક્તિ અજાણતા માંરા આદેશોનું ઉલ્લંઘન કરે તેને માંટે આ નિયમો છે.
Leviticus 4 : 3 (GUV)
“જો અભિષિક્ત યાજક એવી રીતે ભૂલ કરે અને લોકોને દોષમાં નાખે. તો તેણે પોતે કરેલાં પાપના પ્રાયશ્ચિત રૂપે યહોવાને એક ખોડખાંપણ વગરનો બળદ તેણે કરેલા પાપાર્થાર્પણ માંટે અર્પણ તરીકે ચઢાવવો.
Leviticus 4 : 4 (GUV)
તેણે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવી તેના માંથા પર હાથ મૂકી તેને યહોવાની સમક્ષ વધેરવો.
Leviticus 4 : 5 (GUV)
પછી અભિષિક્ત યાજક તેનું લોહી લઈને મુલાકાત મંડપમાં આવે.
Leviticus 4 : 6 (GUV)
અને પછી લોહીમાં પોતાની આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પરમપવિત્રસ્થાનના પડદા પર લોહીના છાંટા નાખે.
Leviticus 4 : 7 (GUV)
ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળના યજ્ઞવેદીના પાયા આગળ રેડી દેવું.
Leviticus 4 : 8 (GUV)
પછી તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી.
Leviticus 4 : 9 (GUV)
બે મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૂત્રપિંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી,
Leviticus 4 : 10 (GUV)
અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞવેદી પર હોમી દેવી.
Leviticus 4 : 11 (GUV)
પરંતુ જુવાન વાછરડાનો બાકીનો ભાગચામડું, માંસ, માંથું, પગ, આંતરડાં,
Leviticus 4 : 12 (GUV)
અને છાણ, છાવણીની બહાર પવિત્રસ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકવો.
Leviticus 4 : 13 (GUV)
“જો સમગ્ર ઇસ્રાએલની પ્રજા અજાણતાં પાપ કરીને યહોવાની આજ્ઞાનો ભંગ કરી દોષમાં પડે તો,
Leviticus 4 : 14 (GUV)
તેની જાણ થતાં જ મંડળીએ પાપાર્થાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો બળદ ચઢાવવો. બળદને મુલાકાતમંડપ આગળ લાવી,
Leviticus 4 : 15 (GUV)
વડીલોએ તેના માંથા પર હાથ મૂકી યહોવા સમક્ષ તેને વધેરવો.
Leviticus 4 : 16 (GUV)
ત્યાર પછી અભિષિક્ત યાજકે તેનું થોડું લોહી મુલાકાતમંડપમાં લાવી.
Leviticus 4 : 17 (GUV)
તેમાં આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પડદા પર છાંટવું.
Leviticus 4 : 18 (GUV)
ત્યારબાદ થોડું લોહી તેણે મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ વેદીના ખૂણાઓ પર રેડવું, અને બાકીનું બધું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યજ્ઞ વેદીનાં પાયામાં રેડી દેવું.
Leviticus 4 : 19 (GUV)
ત્યારબાદ તેણે બળદની ચરબી કાઢી લઈ વેદીના લાકડાંના અગ્નિમાં બાળી મૂકવી.
Leviticus 4 : 20 (GUV)
તેણે પાપાર્થાર્પણના બળદની જેમજ એ બળદનું પણ કરવું, એ રીતે યાજક લોકોને શુદ્ધ કરશે અને યહોવા તેમને માંફ કરશે.
Leviticus 4 : 21 (GUV)
પછી પેલા બળદની જેમ આને પણ છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકવો, આ વખતે આ પાપાર્થાર્પણ સમગ્ર પ્રજાને માંટે છે.
Leviticus 4 : 22 (GUV)
“જો કોઈ પ્રજાના આગેવાનોમાંથી અજાણતા પાપ કરે અને દેવના નિયમનું ઉલ્લંઘન કરી દોષિત ઠરે,
Leviticus 4 : 23 (GUV)
ત્યારે એની જાણમાં આવતાં જ તેણે ખોડખાંપણ વગરનો નર બકરો લાવી, જ્યાં આહુતિ ચઢાવવામાં આવે છે,
Leviticus 4 : 24 (GUV)
ત્યાં યહોવા સમક્ષ તેના માંથા પર હાથ મૂકી તેને વધેરવો. આ પાપાર્થાર્પણ છે.
Leviticus 4 : 25 (GUV)
ત્યારબાદ યાજકે પશુનું લોહી આંગળી વડે લઈ યજ્ઞવેદીનાં ટોચકાં પર લગાડવું, અને બાકીનું લોહી યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું અને અર્પણની આહુતિની ચરબીની જેમ એની બધી જ ચરબી વેદી પર બાળી મૂકવી.
Leviticus 4 : 26 (GUV)
આમ યાજક રાજાને શુદ્ધ કરશે અને યહોવા તેને માંફ કરશે.
Leviticus 4 : 27 (GUV)
“જો કોઈ સામાંન્ય માંણસ અજાણતા પાપ કરે અને યહોવાની કોઈ આજ્ઞાનો ભંગ કરીને દોષમાં પડે તો,
Leviticus 4 : 28 (GUV)
તેની જાણ થતાં તેણે પોતે કરેલાં પાપોના પ્રાયશ્ચિત માંટે એક ખોડખાંપણ વગરની બકરી પાપાર્થાર્પણ કરવી.
Leviticus 4 : 29 (GUV)
તેણે તેના માંથા પર હાથ મૂકી, જયાં યજ્ઞ ચઢાવવામાં આવે છે ત્યાં તેનો વધ કરવો.
Leviticus 4 : 30 (GUV)
યાજકે તેનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનાં ખુણાઓ પર લગાડવું, અને બાકીનું બધું જ લોહી વેદીના પાયામાં રેડી દેવું.
Leviticus 4 : 31 (GUV)
“શાંત્યાર્પણની વિધિની જેમ યાજકે તેની બધી ચરબી કાઢી લેવી અને વેદી પર તેનું દહન કરવું; અને યહોવા તેનો સ્વીકાર કરશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. યાજક આ રીતે તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરશે અને યહોવા તેને માંફ કરશે.
Leviticus 4 : 32 (GUV)
“પણ જો કોઈ માંણસ પાપાર્થાર્પણ તરીકે હલવાન લાવે તો તે માંદા હોવું જોઈએ અને ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.
Leviticus 4 : 33 (GUV)
તેણે તેના માંથા પર હાથ મૂકી જયાં દહનાર્પણના પશુનો વધ કરવામાં આવે છે, ત્યાં પાપાર્થાર્પણ તરીકે તેનો વધ કરવો.
Leviticus 4 : 34 (GUV)
પછી યાજકે પાપાર્થાર્પણનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનો ખૂણાઓ પર લગાડવું. અને બાકીનું બધું લોહી વેદીના પાયામાં રેડી દેવું.
Leviticus 4 : 35 (GUV)
યાજકે શાંત્યાર્પણના પશુની જેમ તેની બધી જ ચરબી કાઢી લેવી અને યહોવાને બીજા કોઈપણ અગ્નિના અર્પણની જેમ યાજકે તેને વેદી પર હોમી દેવું. આ રીતે યાજક તે વ્યક્તિને તેના પાપમાંથી શુદ્ધ કરે છે, અને યહોવા તે વ્યક્તિને માંફ કરે છે.
❮
❯