ન્યાયાધીશો 5 : 1 (GUV)
તે દિવસે દબોરાહ અને અબીનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું.
ન્યાયાધીશો 5 : 2 (GUV)
“યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ! કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.
ન્યાયાધીશો 5 : 3 (GUV)
ઓ રાજાઓ, સાંભળો, હું યહોવાના ગીતો ગાઉં છું, હું ઈસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ ગાઉ છું.
ન્યાયાધીશો 5 : 4 (GUV)
હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા, તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા, અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી, આકાશ કંપતું હતું, અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.
ન્યાયાધીશો 5 : 5 (GUV)
સિનાઈના દેવ, યહોવાની સામે, ઈસ્રાએલના દેવ યહોવાની સામે પર્વતો પણ થરથરી ગયા.
ન્યાયાધીશો 5 : 6 (GUV)
આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ, અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ.
ન્યાયાધીશો 5 : 7 (GUV)
ઓ દબોરાહ, તું ઈસ્રાએલની માંતા સમી પ્રગટી ત્યાં સુધી ઈસ્રાએલનાં બધાં ગામડાંઓ બિલકુલ ઉજજડ-નિર્જન હતાં. ત્યાં ફકત મોટા નગરો હતાં.
ન્યાયાધીશો 5 : 8 (GUV)
ઈસ્રાએલીઓએ નવા દેવ પસંદ કર્યા, પછી તેઓને નગર દરવાજે લડવું પડતું હતું. ભલે તેઓ સંખ્યાની દૃષ્ટિએ 40,000 યોદ્ધાઓ હતાં, પરંતુ તેમની પાસે તરવાર કે બખ્તર નહોતાં!
ન્યાયાધીશો 5 : 9 (GUV)
હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી સૈનિકોને સોપી દઈશ, યહોવાની સ્તુતિ કરો!
ન્યાયાધીશો 5 : 10 (GUV)
અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ,
ન્યાયાધીશો 5 : 11 (GUV)
ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે. યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે. યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.
ન્યાયાધીશો 5 : 12 (GUV)
યહોવાના લોકો નગરમાંથી બહાર દોડી આવ્યા. દબોરાહ, ઊભી થા અને યહોવાની સ્તુતિ ગાઓ, અબીનોઆમના પુત્ર બારાક, ઊભો થા, અને દુશ્મનોને પકડી લે.
ન્યાયાધીશો 5 : 13 (GUV)
પછી યહોવાના લોકોમાંથી બચેલા શક્તિશાળી યોદ્ધાઓની સામે નીચે આવ્યા. યોદ્ધાઓની વિરૂદ્ધ તેઓ માંરી સાથે નીચે આવ્યા.
ન્યાયાધીશો 5 : 14 (GUV)
એફ્રાઈમના લોકો જેઓ અમાંલેકી વચ્ચે રહેતા હતાં, તે બિન્યામીન, તારા લોકો સાથે નીચે આવ્યા.” માંખીરથી સેનાપતિઓ કૂચ કરીને ધસી આવ્યા, ઝબુલોનના કુળસમૂહના અધિકારીઓ પણ આવી પહોંચ્યા.
ન્યાયાધીશો 5 : 15 (GUV)
ઈસ્સાખારના આગેવાનો દબોરાહ સાથે હતાં: ઈસ્સાખારના લોકો બારાકની સાથે રહ્યાં, તેના હુકમથી તેઓ લડાઈના મેદાનમાં ગયા. પણ રૂબેનના કુળનાં સૈનિકો લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યાં તેથી તેઓ લડવા માંટે ન ગયા.
ન્યાયાધીશો 5 : 16 (GUV)
કેમ તમે ઢોરની કોંઢમાં બેસી રહ્યાં હતાં? ઘેટાંના ટોળા માંટે વગાડવામાં આવતું સંગીત સાંભળતા રૂબેનના સૈનિકો લાંબા વખત સુધી ચર્ચા કરતા હતાં.
ન્યાયાધીશો 5 : 17 (GUV)
યર્દન નદીની બીજી બાજુએ ગિલયાદના લોકો ઘરમાં જ રહ્યાં, દાનના લોકો વહાણો પાસે શા માંટે રહ્યાં? આશેરના લોકો સમુદ્રકાંઠે રોકાઈ રહ્યાં, અને તેઓ ખાડી પાસે રાહ જોતા રહ્યાં.
