હિબ્રૂઓને પત્ર 3 : 1 (GUV)
એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.
હિબ્રૂઓને પત્ર 3 : 2 (GUV)
જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ એ પોતાના નીમનાર પ્રત્યે વિશ્વાસુ હતા.
હિબ્રૂઓને પત્ર 3 : 3 (GUV)
કેમ કે જેમ ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન [ઘટે] છે, તેમ એમને મૂસા કરતાં વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યા છે.
હિબ્રૂઓને પત્ર 3 : 4 (GUV)
કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ બધી વસ્તુઓના સર્જનહાર તો ઈશ્વર છે.
હિબ્રૂઓને પત્ર 3 : 5 (GUV)
મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા માટે, [ઈશ્વરના] આખા ઘરમાં સેવકની જેમ વિશ્વાસુ હતો ખરો;
હિબ્રૂઓને પત્ર 3 : 6 (GUV)
પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે [ઈશ્વરના] ઘર પર વિશ્વાસુ હતા. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દઢ રાખીએ, તો આપણે તેમનું ઘર છીએ.
હિબ્રૂઓને પત્ર 3 : 7 (GUV)
એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “જો તમે આજ ઈશ્વરની વાણી સાંભળો,
હિબ્રૂઓને પત્ર 3 : 8 (GUV)
તો જેમ ક્રોધકાળે, એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં, તમે તમારાં‍હ્રદય કઠણ કર્યાં તેમ કરો નહિ.
હિબ્રૂઓને પત્ર 3 : 9 (GUV)
ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું, અને ચાળીસ વરસ સુધી મારાં કામ જોયાં.
હિબ્રૂઓને પત્ર 3 : 10 (GUV)
તેથી તે જમાનાના લોકો પર હું નારાજ થયો, અને મેં કહ્યું કે, તેઓ પોતાનાં હ્રદયમાં હંમેશાં અવળે માર્ગે જાય છે; તેઓએ મારા માર્ગ જાણ્યા નહિ.
હિબ્રૂઓને પત્ર 3 : 11 (GUV)
માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ, એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા.”
હિબ્રૂઓને પત્ર 3 : 12 (GUV)
હે ભાઈઓ, તમે સાવધ રહો, રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને એમ તેમ તે જીવતા ઈશ્વરથી દૂર જાય.
હિબ્રૂઓને પત્ર 3 : 13 (GUV)
પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે, પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ [હ્રદયનો] ન થાય.
હિબ્રૂઓને પત્ર 3 : 14 (GUV)
કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.
હિબ્રૂઓને પત્ર 3 : 15 (GUV)
કેમ કે કહેલું છે, “આજ જો તમે તેમની વાણી સાંભળો, તો જેમ ક્રોધકાળે તમે તમારાં હ્રદય કઠણ કર્યાં તેમ કરો નહિ.”
હિબ્રૂઓને પત્ર 3 : 16 (GUV)
કેમકે [તે વાણી] સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્‍ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે બધાએ નહિ?
હિબ્રૂઓને પત્ર 3 : 17 (GUV)
વળી ચાળીસ વરસ સુધી તે કોના ઉપર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યા, જેઓનાં શબ અરણ્યમાં પડયાં, તેઓના પર નહિ?
હિબ્રૂઓને પત્ર 3 : 18 (GUV)
અને જેઓએ માન્યું નહિ તેઓ વગર બીજા કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ?”
હિબ્રૂઓને પત્ર 3 : 19 (GUV)
તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શકયા નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: