Judges 21 : 1 (GUV)
ઈસ્રાએલીઓએ મિસ્પાહમાં પ્રતિજ્ઞા લીધી કે; તેઓમાંથી કોઈ પણ પોતાની પુત્રી બિન્યામીની કુળસમૂહમાં પરણાવશે નહિ.”
Judges 21 : 2 (GUV)
હવે ઈસ્રાએલીઓ બેથેલમાં સાથે મળ્યા અને દેવ સમક્ષ, સાંજ સુધી મોટેથી રડ્યા, અને મોટા સાદે કહેવા લાગ્યા:
Judges 21 : 3 (GUV)
“ઓ ઈસ્રાએલના દેવ યહોવા, આજે ઈસ્રાએલના પોતાના એક કુળસમૂહને ખોવાનું શાથી થયું?”
Judges 21 : 4 (GUV)
બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠ્યા અને ત્યાં એક વેદી બાંધી, દહનાર્પણ અને શાંત્યર્પણ તેના પર અર્પણ કર્યા.
Judges 21 : 5 (GUV)
અને તેમણે એકબીજાની તપાસ કરી અને પૂછયું, “ઈસ્રાએલના બધા કુળસમૂહોમાંથી યહોવાની સમક્ષ કયું કુળસમૂહ હાજર નથી? કારણ તેમણે મિસ્પાહમાં વચન આપ્યું હતું કે જે કોઈ પણ ઈસ્રાએલી યહોવાની સમક્ષ હાજર નહિ હોય તેનો વધ કરવામાં આવશે.
Judges 21 : 6 (GUV)
પોતાના ભાઈ બિન્યામીન કુળને ગુમાંવ્યાને લીધે સમગ્ર ઈસ્રાએલી પ્રજા ઊડું દુઃખ અનુભવતી હતી. તેઓ એક બીજાને કહેતા હતાં, સર્વનાશ થઈ ગયો, “આજે ઈસ્રાએલમાંથી એક કુળસમૂહ ભૂસાઈ ગયું.
Judges 21 : 7 (GUV)
તેથી તેઓ વિચાર કરવા લાગ્યા કે, હવે જે બચ્ચા છે તેઓને માંટે પત્નીઓ મેળવવા આપણે શું કરીશું? કારણ કે યહોવાની સાક્ષીએ આપણે વચન આપ્યું છે કે, અમે અમાંરી પુત્રીઓ તેમને પણાવીશું નહિ.”
Judges 21 : 8 (GUV)
પછી તેઓએ કહ્યું, “ઈસ્રાએલના સર્વ કુળસમૂહોમાંથી કોણ મિસ્પાહમાં યહોવા સમક્ષ આવ્યું નહોતું?” પછી તેઓને જાણ થઈ યાબેશ ગિલયાદથી છાવણી પર અને મિસ્પાહની સભામાં કોઈ આવ્યું નહોતું.
Judges 21 : 9 (GUV)
તેઓએ લોકોની ગણતરી કરી તો તેમને ખબર પડી કે યાબેશ-ગિલયાદથી કોઈ સભામાં ભાગ લેવા છાવણીમાં આવ્યું નહોતું.
Judges 21 : 10 (GUV)
આથી સભાએ પોતાના ઉત્તમ સૈનિકોમાંથી 12,000 ને યાબેશ-ગિલયાદના લોકોનો સ્ત્રીઓ અને બાળકોનો નાશ કરવા માંટે મોકલ્યા.
Judges 21 : 11 (GUV)
અને હુકમ કર્યો, “તમાંરે આમ કરવું જોઈએ; દરેક પુરુષ અને દરેક સ્ત્રી જેણે પણ પુરુષનો અનુભવ કર્યો હોય તે સૌને માંરી નાખો પરંતુ કુંવારી સ્ત્રીઓને માંરશો નહિ.”
Judges 21 : 12 (GUV)
તેઓને યાબેશ-ગિલયાદમાંથી 400 કુંવારી કન્યાઓ મળી, જેઓએ પુરુષ સાથે સંબંધ રાખ્યો નહોતો. અને તેઓને કનાનમાં શીલોહની છાવણીમાં લઈ આવ્યા.
Judges 21 : 13 (GUV)
ત્યાર પછી સભાના સમગ્ર લોકોએ બિન્યામીનના કુળસમૂહ જેઓ રિમ્મોનના કિલ્લા પર હતાં ત્યાં સંદેશવાહકને શાંતિ કરવા મોકલ્યો.
