Joshua 5 : 1 (GUV)
જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં.
Joshua 5 : 2 (GUV)
એ વખતે યહોવાએ યહોશુઆને કહ્યું, “ચકમકનાં પથ્થર માંથી તીક્ષ્ણ છરીઓ બનાવ, અને ઇસ્રાએલીઓની સુન્નત કર.”
Joshua 5 : 3 (GUV)
તેથી યહોશુઆએ તીક્ષ્ણ ચપ્પુ બનાવી અને ગીબત હેરોલોથ ઉપર ઇસ્રાએલીઓની સુન્નત કરી.
Joshua 5 : 4 (GUV)
યહોશુઆએ બધાં ઇસ્રાએલી પુરુષોની સુન્નત કરી. તેને આમ કેમ કર્યું તેનું આ કારણ છે:
Joshua 5 : 5 (GUV)
ઇસ્રાએલના લોકોએ મિસર છોડ્યા પછી જે પુરુષો સેનામાં રહી શકે તેવા હતા તેઓની સુન્નત કરવામાં આવી હતી
Joshua 5 : 6 (GUV)
રણમાં રહેતા ત્યારે ઘણા લડાકુ લોકોએ યહોવાનું માંન્યું નહિ તેથી યહોવાએ વચન આપ્યું તે લોકો “વધારે અનાજ ઉગે છે” તે જમીન નહિ જોવે. યહોવાએ આપણા પૂર્વજોને તે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું. પણ તે માંણસોને કારણે દેવે લોકોને 40 વર્ષ રણમાં ભટકવાની ફરજ પાડી તે રીતે તે લડતા લોકો મરી જશે. તે બધાં લડતા લોકો મરી ગયા અને તેમના પુત્રોએ તેઓની જગ્યાં લીધી.
Joshua 5 : 7 (GUV)
પણ મિસરમાંથી પ્રવાસ દરમ્યાન જેઓ રણમાં જન્મ્યા હતા તેમાંનાં એકેય છોકરાની સુન્નત નહોતી થઈ. તેથી યહોશુઆએ તેમની સુન્નત કરી.
Joshua 5 : 8 (GUV)
યહોશુઆએ બધાં પુરુષોની સુન્નત કરાવવાનું પૂરું કર્યુ. બધાં પુરુષોના ઘા રુઝાયા ત્યાં સુધી લોકો પોતપોતાને ઠેકાણે છાવણીમાં રહ્યાં.
Joshua 5 : 9 (GUV)
પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમાંરામાંથી દોષ દૂર કર્યો છે જે તમને મિસરમાં હતો.” તેથી આજથી આ જગાને ગિલ્ગાલ કહેવાશે અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
Joshua 5 : 10 (GUV)
યરીખોના મેદાનો પર આવેલા ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓએ છાવણી કરી હતી ત્યારે તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે પાસ્ખા પર્વ ઊજવ્યું.
Joshua 5 : 11 (GUV)
પાસ્ખાપર્વ ઉજાણીના બીજે દિવસે તેઓએ ખેતરોમાં ઉગેલું અનાજ ખાધું; એટલે તેજ દિવસે આથા વગરની રોટલી અને ભૂંજેલા ધાન્ય ખાધું.
Joshua 5 : 12 (GUV)
જેવું લોકોએ પ્રદેશની ઉપજનું અનાજ ખાધુ કે બીજી સવારથી સ્વર્ગમાંથી આવતો ખાસ ખોરાક (માંન્ના) બંધ થઈ ગયું અને તે વર્ષે તેઓએ કનાના ભૂમિમાં પાકતું ધાન્ય ખાધું.
Joshua 5 : 13 (GUV)
જયારે યહોશુઆ યરીખો નજીક પહોંચ્ચોં ત્યારે તેણે પોતાની સામે ખુલ્લી તરવાર લઈને ઊભેલો એક માંણસ જોયો. તેથી યહોશુઆએ તેને પૂછયું, “તું કોના તરફ છે? તું અમાંરો મિત્ર છે કે દુશ્મન?”
Joshua 5 : 14 (GUV)
તેણે પ્રત્યુત્તર આપ્યો, “હું તો એકે નથી,” પણ હું તો યહોવાની સેનાનો સેનાધિપતિ છું. અને એ તમને કહેવા માંટે આવ્યો છું. યહોશુઆએ તેને જમીન પર મોઢું કરીને ભજન કરીને કહ્યું, “માંરા માંલિકની તેના સેવકને શી આજ્ઞા છે?”
Joshua 5 : 15 (GUV)
યહોવાની સેનાના સેનાપતિએ તેને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ, કારણ કે તું જે ભૂમિ પર ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

BG:

Opacity:

Color:


Size:


Font: