લેવીય 16 : 1 (GUV)
અને હારુનના બે દીકરા યહોવાની હજૂરમાં આવીને માર્યા ગયા, ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી;
લેવીય 16 : 2 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.
લેવીય 16 : 3 (GUV)
હારુન આ વસ્તુઓ લઈને પવિત્રસ્થાનમાં આવે:એટલે પાપાર્થાર્પણને માટે એક વાછરડો, તથા દહનીયાર્પણને માટે એક ઘેટો લઈને તે આવે.
લેવીય 16 : 4 (GUV)
શણનો પવિત્ર અંગરખો તે પહેરે, ને તે પોતાને અંગે શણની ઈજાર પહેરે, ને શણના કમરબંધથી કમર બાંધે, ને શણની પાઘડી પહેરે. એ પવિત્ર વસ્‍ત્રો છે, અને તે પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે.
લેવીય 16 : 5 (GUV)
અને ઇઝરાયલી લોકો તરફથી પાપાર્થર્પણને માટે બે બકરા, ને દહનીયાર્પણને માટે એક ઘેટો તે લે.
લેવીય 16 : 6 (GUV)
અને પોતાને માટે પાપાર્થાર્પણનો જે બળદ હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતાના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે.
લેવીય 16 : 7 (GUV)
અને બે બકરા તે લે, ને તેઓને મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાની સમક્ષ લાવે.
લેવીય 16 : 8 (GUV)
અને હારુન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે:એટલે એક ચિઠ્ઠી યહોવાને માટે, ને બીજી ચિઠ્ઠી અઝાઝેલને માટે.
લેવીય 16 : 9 (GUV)
અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે, તેને રજૂ કરીને હારુન પાપાર્થાર્પણને માટે ચઢાવે.
લેવીય 16 : 10 (GUV)
પણ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે, તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને સારુ પ્રાયશ્ચિત્ત કરવાને યહોવાની સમક્ષ તેને જીવતો રજૂ કરવો.
લેવીય 16 : 11 (GUV)
અને પાપાર્થાર્પણનો બળદ પોતાને માટે હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને માટે હોય તેને તે કાપે.
લેવીય 16 : 12 (GUV)
અને યહોવાની સમક્ષ વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિન અંગારા, તથા પોતાના [બન્‍ને] ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની અંદરની બાજુએ તે લાવે.
લેવીય 16 : 13 (GUV)
અને તે ધૂપને યહોવાની સમક્ષ પેલા અગ્નિ પર તે નાખે. ને તેથી કરારકોશ ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો ન જાય.
લેવીય 16 : 14 (GUV)
અને વાછરડાના રક્તમાંનું લઈને તે પોતાની આંગળી વડે પૂર્વ તરફ દયાસન પર છાંટે; અને તે રક્તમાંનું સાત વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે.
લેવીય 16 : 15 (GUV)
અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થાર્પણનો જે બકરો તેને તે કાપે તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે.
લેવીય 16 : 16 (GUV)
અને ઇઝરાયલી લોકોની અશુદ્ધતાના કારણથી તથા તેઓનાં ઉલ્લંઘનોના એટલે તેઓનાં સર્વ પાપના કારણથી પવિત્રસ્થાનને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને મુલાકાતમંડપ જે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહે છે, તેને માટે પણ તે તેમ જ કરે.
લેવીય 16 : 17 (GUV)
અને પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત્ત કરવાને તે અંદર જાય, ત્યારે જ્યાં સુધી તે પોતાને માટે તથા પોતાના ઘરનાંને માટે તથા સમગ્ર ઇઝરાયલી પ્રજાને માટે પ્રાયશ્ચિત્ત કરીને બહાર ન નીકળે, ત્યાં સુધી મુલાકાતમંડપમાં કોઈ માણસ ન રહે.
લેવીય 16 : 18 (GUV)
અને યહોવાની સમક્ષ વેદી પાસે બહાર આવીને તેને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને બળદના રક્તમાંનું તથા બકરાના રક્તમાંનું લઈને વેદીનાં શિંગોની આસપાસ તે લગાડે.
લેવીય 16 : 19 (GUV)
અને તે એ રક્તમાંથી પોતાની આંગળી વડે તેના ઉપર સાત વાર છાંટીને તેને શુદ્ધ કરે, ને ઇઝરાયલની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.
લેવીય 16 : 20 (GUV)
અને જ્યારે તે પવિત્રસ્થાનને તથા મુલાકાતમંડપને તથા વેદીને માટે પ્રાયશ્ચિત્ત કરી રહે, ત્યારે જીવતા બકરાને તે હાજર કરે,
લેવીય 16 : 21 (GUV)
અને હારુન જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્‍ને હાથ મૂકે, ને તેના ઉપર ઇઝરાયલી લોકોના સર્વ અન્યાય તથા તેઓનાં સર્વ ઉલ્‍લંઘન એટલે તેઓનાં સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે; અને ઠરાવેલા માણસનિ હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો.
લેવીય 16 : 22 (GUV)
અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે; અને રાનમાં તે બકરાને છોડી દેવો.
લેવીય 16 : 23 (GUV)
અને હારુન મુલાકાતમંડપમાં આવે, ને જે શણનાં વસ્‍ત્ર તેણે પવિત્રસ્થાનમાંથી જતી વખતે પહેર્યાં હતાં, તેમને તે ઉતારીને ત્યાં રાખી મૂકે.
લેવીય 16 : 24 (GUV)
અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્‍ત્ર પહેરે, ને બહાર આવીને પોતાનું દહનીયાર્પણ તથા લોકો દહનીયાર્પણ ચઢાવીને પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરે.
લેવીય 16 : 25 (GUV)
અને પાપાર્થાર્પણની ચરબીનું તે વેદી ઉપર દહન કરે.
લેવીય 16 : 26 (GUV)
અને અઝાઝેલને માટે બકરાને છોડી મૂકનાર માણસ પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને ત્યાર પછી છાવણીમાં આવે.
લેવીય 16 : 27 (GUV)
અને પાપાર્થાર્પણનો બળદ તથા પાપાર્થાર્પણનો બકરો, જેઓનું રક્ત પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત્ત કરવા માટે અંદર લઈ જવામાં આવ્યું હતું, તેઓને છાવણી બહાર લઈ જવા; અને તેમનું ચામડું તથા માંસ તથા છાણ આગમાં નાખવાં.
લેવીય 16 : 28 (GUV)
અને તેમને બાળી નાખનાર માણસ પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે, ને ત્યાર પછી તે છાવણીમાં આવે.
લેવીય 16 : 29 (GUV)
અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;
લેવીય 16 : 30 (GUV)
કેમ કે તમારા શુદ્ધિકરણને માટે એ દિવસે તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવામાં આવશે. તમે તમારાં સર્વ પાપથી યહોવાની સમક્ષ શુદ્ધ થશો.
લેવીય 16 : 31 (GUV)
તે તમારે આત્મકષ્ટ કરવું. તે સદાને માટે વિધિ છે.
લેવીય 16 : 32 (GUV)
અને જે યાજક અભિષિક્ત થઈને પોતાના પિતાની જગાએ યાજકપદ ધારણ કરવા માટે પ્રતિષ્ઠિત કરાય, તે પ્રાયશ્ચિત્ત કરે, ને શણનાં વસ્‍ત્ર એટલે પવિત્ર વસ્‍ત્ર પહેરે.
લેવીય 16 : 33 (GUV)
અને પવિત્રસ્થાનને માટે તે પ્રાયશ્ચિત્ત કરે, ને મુલાકાતમંડપને માટે તથા વેદીને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને યાજકોને માટે તથા મંડળીના સર્વ લોકોને માટે તે પ્રાયશ્ચિત્ત કરે.
લેવીય 16 : 34 (GUV)
અને ઇઝરાયલી લોકોનાં બધાં પાપને લીધે તેઓને માટે વર્ષમાં એક વખત પ્રાયશ્ચિત્ત કરવું, એ તમારે માટે સદાનો વિધિ થાય.” અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ તેણે કર્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: