લેવીય 11 : 1 (GUV)
પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,
લેવીય 11 : 2 (GUV)
“તમે ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે જણાવો: તમે પૃથ્વી પરનાં પ્રાણીઓમાંથી આટલાં જમવા માંટે ઉપયોગમાં લઈ શકો:
લેવીય 11 : 3 (GUV)
જે પ્રાણીઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તેને તમે જમી શકો.
લેવીય 11 : 4 (GUV)
(4-6) “પરંતુ જે પ્રાણીઓની માંત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માંત્ર વાગોળતાં હોય તે પ્રાણીઓ તમાંરે જમવા જોઈએ નહિ, જેમ કે ઊટ, એ વાગોળે છે પણ એની ખરીને ફાટ નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું; ઘોર ખોદિયું અને સસલું, એ વાગોળે છે, પણ એના પગને ફાટ નથી;
લેવીય 11 : 5 (GUV)
લેવીય 11 : 6 (GUV)
લેવીય 11 : 7 (GUV)
તમાંરે એને અશુદ્ધ ગણવાં, ડુક્કરના પગે ફાટ હોય છે, પણ એ વાગોળતું નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું.
લેવીય 11 : 8 (GUV)
તમાંરે તેનું માંસ ખાવું નહિ કે તેમના શબને અડવું નહિ. તમાંરે તેમને અશુદ્ધ ગણવાં.”
લેવીય 11 : 9 (GUV)
“જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો: ખારા પાણીનાં કે મીઠાં પાણીનાં બધાં પરવાળા તેમજ ભિંગડાઁવાળાં પ્રાણીઓ,
લેવીય 11 : 10 (GUV)
પરંતુ ખારા કે મીઠાં પાણીનાં નાનાં મોટાં જે પ્રાણીઓને કાં તો પર ન હોય કે ભિંગટાં પણ ન હોય તે તમે ખાઈ શકો નહિ, તમાંરા માંટે તે અશુદ્ધ છે.
લેવીય 11 : 11 (GUV)
તમાંરે તેમનું માંસ ખાવું જોઈએ નહિ કે તેમના શબને અડવું નહિ.
લેવીય 11 : 12 (GUV)
હું ફરીથી કહું છું કે જે કોઈ જળચર પ્રાણીને પર ન હોય કે ભિંગડાં ના હોય તે ખાવાની તમને મનાઈ છે.
લેવીય 11 : 13 (GUV)
“આટલાં પક્ષીઓમાંથી નીચેના તમાંરે ન ખાવા અને અછુત ગણવા: ગરૂડ તથા ફરસ તથા ગીધ;
લેવીય 11 : 14 (GUV)
બાજ, સમડી;
લેવીય 11 : 15 (GUV)
કાગડા બધી જ દાતના,
લેવીય 11 : 16 (GUV)
શાહમૃગ, રાતશકરી, શકરો, શાખાફ બધી જ જાતના
લેવીય 11 : 17 (GUV)
ચીબરી, કરઢોક, ધૂવડ;
લેવીય 11 : 18 (GUV)
રાજહંસ, ઢીંચ, ગીધ;
લેવીય 11 : 19 (GUV)
બગલો, બધી જ જાતનાં હંસ, લક્કડખોદ અને વાગોળ.
લેવીય 11 : 20 (GUV)
“બધા પાંખવાળા ચોપગા કીડાઓને તમાંરે ખાવા નહિ,
લેવીય 11 : 21 (GUV)
પણ જેઓ ઠેકડા માંરી કૂદકા માંરે છે તેમનામાંથી આટલા તમે ખાઈ શકો:
લેવીય 11 : 22 (GUV)
બધી જ જાતનાં તીડ, બધી જ જાતનાં તમરાં, બધી જ જાતના તીતીધોડા, દરેક રણનાં તીડ.
લેવીય 11 : 23 (GUV)
“તે સિવાયના જે સર્વ જંતુઓ ઊડે છે અને પગથી ચાલે છે કે પેટે ચાલે છે તે બધાને ખાવાની તમને મનાઈ છે.
લેવીય 11 : 24 (GUV)
“તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
લેવીય 11 : 25 (GUV)
જે કોઈ તેમના શબને ઉપાડી લે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવા. વિધિ પ્રમાંણે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
લેવીય 11 : 26 (GUV)
(26-27) “જે પશુઓને ફાટવાળી ખરીઓ હોય પણ તેમના બરાબર બે સરખા ભાગ થતાં ન હોય અથવા જે પશુઓ વાગોળતાં ના હોય, અથવા જે જે ચોપગાં રાની પશુઓ પંજા ઉપર ચાલતાં હોય તે બધાં પશુઓને અશુદ્ધ ગણવા જે કોઈ તેમના શબને અડે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
લેવીય 11 : 27 (GUV)
લેવીય 11 : 28 (GUV)
અને જે કોઈ તેમના શબને ઉપાડે, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. કારણ કે તે માંટેની તમને મનાઈ કરેલી છે.
