યશાયા 52 : 1 (GUV)
હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.
યશાયા 52 : 2 (GUV)
હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને બેઠી થા; હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.
યશાયા 52 : 3 (GUV)
કેમ કે યહોવા કહે છે, “તમે મફત વેચાયા હતા, અને નાણાં વિના તમે છોડાવી લેવાશો.”
યશાયા 52 : 4 (GUV)
કેમ કે પ્રભુ યહોવા કહે છે, “પ્રથમ મારા લોક મિસરમાં પ્રવાસ કરવા માટે ગયા; અને આશૂરે વિના કારણ તેમના પર જુલમ કર્યો.”
યશાયા 52 : 5 (GUV)
પણ હવે યહોવા કહે છે, “અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વગર કારણે લઈ જવામાં આવ્યા છે; તેમના અધિકારીઓ બૂમ પાડે છે, ” એમ યહોવા કહે છે; “અને નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે.
યશાયા 52 : 6 (GUV)
તે માટે મારા લોકો મારું નામ જાણશે; અને, હું આ રહ્યો, એવું બોલનાર તે હું છું, એમ તે દિવસે તેઓ જાણશે.”
યશાયા 52 : 7 (GUV)
જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણથી વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, “તારો ઈશ્વર રાજ કરે છે, ” તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!
યશાયા 52 : 8 (GUV)
સાંભળ, તારા ચોકીદારોની વાણી! તેઓ મોટે સાદે પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે; કેમ કે યહોવા શી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જુએ છે.
યશાયા 52 : 9 (GUV)
યરુશાલેમનાં ખંડિયેર, તમે બધા હર્ષનાદ કરવા માંડો; કેમ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.
યશાયા 52 : 10 (GUV)
યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.
યશાયા 52 : 11 (GUV)
જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;
યશાયા 52 : 12 (GUV)
કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, ને નાસીને જવાનું નથી; કેમ કે યહોવા તમારી આગળ ચાલશે, ને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.
યશાયા 52 : 13 (GUV)
જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે, તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે, તથા અતિ મહાન થશે.
યશાયા 52 : 14 (GUV)
જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને વિસ્મિત થયા (તેનો ચહેરો અને તેનું રૂપ એવાં વિરૂપ થયાં હતાં કે તે જાણે માણસ જ ન હોય),
યશાયા 52 : 15 (GUV)
તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનાં મુખ બંધ રાખશે; કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે; અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

BG:

Opacity:

Color:


Size:


Font: