ઊત્પત્તિ 5 : 1 (GUV)
આ પ્રકરણ આદમના પરિવારનો આ ઇતિહાસ છે. દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં જ બનાવ્યો.
ઊત્પત્તિ 5 : 2 (GUV)
દેવે એક પુરુષ અને એક સ્ત્રીને બનાવ્યાં. જે દિવસે દેવે એમને બનાવ્યા ત્યારે તેઓને આશીર્વાદ આપ્યા અને એમનું નામ આદમ રાખ્યું.
ઊત્પત્તિ 5 : 3 (GUV)
જયારે આદમ 130 વર્ષનો થયો, ત્યારે તે એક બીજા બાળકનો પિતા બન્યો. તે પુત્ર બરાબર આદમ જેવો જ દેખાતો હતો. આદમે તે પુત્રનું નામ શેથ પાડયું.
ઊત્પત્તિ 5 : 4 (GUV)
શેથના જન્મ પછી આદમ 800 વર્ષ સુધી જીવ્યો. તે સમય દરમ્યાન તેને બીજા પુત્ર અને પુત્રીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 5 (GUV)
આમ, આદમ એકંદરે 930 વર્ષ જીવ્યો, અને પછી મૃત્યુ પામ્યો.
ઊત્પત્તિ 5 : 6 (GUV)
જયારે શેથ 105 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં અનોશનો જન્મ થયો.
ઊત્પત્તિ 5 : 7 (GUV)
અનોશના જન્મ પછી શેથ 807 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 8 (GUV)
આમ, શેથનું એકંદરે આયુષ્ય 912 વર્ષનું હતું. પછી તેનું મરણ થયું.
ઊત્પત્તિ 5 : 9 (GUV)
અનોશ જયારે 90 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં કેનાન જન્મ્યો.
ઊત્પત્તિ 5 : 10 (GUV)
કેનાનના જન્મ પછી અનોશ 815 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
ઊત્પત્તિ 5 : 11 (GUV)
આમ, અનોશનું એકંદરે આયુષ્ય 905 વર્ષનું હતું. પછી તેનું મરણ થયું.
ઊત્પત્તિ 5 : 12 (GUV)
જયારે કેનાન 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં માંહલાલએલ જન્મ્યો.
ઊત્પત્તિ 5 : 13 (GUV)
માંહલાલએલના જન્મ પછી કેનાન 840 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
ઊત્પત્તિ 5 : 14 (GUV)
આમ, કેનાનનું કુલ આયુષ્ય 910 વર્ષનું હતું ત્યારબાદ તેનું મરણ થયું.
ઊત્પત્તિ 5 : 15 (GUV)
જયારે માંહલાલએેલ 65 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં યારેદનો જન્મ થયો.
ઊત્પત્તિ 5 : 16 (GUV)
યારેદના જન્મ પછી માંહલાલએલ 830 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
ઊત્પત્તિ 5 : 17 (GUV)
આમ, માંહલાલએલનું કુલ આયુષ્ય 895 વર્ષનું હતું. ત્યારબાદ તેનું મરણ થયું.
ઊત્પત્તિ 5 : 18 (GUV)
જયારે યારેદ 162 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં એક હનોખ નામનો બાળક જન્મ્યો.
ઊત્પત્તિ 5 : 19 (GUV)
હનોખના જન્મ પછી યારેદ 800 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
ઊત્પત્તિ 5 : 20 (GUV)
આમ,યારેદ કુલ 962 વર્ષ જીવ્યો અને પછી મરણ પામ્યો.
ઊત્પત્તિ 5 : 21 (GUV)
જયારે હનોખ 65 વર્ષનો થયો ત્યારે તેને ત્યાં મથૂશેલાહનો જન્મ થયો.
ઊત્પત્તિ 5 : 22 (GUV)
મથૂશેલાહના જન્મ પછી 300 વર્ષ સુધી ‘હનોખ’ દેવની સાથે સાથે ચાલ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
ઊત્પત્તિ 5 : 23 (GUV)
આમ, હનોખ કુલ 365વર્ષ જીવ્યો.
ઊત્પત્તિ 5 : 24 (GUV)
એક દિવસ હનોખ દેવની સાથે ચાલી રહ્યો હતો, ત્યારે તે એકદમ અદ્રશ્ય થઈ ગયો; કેમ કે, દેવે તેને લઇ લીધો.
ઊત્પત્તિ 5 : 25 (GUV)
જયારે મથૂશેલાહ 187 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં લામેખનો જન્મ થયો.
ઊત્પત્તિ 5 : 26 (GUV)
લામેખના જન્મ પછી મથૂશેલાહ 782 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં.
ઊત્પત્તિ 5 : 27 (GUV)
આમ, મથૂશેલાહ કુલ 969 વર્ષ જીવ્યા પછી મરણ પામ્યો.
ઊત્પત્તિ 5 : 28 (GUV)
જયારે લામેખ 182 વર્ષનો થયો, ત્યારે તે એક પુત્રનો પિતા બન્યો.
ઊત્પત્તિ 5 : 29 (GUV)
લામેખના પુત્રનું નામ નૂહ રાખ્યું. લામેખે કહ્યું, “અમે ખેડૂત લોકો ઘણી સખત મહેનત કરીએ છીએ કારણ કે દેવે ભૂમિને શ્રાપ આપ્યો છે. પરંતુ નૂહ અમને લોકોને મહેનતમાંથી દિલાસો આપશે.”
ઊત્પત્તિ 5 : 30 (GUV)
નૂહના જન્મ પછી લામેખ 595 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં.
ઊત્પત્તિ 5 : 31 (GUV)
આમ, લામેખનું કુલ આયુષ્ય 777 વર્ષનું હતું; ત્યાર પછી તેનું મરણ થયું.
ઊત્પત્તિ 5 : 32 (GUV)
જ્યારે નૂહ 500 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં શેમ, હામ અને યાફેથનો જન્મ થયો.
❮
❯