લેવીય 11 : 29 (GUV)
“પેટે ચાલનારા આટલાં પ્રાણીઓની પણ તમને મનાઈ કરવામાં આવેલ છે: બધી જ જાતની ગરોળીઓ, નોળિયો, ઉદર,
લેવીય 11 : 30 (GUV)
ચંદન ધો, પાટલા ઘો, મગર સરડો તથા કાચીંડો.
લેવીય 11 : 31 (GUV)
પેટે ઘસીને ચાલનારાં પ્રાણીઓમાં આટલાંને તમાંરે અશુદ્ધ ગણવાં, જે કોઈ એમના શબને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
લેવીય 11 : 32 (GUV)
“જે કોઈ વસ્તુ ઉપર એમનું શબ પડે તે અશુદ્ધ ગણાય. એવી કોઈ પણ લાકડાની અથવા કપડાંની અથવા ચામડાની અથવા કંતાનની નિત્યના વપરાશની વસ્તુને પાણીમાં ધોઈ નાખવી. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તેનો ઉપયોગ થઈ શકે.
લેવીય 11 : 33 (GUV)
જો આમાંનું કોઈ પણ પ્રાણી એક માંટીનાં વાસણ પર મરીને પડે તો તેમાંની વસ્તુ અશુદ્ધ થઈ જાય, તેથી એ વાસણને તોડી નાંખવું.
લેવીય 11 : 34 (GUV)
જે કોઈ ખાવાના પદાર્થ પર એવાં માંટલામાંથી પાણી રેડયું હોય તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાંનું કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય.
લેવીય 11 : 35 (GUV)
જે કોઈ વસ્તુ પર આવા પ્રાણીનું શબ પડે તે અશુદ્ધ ગણાય, અને એ જો ભઠ્ઠી કે સગડી હોય તો તેને ભાંગી નાખવી. કારણ કે એ અશુદ્ધ છે, અને તમાંરે એને અશુદ્ધ ગણવી જોઈએ.
લેવીય 11 : 36 (GUV)
“જો આવું શબ પાણીના ટાંકામાં, કૂવામાં કે ઝરણાંમાં કે કોઈ જળાશયમાં પડે તો તે પાણી અશુદ્ધ ન ગણાય, જો કે જે કોઈ તેમનાં શબને અડે તે અશુદ્ધ ગણાય.
લેવીય 11 : 37 (GUV)
જો એમાંના કોઈનું શબ વાવવાના દાણા પર પડે તો તે શુદ્ધ રહે.
લેવીય 11 : 38 (GUV)
પણ જો તે દાણા ભીના હોય અને તેના પર શબ પડે, તો તમાંરે તેને અશુદ્ધ ગણવા.
લેવીય 11 : 39 (GUV)
“તમને ખાવાની છૂટ આપવામાં આવી છે એવું પ્રાણી મરી જાય; તો તેના શબને જે કોઈ અડે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
લેવીય 11 : 40 (GUV)
જે કોઈ એ શબમાંથી તેનું માંસ ખાય અથવા તેના શબને ઉઠાવીને દૂર લઈ જાય, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
લેવીય 11 : 41 (GUV)
“જમીન પર પેટ ઘસીને ચાલતાં તમાંમ નાનાં પ્રાણીઓ ખાવાની મનાઈ છે. માંટે તે ખાવાં નહિ.
લેવીય 11 : 42 (GUV)
સર્વ પેટે ચાલનારાં ચોપગાં કે વધુ પગવાળાં જમીન પર પેટે ચાલનારાં નાનાં પ્રાણી પણ તમાંરે ખાવા નહિ કારણ કે તે અશુદ્ધ છે.
લેવીય 11 : 43 (GUV)
તમાંરે એ પ્રાણીઓને તમને આભડવા દેવા નહિ, તમાંરે અશુદ્ધ ન બનવું.
લેવીય 11 : 44 (GUV)
કારણ કે હું યહોવા તમાંરો દેવ છું. આ બાબતો વિષે તમે તમાંરી જાતને પવિત્ર રાખો, કારણ, હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલતાં કોઈ પ્રાણીથી તમાંરે તમાંરી જાતને અભડાવવી નહિ.
લેવીય 11 : 45 (GUV)
હું યહોવા છું, જે તમને મિસરમાંથી લાવ્યો હતો જેથી હું તમાંરો દેવ બની શકું. તમાંરે પવિત્ર થવું જ જોઈએ. કેમકે હું પવિત્ર છું.”
લેવીય 11 : 46 (GUV)
એટલે પશુઓ, પક્ષીઓ, જળચર પ્રાણીઓ અને જમીન પર પેટઘસીને ચાલનારા જીવોને લગતો નિયમ આ મુજબ છે.
લેવીય 11 : 47 (GUV)
એનો હેતું અશુદ્ધ અને શુદ્ધ ખાદ્ય અને અખાદ્ય જીવોને જુદુ પાડવાનો છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47