Genesis 48 : 1 (GUV)
સમય જતાં યૂસફને કોઈકે, સમાંચાર આપ્યા કે, તારા પિતાજી માંદા પડયા છે. તેથી તરત જ તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.
Genesis 48 : 2 (GUV)
જયારે કોઈકે યાકૂબને ખબર આપી કે, “તારો પુત્ર યૂસફ મળવા આવ્યો છે.” એટલે તે શરીરની બધી તાકાત ભેગી કરીને ખાટલા પર બેઠો થઈ ગયો.
Genesis 48 : 3 (GUV)
અને ઇસ્રાએલે યૂસફને કહ્યું, “કનાન દેશના લૂઝ ગામે સર્વસમર્થ દેવે મને દર્શન આપ્યાં હતાં.
Genesis 48 : 4 (GUV)
પછી આશીર્વાદ આપીને કહ્યું હતું કે, ‘જો, હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃધ્ધિ કરીશ; અને તારા પછી તારા વંશજોને આ દેશના કાયમના ધણી બનાવીશ.’
Genesis 48 : 5 (GUV)
અને માંરા મિસરમાં આવતા પહેલાં મિસરમાં તને પ્રાપ્ત થયેલા બે પુત્રો હવે માંરા પુત્રો છે.
Genesis 48 : 6 (GUV)
રૂબેન અને શિમયોનની જેમ હવે એફ્રાઈમ અને મનાશ્શા માંરા પુત્રો ગણાશે. એમના પછી થયેલાં તારાં સંતાનો તારાં કહેવાશે; અને તેમનો પ્રદેશ તેમના ભાઈઓનાં નામે ઓળખાશે.
Genesis 48 : 7 (GUV)
જયારે હું પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો તે દરમ્યાન રસ્તામાં જ કનાન દેશમાં જ રાહેલનું દુ:ખદ અવસાન થયું; એટલે મેં તેને એફ્રાથના એટલે બેથલેહેમના માંર્ગમાં જ દફનાવી.”
Genesis 48 : 8 (GUV)
અને પછી જયારે યૂસફના પુત્રોને ઇસ્રાએલે જોયા ત્યારે તેણે તેમને સવાલ કર્યો, “આ કોણ છે?”
Genesis 48 : 9 (GUV)
એટલે યૂસફે કહ્યું, “એ તો માંરા પુત્રો છે, જે દેવે મને અહીં આપ્યાં છે.”ઇસ્રાએલે કહ્યું, “એમને માંરી પાસે લાવ, જેથી હું એમને આશીર્વાદ આપું.”
Genesis 48 : 10 (GUV)
હવે વૃદ્વાવસ્થાને કારણે ઇસ્રાએલની આંખોનું તેજ ઓછું થયું હતું. તેને દેખાતું ન હતું. તેથી યૂસફ તેઓને તેમની પાસે લઈ આવ્યો એટલે તેણે તેઓને ચુંબન કર્યુ અને પછી તે તેઓને કોટે વળગ્યો.
Genesis 48 : 11 (GUV)
પછી ઇસ્રાએલે કહ્યું, “મને તો સ્વપ્નમાંય ખબર નહોતી કે, હું તારું મોઢું જોઈ શકીશ. પરંતુ દેવે તો મને તારાં સંતાનોનાં મુખ પણ બતાવ્યાં.”
Genesis 48 : 12 (GUV)
પછી યૂસફે તેમને તેમના ખોળામાંથી લઈ લીધા અને જમીનને માંથું અડાડીને પ્રણામ કર્યા.
Genesis 48 : 13 (GUV)
ત્યાર બાદ યૂસફે તે બંનેને લીધા, એફ્રાઈમને જમણી બાજુએ રાખ્યો જેથી તે ઇસ્રાએલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને ડાબી બાજુએ રાખ્યો, જેથી તે ઇસ્રાએલની જમણી બાજુએ રહે; ને એમ તે તેઓને ઇસ્રાએલની પાસે લઈને આવ્યો.
Genesis 48 : 14 (GUV)
પરંતુ ઇસ્રાએલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માંથા પર મૂક્યો, અને પોતાનો ડાબો હાથ આંટી પાડીને મનાશ્શાના માંથા પર મૂકયો, જો કે, મનાશ્શા જયેષ્ઠ હતો;
Genesis 48 : 15 (GUV)
પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા, જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.
Genesis 48 : 16 (GUV)
જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો. અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”
Genesis 48 : 17 (GUV)
પરંતુ જયારે યૂસફે જોયું કે, તેના બાપે પોતાનો જમણો હાથ એફ્રાઈમને માંથે મૂકયો તો એ બાબતે નાખુશ હતો; અને એફ્રાઈમના માંથા પરથી હાથ ખસેડીને મનાશ્શાના માંથા પર લઈ જવા તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો.
Genesis 48 : 18 (GUV)
અને પિતાને કહ્યું, “એમ નહિ, પિતાજી, કારણ કે આ જયેષ્ઠ છે; તમાંરો જમણો હાથ એના માંથા પર મૂકો.”
Genesis 48 : 19 (GUV)
પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”
Genesis 48 : 20 (GUV)
આમ, તે દિવસે તેમને આશીર્વાદ આપી ઇસ્રાએલે કહ્યું,“ઇસ્રાએલના લોકો જ્યારે પણ કોઇને આશીર્વાદ આપશે ત્યારે તમાંરા નામનો ઉપયોગ કરશે, તેઓ કહેશે, ‘દેવ તમને એફ્રાઈમ અને મનાશ્શા જેવા બનાવો.”આમ તેણે એફ્રાઈમને મનાશ્શાથી આગળ મૂકયો.
Genesis 48 : 21 (GUV)
પછી યૂસફને ઇસ્રાએલે કહ્યું, “જુઓ, હવે માંરો અંત નજીક છે, પરંતુ દેવ તમને સાથ આપશે. અને ફરીથી તમને તમાંરા પિતૃઓના દેશમાં લઈ જશે.
Genesis 48 : 22 (GUV)
પરંતુ મે તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, શખેમ પહાડ આપું છું જે મેં અમોરીઓ પાસેથી માંરી તરવાર તથા માંરા ધનુષ્યની તાકાતથી એ જીતી લીધો હતો.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22