યોહાન 14 : 1 (GUV)
તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.
યોહાન 14 : 2 (GUV)
મારા પિતાના ઘરમાં રહેવાનાં ખંડ ઘણા છે, નહિ તો હું તમને કહેત; કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું.
યોહાન 14 : 3 (GUV)
અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ. જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ [રહો].
યોહાન 14 : 4 (GUV)
જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.”
યોહાન 14 : 5 (GUV)
થોમા તેમને કહે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી. ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ?”
યોહાન 14 : 6 (GUV)
ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.
યોહાન 14 : 7 (GUV)
તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત. હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.”
યોહાન 14 : 8 (GUV)
ફિલિપ તેમને કહે છે, “પ્રભુ અમને પિતા બતાવો, એટલે અમારે બસ છે.”
યોહાન 14 : 9 (GUV)
ઈસુ તેને કહે છે, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા બતાવો.
યોહાન 14 : 10 (GUV)
હું પિતામાં છું ને પિતા મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાનાં કામ કરે છે.
યોહાન 14 : 11 (GUV)
હું પિતામાં છું અને પિતા મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો; નહિ તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો.
યોહાન 14 : 12 (GUV)
હું તમને ખચીત ખચીત કહું છું કે, હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે, અને એના કરતાં પણ મોટાં કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.
યોહાન 14 : 13 (GUV)
અને જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, જેથી પિતા દીકરામાં મહિમાવાન થાય.
યોહાન 14 : 14 (GUV)
જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો, તો તે હું કરીશ.
યોહાન 14 : 15 (GUV)
જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો.
યોહાન 14 : 16 (GUV)
અને હું પિતાને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે,
યોહાન 14 : 17 (GUV)
એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે; કેમ કે તેને તે જોતું નથી, અને તેને ઓળખતું નથી. [પણ] તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે, અને તમારામાં વાસો કરશે.
યોહાન 14 : 18 (GUV)
હું તમને અનાથ નહિ મૂકીશ, હું તમારી પાસે આવીશ.
યોહાન 14 : 19 (GUV)
થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો.
યોહાન 14 : 20 (GUV)
તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું, અને તમે મારામાં છો, અને હું તમારામાં છું.
યોહાન 14 : 21 (GUV)
જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”
યોહાન 14 : 22 (GUV)
યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો, તે તેમને પૂછે છે કે, “પ્રભુ તમે અમારી આગળ પોતાને પ્રગટ કરશો, અને જગતની આગળ નહિ, એનું શું કારણ છે?”
યોહાન 14 : 23 (GUV)
ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.
યોહાન 14 : 24 (GUV)
જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારાં વચન પાળતો નથી. અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી, પણ પિતા જેમણે મને મોકલ્યો છે તેમનું છે.
યોહાન 14 : 25 (GUV)
હજી હું તમારી સાથે રહું છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યાં છે.
યોહાન 14 : 26 (GUV)
પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.
યોહાન 14 : 27 (GUV)
હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.
યોહાન 14 : 28 (GUV)
હું જાઉં છું, ને તમારી પાસે [પાછો] આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત. કેમ કે મારા કરતાં પિતા મોટા છે.
યોહાન 14 : 29 (GUV)
જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે.
યોહાન 14 : 30 (GUV)
હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી.
યોહાન 14 : 31 (GUV)
પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું, અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું [એ માટે આ થાય છે]. ઊઠો, અહીંથી આપણે જઈએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: