યહોશુઆ 13 : 1 (GUV)
હવે યહોશુઆ ખૂબ વૃદ્ધ થયો હતો અને યહોવાએ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, અને હજી બીજાં ઘણાં રાજ્યો જીતવાના બાકી છે, જે આ પ્રમાંણે છે:
યહોશુઆ 13 : 2 (GUV)
પલિસ્તીઓનો સમગ્ર પ્રદેશ. ગશૂરીઓનો સમગ્ર પ્રદેશ,
યહોશુઆ 13 : 3 (GUV)
મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ,
યહોશુઆ 13 : 4 (GUV)
દક્ષિણમાં કનાનીઓની બધી ભૂમિ અને મઆરાહ જે સિદોની લોકોના કબજમાં હતો તથા એમોરીઓની સરહદમાં આવેલ એફેક,
યહોશુઆ 13 : 5 (GUV)
અને ગબાલીઓનો પ્રદેશ. અને પૂર્વ તરફનું આખું લબાનોન, હેર્મોન પર્વત નીચે બઆલ-ગાદથી લબનોન સુધી,
યહોશુઆ 13 : 6 (GUV)
“લબાનોન થી મિસ્રેફોથ-માંઈમ સુધીના પર્વતીય દેશમાં રહેતા બધા સિદોની લોકો, ઇસ્રાએલી લોકોની સામે હું પોતેજ તેઓને હાંકી કાઢીશ. મેં તમને આજ્ઞા કરી હતી તેમ તમે ઇસ્રાએલીઓ વચ્ચે ભૂમિના ભાગલા પાડો ત્યારે આ ભૂમિ આવરી લેવાની ખાતરી કરો.
યહોશુઆ 13 : 7 (GUV)
હવે આ ભૂમિને નવ કુળસમૂહો અને મનાશ્શાના અર્ધા કુળસમૂહ વચ્ચે વહેંચી આપ.”
યહોશુઆ 13 : 8 (GUV)
રૂબેન અને ગાદના કુળસમૂહો અને મનાશ્શા કુળના બાકીના અડધાને યર્દન નદીને પૂર્વની જમીન મળી જે દેવના સેવક મૂસાએ તેમને આપી હતી.
યહોશુઆ 13 : 9 (GUV)
તેણે આ ભૂમિ આર્નોન ખીણની ધારે આવેલ અરોએરથી અને શહેર કે જે ખીણની વચ્ચે છે અને દીબોનથી મેદબા સુધીનો સમગ્ર સપાટ પ્રદેશ કબ્જે કર્યા હતાં.
યહોશુઆ 13 : 10 (GUV)
અમોરી રાજા સીહોન જે હેશ્બોનથી ઓમ્મોનીટસની સરહદ સુધી રાજ્ય કરતો હતો, તેનાં બધાં શહેર.
યહોશુઆ 13 : 11 (GUV)
અને ગિલયાદ; ગશૂર અને માંઅખાથ પ્રદેશ; હેર્મોન પર્વતનો સમગ્ર પ્રદેશ; બધું બાશાન છેક સાલખાહ,
યહોશુઆ 13 : 12 (GUV)
ઓગ જેણે બાશાનમાં આશ્તારોથમાં અને એડ્રેઈમાં રાજ્ય કર્યુ તેનું સમગ્ર રાજ્ય તે ભૂમિ પર હતું. તે રફાઈઓનાં છેલ્લામાંનો એક હતો, કારણ મૂસાએ રેફાઈઓ પર હુમલો કર્યો હતો અને તેમને દૂર ખસેડી દીધાં હતાં.
યહોશુઆ 13 : 13 (GUV)
પણ ઇસ્રાએલીઓએ ગશૂરીઓને અને માંઅખાથીઓને હાંકી કાઢયા ન હતાં. તેઓ આજે પણ ઇસ્રાએલના લોકો વચ્ચે રહે છે.
યહોશુઆ 13 : 14 (GUV)
ફક્ત લેવી કુળસમૂહને કોઈ પણ ભૂમિ મળી ન હતી. તેઓનો ભાગ ફક્ત ઇસ્રાએલના દેવ યહોવાને અર્પાતા દહનાર્પણો માંથી જ મળતો હતો જેમ યહોવાએ તેમને વચન આપ્યું હતું.
યહોશુઆ 13 : 15 (GUV)
મૂસાએ રૂબેનના કુળસમૂહને ભૂમિ આપી તેમની ટોળીઓ દ્વારા.
યહોશુઆ 13 : 16 (GUV)
તેઓને પ્રાપ્ત થયેલો અરોએરનો પ્રદેશ જે અર્નોની ખાડીની ધારે આવેલો છે, અને નગર જે ખીણની મધ્યમાં આવેલું છે, અને મેદબાનો સમગ્ર સપાટ પ્રદેશ.
