યશાયા 25 : 1 (GUV)
હે યહોવા, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદભુત કાર્યો કર્યાં છે, તમે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડયા છે.
યશાયા 25 : 2 (GUV)
કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; તમે મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે. પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.
યશાયા 25 : 3 (GUV)
તેથી સમર્થ લોકો તમારો મહિમા ગાશે, ભયંકર પ્રજાઓનું શહેર તારાથી બીશે.
યશાયા 25 : 4 (GUV)
જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો.
યશાયા 25 : 5 (GUV)
સૂકી જગામાંના તેડકાની જેમ તમે પરદેશીઓનો ગર્વ નરમ પાડશો. જેમ વાદળાની છાયાથી તડકો [ઓછો લાગે છે] તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે.
યશાયા 25 : 6 (GUV)
વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.
યશાયા 25 : 7 (GUV)
અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો, તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે.
યશાયા 25 : 8 (GUV)
પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.
યશાયા 25 : 9 (GUV)
તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવા છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”
યશાયા 25 : 10 (GUV)
કેમકે યહોવાનો હાથ આ પર્વત પર થોભશે, ને જેમ ઉકરડાના પાણીમાં ખડ ખૂંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખૂંદાશે.
યશાયા 25 : 11 (GUV)
જેમ તરનાર તરવા માટે હાથ પસારે છે, તે પ્રમાણે તેમાં તે હાથ પસારશે; અને તેના હાથની ચાલાકી છતાં તે તેના ગર્વને ઉતારી નાખશે.
યશાયા 25 : 12 (GUV)
તે તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: