Judges 16 : 1 (GUV)
પછી એક દિવસ સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો, ત્યાં તેણે એક વારાંગના જોઈ અને તે તેની પાસે ગયો.
Judges 16 : 2 (GUV)
ગાઝાનાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે, “સામસૂન ત્યાં આવ્યો છે,” એટલે તેઓ તેને ધેરી વળ્યા અને આખી રાત તેના બહાર આવવાની રાહ જોતા નગરના દરવાજે ટાંપીને તેને પકડવા માંટે બેસી રહ્યાં, આખી રાત એમ જ બેસી રહ્યાં. તેમણે વિચાર્યુ, “સવાર સુધી આપણે રાહ જોઈશું અને પછી તેને માંરી નાખીશું.”
Judges 16 : 3 (GUV)
પણ સામસૂન મધરાત સુધી સૂઈ રહ્યો અને અડધી રાતે ઊઠીને તેણે નગરના દરવાજાનાં બારણાં પકડીને અને બારસાખ તેમજ ભૂગળ જે દરવાજાને તાળુ માંરી દે તે બધું જ નીચે ખેંચી કાઢયું અને આ સર્વ ખભા ઉપર ઉપાડી લીધું અને તે બધું હેબ્રોન નગરની પાસે આવેલા પર્વતની ચોટ પર લઈ ગયો.
Judges 16 : 4 (GUV)
એ પછી સામસૂન સોરેકની ખીણમાં રહેતી દલીલાહ નામની એક સ્ત્રીના પ્રેમમાં પડયો.
Judges 16 : 5 (GUV)
નગરના પલિસ્તી શાસનકર્તાઓ દલીલાહ પાસે ગયા. અને કહ્યું, “સામસૂનને લલચાવીને તું જાણી લે કે, ‘એનામાં આટલી બધી શક્તિ કયાંથી આવે છે? અને અમે તેને કેવી રીતે બંદીવાન કરી શકીએ અને બાંધી શકીએ? અને અમે તેને કેવીરીતે લાચાર બનાવી શકીએ? તમે અમને આ સર્વ જણાવશો તો અમે તમને અગિયારસો ચાંદીના સિક્કા આપીશું.”
Judges 16 : 6 (GUV)
દલીલાહે સામસૂનને કહ્યું, “તારું મહાબળ શામાં રહેલું છે, તથા તું સાથી બંધાય કે જેથી તને દુઃખ દઈ શકાય તે તું કૃપા કરીને મને કહે.
Judges 16 : 7 (GUV)
સામસૂને કહ્યું, “મને જો તેઓ સાત લીલી પણછો કે જે સૂકાઈ ન હોયતે વડે બાંધે તો હું તેઓ જેવો દુર્બળ થઈ જાઉં.”
Judges 16 : 8 (GUV)
આથી પલિસ્તી સરદારોએ દલીલાહને સાત લીલી પણછો તેને બાંધવા જે સૂકાયેલી ન હતી આપી તેથી તેણે તેનો બાંધવા માંટે ઊપયોગ કર્યો.
Judges 16 : 9 (GUV)
સામસૂનને પકડવા થોડા માંણસો તેના ઓરડામાં સંતાયા હતાં. દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવે છે!” પણ અગ્નિ પાસે લઈ જતા જેમ શણની દોરી અચાનક તૂટી જાય તમે તેણે પણછો તોડી નાખી, આ રીતે તેની શક્તિનુ રહસ્ય તેઓ જાણી શકયા નહિ.
Judges 16 : 10 (GUV)
ત્યાર પછી દલીલાહે તેને કહ્યું, “તું માંરી મશ્કરી કરે છે! તે મને જૂઠું કહ્યું છે! કૃપા કરીને મને કહે, તને કેવી રીતે બાંધી શકાય?
Judges 16 : 11 (GUV)
તેણે કહ્યું, “જો મને કદી વપરાયાં ન હોય એવાં નવાંનકોર દોરડાં વડે બાંધે તો હું કોઈ પણ માંણસના જેવો દૂબળો થઈ જાઉં.”
Judges 16 : 12 (GUV)
દલીલાહે તેને નવાં દોરડાં લઈને તેના વડે બાંધી દીધો. પછી તેણે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવે છે! તેણે પોતાના ઓરડાનાં દરવાજાની બહાર માંણસોને સંતાડી રાખ્યા હતાં.” પણ સામસૂને પોતાને હાથે બાંધેલા નવા દોરડાંને તાંતણાની જેમ તોડી નાખ્યાં.
Judges 16 : 13 (GUV)
ત્યારે દલીલાહે સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તમે માંરી હાંસી ઉડાવી અને મને ખોટું કહ્યું, પણ હવે મને કહો, માંરે જો તમને બાંધવા હોય તો માંરે કેવી રીતે કરવું?”સામસૂને કહ્યું, “જો તું માંરા માંથાના વાળની સાત લટોને સાળનો ઊપયોગ કરી તેની સાથે ગૂંથી લે અને મને ખીલીથી જકડી દે, તો હું કોઈ પણ બીજા માંણસ જેવો જ દૂર્બળ થઈ જાઉં,” તેથી તેણે તેને ઊંધાડી દીધો.
Judges 16 : 14 (GUV)
તે જ્યારે ઊંધી ગયો ત્યારે તેણે સાળ લીધી અને તેની સાત લટોને ગૂંથી અને તંબુના ખીલા સાથે જકડી દીધી અને પછી બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે!” તે ઊંધમાંથી જાગ્યો અને તંબૂનો ખીલો ખેંચી કાઢયો અને પોતાના વાળની સાત લટોને છોડી નાખી.
Judges 16 : 15 (GUV)
આથી દલીલાહે તેને ઠપકો આપતાં કહ્યું, “જો તને માંરામાં વિશ્વાસ ના હોય તો તું કેવી રીતે કહી શકે કે તું મને પ્રેમ કરે છે? આ ત્રીજી વાર તે માંરી હાંસી ઉડાવી, અને હજુ સુધી તમે મને બતાવ્યું નથી કે આટલી બધી તાકાત તમાંરામાં શાથી છે?”
Judges 16 : 16 (GUV)
દલીલાહ દરરોજ તેને આ સવાલ પૂછતી અને દબાણ કરતી એટલે આખરે થાકીને તેણે તેને ક્યાંથી શક્તિ મળે છે, તે સાચું રહસ્ય જણાવી દીધું.
Judges 16 : 17 (GUV)
તેણે કહ્યું, “માંરા માંથાના વાળ કદી અસ્ત્રાથી કાપવામાં આવ્યા નથી, કારણ કે હું જન્મ્યો તે દિવસથી એક નાઝીરી થવા માંટે હું દેવને સમર્પિત થયેલો છું. જો માંરું માંથું મૂંડાવામાં આવે તો માંરી તાકાત જતી રહે અને હું બીજા સામાંન્ય માંણસ જેવો દૂર્બળ થઈ જાઉં.”
Judges 16 : 18 (GUV)
દલીલાહને લાગ્યું કે આખરે તેણે તેને સાચું કહ્યું હતું, આથી તેણે પલિસ્તી સરદારોને તેડવા માંણસો મોકલી કહેવડાવ્યું, “હવે આ વખતે છેલ્લી વાર તમે સૌ આવો. કારણ કે છેવટે તેણે મને પોતાની સાચી શક્તિના રહસ્ય વિશે મને કહ્યું છે.” આથી પલિસ્તી આગેવાનો તેઓની સાથે નાણાં લઈને આવ્યા.
Judges 16 : 19 (GUV)
દલીલાહે સામસૂનને પોતાના ખોળામાં ઊધાડી દીધો અને એક માંણસને બોલાવી તેના વાળની સાત લટો બોડાવી નખાવી; આ રીતે દલીલાહે તેને નિર્બળ બનાવી દીધો અને તેની તાકાત તેને છોડી ચાલી ગઈ.
Judges 16 : 20 (GUV)
ત્યાર પછી દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવ્યા છે!” તે ઊધમાંથી જાગી ઊઠયો અને વિચાર કરવા લાગ્યો કે, “હું ઝટકો માંરીને દર વખતની જેમ છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર ન પડી કે યહોવા તેને છોડીને જતાં રહ્યાં છે.
Judges 16 : 21 (GUV)
પલિસ્તીઓએ તેને પકડી લીધો અને તેની આંખો કાઢી નાખી, અને તેને ગાઝા લઈ ગયા, ત્યાં તેને પિત્તળની સાંકળોથી બાંધીને કેદખાનામાં અનાજ દળવાનું કામ સોંપવામાં આવ્યું.