યહોશુઆ 13 : 17 (GUV)
અને હેશ્બોનની સપાટ ભૂમિ અને તેના બધા નગરો, દીબોન, બામોથ-બઆલ, બેથ-બઆલમેઓન,
યહોશુઆ 13 : 18 (GUV)
યાહાસ, કદેમોથ, મેફાઆથ,
યહોશુઆ 13 : 19 (GUV)
કિર્યાથાઈમ, સિબ્માંહ, ખીણમાંના ડુંગર ઉપરનું સેરેથશાહાર,
યહોશુઆ 13 : 20 (GUV)
બેથ-પેઓર, પિસ્ગાહ અને બેથયશીમોથની ટેકરીઓ,
યહોશુઆ 13 : 21 (GUV)
ભૂમિમાં સપાટ ભૂમિમાં બધાં નગરો અને અમોરી રાજા સીહોન જે હેશ્બોનમાં રાજ્ય કરતો હતો તેના બધા રાજ્યોનો સમાંવેશ થતો હતો. મૂસાએ તેને અને મિધાઅનના નેતાઓ તથા અવી, રેકેમ, સૂર, હૂર અને શિઓનનારેબાને પણ હરાવ્યા હતા.
યહોશુઆ 13 : 22 (GUV)
જે લોકોને ઇસ્રાએલીઓએ યુદ્ધમાં માંરી નાખ્યા હતાં તેમાં બયોર ના દીકરા બલામ કે જે એક ભૂવો હતો તેનો પણ સમાંવેશ થતો હતો.
યહોશુઆ 13 : 23 (GUV)
રૂબેનીઓની સરહદ યર્દન નદી અને તેના કાંઠાનો પ્રદેશ હતો, રૂબેનીઓને આ રગ્યા તેમની ટોળીઓ દ્વારા આપવામાં આવી હતી. જેઓને આ શહેરો ગામો સાથે આપવામાં આવ્યા હતાં.
યહોશુઆ 13 : 24 (GUV)
મૂસાએ ગાદ કુળસમૂહને પણ તેમની ટોળીઓ પ્રમાંણે ભૂમિ આપી હતી.
યહોશુઆ 13 : 25 (GUV)
તેમની પાસે યાઝેરની ભૂમિ, ગિલયાદના બધાં શહેરો અને અમોરીઓની અડધી ભૂમિથી છેક અરોએર સુધી, જે રાબ્બાહની પૂર્વે છે તે હતાં.
યહોશુઆ 13 : 26 (GUV)
એ પ્રદેશ હેશ્બોનથી તે રામાંથ-મિસ્પાહ અને બટોનીમ સુધી અને માંહનાઈમથી દબીરની સરહદ સુધી વિસ્તરેલો હતો.
યહોશુઆ 13 : 27 (GUV)
અને ખીણમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ, સુક્કોથ અને સાફોન અને હેશ્બોનના રાજા સીહોનનુ બાકીનું રાજ્ય. ઉત્તરમાં ગાલિલના સરોવરનો પ્રદેશ, યર્દન નદીના પુર્વકાંઠા સુધીનો બધાં પ્રદેશ આવરી લેવાયેલો હતો, જે તેમની પશ્ચિમ સરહદ હતી.
યહોશુઆ 13 : 28 (GUV)
ગાદના કુળસમૂહોએ તે ટોળીઓ પ્રમાંણે પ્રાપ્ત કરી, તેમાં શહેરો અને તેના ગામડાઓનો સમાંવેશ થતો હતો.
યહોશુઆ 13 : 29 (GUV)
મૂસાએ મનાશ્શાના અર્ધા કુળસમૂહને તેમની ટોળીઓ પ્રમાંણે જમીન આપી હતી. મનાશ્શા કુળસમૂહના અડધા કુટુંબોને આ પ્રદેશ મળ્યો હતો.
યહોશુઆ 13 : 30 (GUV)
તેઓની હદ માંહનાઈમથી, આખું બાશાન, બાશાનના રાજા ઓગનું સમગ્ર રાજ્ય, બાશાનમાં આવેલા યાઈરનાં બધા શહેરો, કુલ 60 નગરો,
યહોશુઆ 13 : 31 (GUV)
અને અડધું ગિલયાદ, બાશાનના નગરો આશ્તારોથ અને એડેઈ જ્યાં ઓગ રાજા રહેતો આ બધી ભૂમિ મૂસાએ મનાશ્શાના દીકરા માંખીરના અડધા કુટુંબોને આપી હતી.
યહોશુઆ 13 : 32 (GUV)
તેમજ મૂસાએ તેઓને યર્દન નદી પાર, યરીખો પૂર્વે, મોઆબનો સપાટ પ્રદેશ આપ્યો હતો.
યહોશુઆ 13 : 33 (GUV)
પરંતુ મૂસાએ લેવીના કુળસમૂહને કોઈ ભૂમિ આપી ન હતી. યહોવાએ પોતે જ તેમનો ભાગ થવાનું વચન તેમને આપ્યું હતુ. ઇસ્રાએલનો દેવ યહોવા એ જ તમાંરો ભાગ છે વતન વારસો છે, તમાંરી સર્વ જરૂરિયાતોનો સ્ત્રોત માંત્ર છે; અને તેથી યહોવા જ તેઓની પ્રત્યેક જરૂરિયાતની કાળજી રાખશે.
❮
❯