ન્યાયાધીશો 5 : 18 (GUV)
પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો.
ન્યાયાધીશો 5 : 19 (GUV)
રાજાઓ આવ્યા અને તાઅનાખમાં આવેલી મગિદોના નદીની નજીક યુદ્ધ શરું થયું. કનાનના રાજાઓ યુદ્ધ ચડયા, પણ તેઓને લૂંટ તરીકે ચાંદી ન મળી, જેના માંટે તેઓ લડયા હતાં.
ન્યાયાધીશો 5 : 20 (GUV)
આકાશના તારાઓ પણ લડયા. તેઓ આકાશમાંના તેમના ભ્રમણ માંર્ગોમાંથી સીસરા સામે લડયા.
ન્યાયાધીશો 5 : 21 (GUV)
પ્રાચીન કીશોન નદીના ધસમસતા પૂર તેમને તાણી ગયા, ઓ માંરા આત્માં, મજબૂત બન અને આગળ ધસ.
ન્યાયાધીશો 5 : 22 (GUV)
જેવા ધોડાઓ પૂરપાટ દોડવા લાગ્યા કે તેમના દાબડા ભોંય પર પડધાવા લાગ્યા.
ન્યાયાધીશો 5 : 23 (GUV)
યહોવાનો દૂત કહે છે, “મેરોઝ પર શ્રાપ ઊતરશે, તેના વતનીઓ ઉપર શ્રાપ ઊતરશે.” તેઓ યહોવાની મદદે આવ્યા નહોતા; યોદ્ધાઓ વિરૂદ્ધ યહોવાને મદદ કરવા.
ન્યાયાધીશો 5 : 24 (GUV)
હેબેર કેનીની પત્ની યાએલ બધી સ્ત્રીઓથી વધારે આશીર્વાદિત થશે, તંબુઓમાં રહેનારી સ્ત્રીઓમાં એ સૌથી વધુ ભાગ્યશાળી છે.
ન્યાયાધીશો 5 : 25 (GUV)
સીસરાએ જ્યારે પાણી માંગ્યું તો એણે તેને કિંમતી દૂધ આપ્યું શ્રેષ્ઠ વાટકામાં.
ન્યાયાધીશો 5 : 26 (GUV)
તેણે હાથ લંબાવીને તંબુનો ખીલો લીધો, અને જમણે હાથે તેણે કારીગરનો હથોડો ઉપાડયો, પછી સીસરાના માંથામાં તે આરપાર ઠોકી દીધો.
ન્યાયાધીશો 5 : 27 (GUV)
તે યોએલના ચરણોમાં ઢળી પડયો અને જયાં પડયો ત્યાં જ મરી ગયો.
ન્યાયાધીશો 5 : 28 (GUV)
સીસરાની માં બારીમાંથી જોવા માંટે ડોકું કાઢે છે, અને મોટેથી ચીસ પાડે છે, “હજી તેનો રથ આવતો કેમ નથી? હજી તેના ઘોડા પાછા કેમ ફરતા નથી?”
ન્યાયાધીશો 5 : 29 (GUV)
તેથી તેણીની સખીઓમાંની સૌથી શાણીએ જવાબ આપ્યો. ચોક્કસ તે પોતાની જાતને કહી રહી હતી.
ન્યાયાધીશો 5 : 30 (GUV)
“તેઓ પુષ્કળ વસ્તુઓ લૂંટતા હશે અને ભાગ વહેંચતા હશે. પ્રત્યેક યોદ્ધાને માંટે એક સ્ત્રી, સીસરા માંટે બે રંગીને વસ્ત્રો, લૂંટારાની ગરદન માંટે ખૂબ મોંધી એક શાલ!”
ન્યાયાધીશો 5 : 31 (GUV)
આમ, ઓ યહોવા, તમાંરા સર્વ શત્રુઓ નાશ પામો, પરંતુ તારા ભકતો ઊગતા પ્રખર સૂર્યની જેમ ઝળહળી ઊઠો, ત્યારબાદ 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
❮
❯