Joshua 14 : 1 (GUV)
આ ભૂમિઓ કનાનમાં છે જે ઇસ્રાએલીઓએ ફાળવણી દ્વારા મેળવી. વહેચણી યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહોના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
Joshua 14 : 2 (GUV)
યહોવાએ મૂસાને સાડા નવ કુળસમૂહો વચ્ચે ચિઠ્ઠી નાખીને પ્રદેશની વહેંચણી કેમ કરવી તેની આજ્ઞા આપી હતી.
Joshua 14 : 3 (GUV)
મૂસાએ યર્દન નદીની પૂર્વે. રૂબેનના કુળસમૂહો, ગાદ અને મનાશ્શાના અડધાકુળને ભૂમિ આપી દીધી હતી. પણ તેણે લેવીકુળ સમૂહોને કોઈ પ્રદેશ આપ્યો નહોતો.
Joshua 14 : 4 (GUV)
યૂસફના વંશજો બે કુળસમૂહોમાં વહેંચાયેલા હતા: મનાશ્શા અને એફ્રાઈમ. તેઓમાંના દરેકે થોડી જમીન મેળવી. પણ લેવીઓને જમીનનો કોઈ ભાગ ન મળ્યો. રહેવા અને તેમનાં ઢોરઢાંખર માંટે, તેઓએ અમુક શહેરો અને તેમના ખેતરો મેળવ્યાં.
Joshua 14 : 5 (GUV)
જે પ્રમાંણે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તે મુજબ ઇસ્રાએલીઓએ ભૂમિ વહેંચી લીધી.
Joshua 14 : 6 (GUV)
એક દિવસ યહૂદાના કુળસમૂહના લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યાં. તેઓમાંના એક કનિઝઝી, કાલેબે તેમને કહ્યું, “દેવના માંણસ મૂસાએ કાદેશ-બાર્નેઆમાં તમાંરા અને માંરા વિષે શું કહ્યું હતું તે તમે જાણો છો?
Joshua 14 : 7 (GUV)
યહોવાના સેવક મૂસાએ મને અમે જઈ રહ્યાં હતાં તે ભૂમિ જોવા મોકલ્યો. તે સમયે હું 40 વર્ષનો હતો. જ્યારે હું પાછો આવ્યો મે મૂસાને જમીન વિશે જે વિચાર્યુ તે કહ્યું.
Joshua 14 : 8 (GUV)
હું એક પ્રમાંણિક અહેવાલ લાવ્યો, પણ માંણસો જે માંરી સાથે આવ્યા હતાં, તેઓએ લોકોને તેમના અહેવાલ વડે નિરૂસ્તાહ કર્યા. પણ હું માંરા યહોવા દેવમાં શ્રદ્ધા રાખી રહ્યો.
Joshua 14 : 9 (GUV)
પછી તે દિવસે મૂસાએ મને વચન આપ્યું હતું, “તમે યહોવા માંરા દેવને સંનિષ્ઠ હતાં. તેથી જે કોઈ જમીન પર તમે ચાલો, તે તમને અને તમાંરા વંશજોને સદાને માંટે આપી દેવામાં આવશે.”
Joshua 14 : 10 (GUV)
“હવે જો, યહોવાએ મને હજી 45 વર્ષ સુધી જીવતો રાખ્યો છે. તેના મૂસાના વચન પ્રમાંણે જે ઇસ્રાએલીઓ રણમાંથી મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે આપવામાં આવ્યું હતું. અને હવે હું 85 વર્ષનો છું.
Joshua 14 : 11 (GUV)
આજે હું 85 વર્ષનો થયો છું. અને મૂસાએ મને જાસૂસી કરવા મોકલ્યો ત્યારે હતો, તેવો જ હું મજબૂત છું. આજે પણ માંરામાં યુદ્ધમાં જવાની ને બધાં કામો કરવાની શક્તિ તે વખતે હતી તેટલી જ છે.
Joshua 14 : 12 (GUV)
હવે મને પર્વત દેશ આપ જેનુ વચન યહોવાએ બહુ પહેલા આપ્યું હતું. તે સમયે તમને માંહિતગાર કરવામાં આવ્યાં હતાં કે, અનાકીઓ ત્યાં રહેલાં અને તેઓનાં શહેરો બહું મોટાં અને કિલ્લેબંધ હતાં. કદાચ મને યહોવાનો સાથ મળી રહેશે અને હું યહોવા દ્વારા અપાયેલા વચન પ્રમાંણે તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”
Joshua 14 : 13 (GUV)
તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો.
Joshua 14 : 14 (GUV)
આજે પણ હેબ્રોનની ભૂમિ યફૂન્નેહના દીકરા કાલેબના કુટુંબના હાથમાં છે, કારણ તેણે ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞાનું નિષ્ઠાથી પાલન કર્યું હતું.
Joshua 14 : 15 (GUV)
આ પહેલા હેબ્રોન કિર્યાથ-આર્બા તરીકે જણીતું હતું. આર્બા અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો. ત્યારે તે પ્રદેશમાં શાંતિ હતી.
❮
❯