Judges 16 : 22 (GUV)
પરંતુ તેના મૂંડી નાખેલા વાળ ફરી ઊગવા માંડયા.
Judges 16 : 23 (GUV)
પલિસ્તી આગેવાનોએ તેમના દેવ દાગોનને મોટો ઉત્સવ અને અર્પણો આપવા માંટે તૈયારી કરતા હતાં અને આનંદ કરવા ભેગા થયા. તેઓ કહેતા હતાં, “આપણા દેવે, આપણા શત્રુ સામસૂનને આપણા હવાલે કરી દીધો છે.”
Judges 16 : 24 (GUV)
અને તેને જોઈને તેઓએ તેમના દેવની સ્તુતિ કરી અને કહ્યું, આપણા દેવે આપણા શત્રુને આપણે હવાલે કરી દીધો છે.“જે માંણસે દેશનો નાશ કર્યો, અને જેણે આપણાં લોકોને માંરી નાખ્યા હવે તે આપણા કબજામાં છો!”
Judges 16 : 25 (GUV)
નશાની હાલતમાં તેઓએ કહ્યું, “સામસૂનને બોલોવો; જેથી તે અમાંરું મનોરંજન કરી શકે!” આમ સામસૂનને કેદખાનામાંથી બહાર લાવવામાં આવ્યો અને તેણે તેઓ માંટે અભિનય કર્યો. પછી તેને મંદિરના બે થામભલાઓની વચ્ચે ઊભો રાખવામાં આવ્યો.
Judges 16 : 26 (GUV)
સામસૂને જે છોકરાએ તેનો હાથ પકડી રાખ્યો હતો, તેને કહ્યું, “મને એવી રીતે ઊભો રાખ કે મંદિરના મુખ્ય થાંભલાને હું અડી શકું, જેથી હું તેને અઢેલી આરામ કરી શકું.”
Judges 16 : 27 (GUV)
મંદિર સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ ભરેલું હતું. બધા જ પલિસ્તી સરદારો ત્યાં હાજર હતાં. અને આશરે 3,000 સ્ત્રી પુરુષો ધાબા ઉપરથી સામસૂનના ખેલ જોતાં હતાં,
Judges 16 : 28 (GUV)
પછી સામસૂને યહોવાને પોકાર કરીને કહ્યું, “ઓ સર્વસમર્થ યહોવા, મને સાંભળો, અને આ છેલ્લી વાર મને શક્તિ આપો કે જેથી હું માંરી આંખો માંટે પલિસ્તીઓ ઉપર બદલો લઈ શકું.”
Judges 16 : 29 (GUV)
પછી મંદિરના બે ટેકારૂપ વચ્ચેના થાંભલાને તેણે બાથમાં લીધા, તેણે જમણો હાથ એક થાંભલા ઉપર અને ડાબો હાત બીજા થાંભલા ઉપર મૂકીને બધું વજન તેના ઉપર નાખ્યું અને પોકાર કર્યો,
Judges 16 : 30 (GUV)
સામસૂને કહ્યું, “મને પલિસ્તીઓની સાથે મરવા દો.” પછી તેણે મંદિરના થાંભલા પર સંપૂર્ણ બળ વાપરીને નીચે એવી રીતે ખેચી પાડ્યા કે તે મંદિરના તમાંમ લોકો ઉપર તૂટી પડે જેમાં પલિસ્તીના આગેવાનો પણ હતાં આમ, તેણે ઘણા માંણસો માંરી નાખ્યા તે મરી રહ્યો હોવાથી તેણે જેટલા લોકોને માંર્યા હતાં તેના કરતા વધારે સંખ્યામાં લોકોને માંર્યા.
Judges 16 : 31 (GUV)
પછીથી તેના ભાઈઓ અને તેનું આખુ કુટુંબ તેનો મૃતદેહ લેવા માંટે આવ્યાં. તેઓ તેને સોરાહ અને એશ્તાઓલ વચ્ચે આવેલી તેના પિતા માંનોઆહની કબરે લઈ ગયા; તેઓ તેને ત્યાં લઈ ગયા અને તેને દફનાવ્યો, તેણે વીસ વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો હતો.
❮
❯