લેવીય 22 : 1 (GUV)
યહોવાએ મૂસાને કહ્યું,
લેવીય 22 : 2 (GUV)
“હારુનને તથા તેના પુત્રોને આ આજ્ઞાઓ આપ: લોકોએ આપેલી પવિત્ર ભેટોને અપવિત્ર કરીને તેઓ માંરા પવિત્ર નામને કલંક ન લગાવે. હું યહોવા છું.
લેવીય 22 : 3 (GUV)
તું તેમને કહે: તમાંરો કોઈ પણ વંશજ પોતે અશુદ્ધ હોય ત્યારે ઇસ્રાએલીઓએ મને ધરાવેલા અર્પણની પાસે આવે તો તેને માંરી સેવામાંથી યાજકપદેથી દૂર કરવો. હું યહોવા છું.
લેવીય 22 : 4 (GUV)
“હારુનના વંશના જે કોઈને કોઢ થયો હોય અથવા સ્રાવ થતો હોય; તેણે શુદ્ધ થતાં સુધી પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ, જો યાજક મૃતદેહને અડે અથવા યાજકને વીર્ય સ્રાવ થયો હોય.
લેવીય 22 : 5 (GUV)
અથવા સર્પવર્ગના પ્રાણીનો કે મનાઈ કરેલી વસ્તુઓ સ્પર્શ કરે અથવા કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અકડે;
લેવીય 22 : 6 (GUV)
તો તે યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય અને સાંજે તે સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશુંય ખાવું નહિ.
લેવીય 22 : 7 (GUV)
સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય, અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ તે પર તેના જીવનનો આધાર છે.
લેવીય 22 : 8 (GUV)
“તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જનાવરે ફાડી નાખેલું પ્રાણી ખાવું નહિ. જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવા છું.
લેવીય 22 : 9 (GUV)
“તું યાજકોને ચેતવણી આપ કે યાજકોએ માંરા નિયમોનું પાલન કરવું: નહિ તો તેમને પાપ લાગશે, અને માંરા નિયમોનો ભંગ કરવા તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર હું યહોવા છું.
લેવીય 22 : 10 (GUV)
યાજક પરિવારના ના હોય એવા કોઈ પણ માંણસે પછી તે યાજકનો મહેમાંન હોય કે પછી તેણે મજૂરીએ રાખેલો નોકર હોય. યાજકના ભાગની પવિત્ર અર્પણની રોટલી ખાવી નહિ.
લેવીય 22 : 11 (GUV)
આમાં એક અપવાદ છે જો યાજકે પોતાના નાણાથી ચાકર ખરીદેલો હોય તો તે ચાકર અને યાજકના ઘરમાં જન્મેલા ચાકર બાળકો આ પવિત્ર અર્પણ જમી શકે.
લેવીય 22 : 12 (GUV)
યાજકની દીકરીના લગ્ન જે માંણસ યાજક ન હોય તેની સાથે થયા હોય, તો તેણે પવિત્ર અર્પણોમાંથી ખાવું નહિ.
લેવીય 22 : 13 (GUV)
“પણ જો તે વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય અને તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના પરિવારમાં પાછી ફરી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનુ ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના પરિવારમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.
લેવીય 22 : 14 (GUV)
“જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના 20 ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.
લેવીય 22 : 15 (GUV)
“યાજકોએ ઇસ્રાએલીઓએ યહોવાને ધરાવેલાં અર્પણનો પોતાનો ભાગ યાજક ન હોય એવા લોકોને ખાવા દઈ એને ભ્રષ્ટ કરવો નહિ.
લેવીય 22 : 16 (GUV)
યાજકે પવિત્ર અર્પણોને બીજા લોકોને ખાવા દઈને તેમના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. હું યહોવા અર્પણોને પવિત્ર કરનાર છું.”
લેવીય 22 : 17 (GUV)
યહોવા દેવે મૂસાને કહ્યું,
લેવીય 22 : 18 (GUV)
“તું હારુનને અને તેના પુત્રોને તથા તમાંમ ઇસ્રાએલીઓને કહે કે જો કોઈ ઇસ્રાએલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી માંનતા પૂરી કરવા માંટે દહનાર્પણ તરીકે યહોવાને ઢોર કે ઘેટાં બકરાંની આહુતિ ચઢાવે,
લેવીય 22 : 19 (GUV)
તો તે પશ ખોડખાંપણ વગરનું નર હોય તો જ સ્વીકાર્ય બને.
લેવીય 22 : 20 (GUV)
તેથી તમાંરે ખોડવાળું પશુ ચઢાવવું નહિ, નહિ તો તે અસ્વીકાર્ય થશે.
લેવીય 22 : 21 (GUV)
“જો કોઈ વ્યક્તિ માંનતા પૂરી કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા સમક્ષ વિશેષ ભેટ તરીકે લાવે, તો તે પ્રાણી બળદ અથવા ઘેટું હોઈ શકે પણ તેમાં કોઈ દોષ હોવો ન જોઈએ, નહિ તો તે અમાંન્ય થશે.
લેવીય 22 : 22 (GUV)
તમાંરે યહોવાને આંધળું, લૂલું, અપંગ, ઈજા પામેલ અંગવાળું, વહેતા ધારાવાળું, ગદગૂમડાવાળું કે પરુંવાળું પ્રાણી ચઢાવવું નહિ, એવું કોઈ પ્રાણી યહોવાને અર્પણ તરીકે વેદી પર ધરાવવું નહિ.
લેવીય 22 : 23 (GUV)
“જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાને અર્પણ કરવામાં આવે અને જો તેને બહુ લાંબો પગ હોય અથવા પગનો સરખો વિકાસ ન થયો હોય, તો તેનો વિશેષ ભેટ તરીકે વધ કરી શકાય પણ તેને માંનતા કે પ્રતિજ્ઞા પૂરી કરવા માંટે અર્પણ કરી શકાય નહિ.
લેવીય 22 : 24 (GUV)
“જે પશુના અંડકોશ છૂંદી, કચડી, ચીરી કે કાપી નાખવામાં આવ્યા હોય તેને તમાંરે યહોવાને ધરાવવું નહિ, તમાંરા દેશમાં એવું કદી કરવું નહિ.
લેવીય 22 : 25 (GUV)
“જે વિદેશીઓ તેવા પશુઓને યહોવાને અર્પણ તરીકે લાવે, તો તમાંરે એનો સ્વીકાર ન કરવો. કારણકે પ્રાણી અપંગ હોઈ શકે અને તેમને ખોડખાંપણ હોઈ શકે, તેથી તે સ્વીકારાય નહિ.”
લેવીય 22 : 26 (GUV)
યહોવાએ મૂસાને કહ્યું,
લેવીય 22 : 27 (GUV)
“જયારે કોઈ વાછરડું, લવારુ કે બકરું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની માં પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમાં દિવસે અને તે પછી તે યહોવા સમક્ષ અગ્નિ દ્વારા યજ્ઞ માંટે માંન્ય થશે.
લેવીય 22 : 28 (GUV)
તમાંરે એક જ દિવસે બચ્ચાંનો તથા તેની માંનો વધ કરવો નહિ. પછી તે ગાય હોય કે ઘેટી.
લેવીય 22 : 29 (GUV)
“જો તમને વિશેષ આભારાર્થે દેવને અર્પણ આપવાની ઈચ્છા હોય, તો તે ભેટ આપવાની તમને છૂટ છે. પણ તે તમાંરે એ રીતે આપવું જેથી તેઓ પ્રસન્ન થાય.
લેવીય 22 : 30 (GUV)
તમાંરે તે જ દિવસે તે આખુ પ્રાણી જમી લેવું. બીજા દિવસે સવાર માંટે તેમાંથી કાંઈ રાખવું નહિ. હું યહોવા છું.
લેવીય 22 : 31 (GUV)
“તમાંરે માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કારણ કે હું યહોવા છું.
લેવીય 22 : 32 (GUV)
તમાંરે માંરા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહિ; બધા ઇસ્રાએલીઓએ માંરી પવિત્રતા જાળવવી. હું તમને પવિત્ર કરનાર યહોવા છું.
લેવીય 22 : 33 (GUV)
હું તમને મિસરમાંથી તમાંરો દેવ થવા માંટે લઈ આવ્યો હતો. હું યહોવા છું.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33