Judges 21 : 14 (GUV)
તેથી બિન્યામીનના કુળસમૂહ તે વખતે પાછા ફર્યા તેમને યાબેશ-ગિલયાદની જે સ્ત્રીઓને ઈસ્રાએલીઓએ માંરી નાખી હતી તે આપવામાં આવી, પણ તે સર્વ માંટે પત્નીઓ પૂરતા પ્રમાંણમાં નહોતી.
Judges 21 : 15 (GUV)
લોકો હજી બિન્યામીનીઓના કુળસમૂહ માંટે દુઃખી હતાં, કારણ કે યહોવાએ લગભગ ઈસ્રાએલીઓના આખા કુળસમહૂમાં ભંગાળ પાડયુ હતું.
Judges 21 : 16 (GUV)
ઈસ્રાએલના વડીલોએ ચર્ચા કરી. “બાકીના બિન્યામીનીઓને માંટે પત્ની મેળવવા આપણે શું કરીશું? બિન્યામીનીઓની બધી સ્ત્રીઓને તો માંરી નાખવામાં આવી છે.
Judges 21 : 17 (GUV)
તેઓ માંટે પત્નીઓ લાવવાનો કોઈક રસ્તો હોવો જોઈએ. ઈસ્રાએલી બિન્યામીનીઓનો વંશવેલો તો ચાલુ રાખવો જોઈએ.
Judges 21 : 18 (GUV)
ઈસ્રાએલની એક જાતિને ભૂંસાઈ જવા દેવાની નહોતી. પણ અમે અમાંરી પુત્રીઓ તેમને પરણાવી શકીએ તેમ નથી. કારણકે અમે પ્રતિજ્ઞા લીધી હતી: ‘જે કોઈ બિન્યામીનીઓને પુત્રી આપશે તેઓ શાપિત થશે.’
Judges 21 : 19 (GUV)
તેઓએ કહ્યું, “જુઓ, યહોવા માંટે બેથેલથી શખેમ જવાના મુખ્ય રસ્તાની પૂર્વ તરફ અને બેથેલની ઉપર તરફના નગરમાં અને દક્ષિણ લબોનાહમાં વાર્ષિક ધાર્મિક ઉત્સવ રાખવામાં આવ્યો.
Judges 21 : 20 (GUV)
તેથી તેમણે બિન્યામીનીઓને કહ્યું, “જાઓ, જઈને દ્રાક્ષની વાડીઓમાં લાગ જોતા છુપાઈ રહેજો.
Judges 21 : 21 (GUV)
શીલોહની કન્યાઓ નૃત્ય કરવા માંટે બહાર આવે ત્યારે ત્યાં ધસી જઈને તેઓને પકડી લેજો અને તમાંરી પત્ની થવાને માંટે તમાંરી સાથે તમાંરી ઘેર લઈ જજો.
Judges 21 : 22 (GUV)
જો તેમના પિતા કે ભાઈ અમાંરી આગળ ફરિયાદ કરે તો અમે તેમને કહેશું, ‘મહેરબાની કરીને, તેમને આ સ્ત્રીઓ રાખવા દો. કારણકે, અમે યાબેશ ગિલયાદના યુદ્ધમાં તેઓ માંટે પૂરતા પ્રમાંણમાં સ્ત્રીઓ લીધી નથી; અને તમે તમાંરી પુત્રીઓ તેમને આપી નથી એટલે તમાંરે માંથે દોષ નહિ આવે.”‘
Judges 21 : 23 (GUV)
બિન્યામીનીઓના કુળસમૂહે તે પ્રમાંણે કર્યુ: જ્યારે કન્યાઓ નૃત્ય કરતી હતી ત્યારે પ્રત્યેક વ્યક્તિએ એક કન્યા પસંદ કરી લીધી અને તેને તેઓના દેશમાં લઈ ગયા. તેમણે પોતાના નગરોનું પુનઃનિર્માંણ કર્યુ. અને તેમાં વસવાટ કર્યો.
Judges 21 : 24 (GUV)
પછી ઈસ્રાએલીઓ પણ શીલોહથી પોતપોતાના કુળસમૂહ અને કુટુંબ પ્રમાંણે પોતપોતાના વતનમાં પાછા ફર્યા.
Judges 21 : 25 (GUV)
એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો અને પ્રત્યેક વ્યક્તિ પોતાને મન ફાવે તે રીતે વર્તતો હતો. 

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: