ઊત્પત્તિ 43 : 1 (GUV)
દેશમાં ભયંકર કારમો દુકાળ હતો. ખાવા માંટેનું કોઈ અનાજ ત્યાં ઊગતું ન હતું.
ઊત્પત્તિ 43 : 2 (GUV)
એટલે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે બધું જ ખાવામાં વપરાઈ ગયું એટલે તેમના પિતાએ તેમને કહ્યું, “તમે પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.”
ઊત્પત્તિ 43 : 3 (GUV)
પણ યહૂદાએ કહ્યું, “તે પ્રદેશના શાસનકર્તાએ અમને સખત ચેતવણી આપીને કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળી શકશો.’
ઊત્પત્તિ 43 : 4 (GUV)
જો તમે અમાંરા ભાઈને અમાંરી સાથે મોકલો તો અમે અનાજ ખરીદવા માંટે જવા તૈયાર છીએ;
ઊત્પત્તિ 43 : 5 (GUV)
પણ જો તમે તેને નહિ મોકલો તો અમે નહિ જઈએ; કારણ કે પેલા માંણસે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળવા પામશો.”
ઊત્પત્તિ 43 : 6 (GUV)
એટલે ઇસ્રાએલે કહ્યું, “તમાંરો બીજો ભાઈ છે એવું એને જણાવીને તમે મને શા માંટે મુસીબતમાં મૂકયો?”
ઊત્પત્તિ 43 : 7 (GUV)
તેમણે જવાબ આપ્યો, “પેલા માંણસે આપણા વિષે તેમજ આપણા પરિવાર વિષે પૂછપરછ કરી કે ‘શું, તમાંરા પિતા હજી જીવે છે? તમાંરે બીજા ભાઈ છે?” એટલે અમાંરે કહેવું પડયું, અમને ખબર ન હતી કે, તે એમ કહેશે કે, તમાંરા ભાઈને અહીં લઈ આવો.”
ઊત્પત્તિ 43 : 8 (GUV)
પછી યહૂદાએ પોતાના પિતા ઇસ્રાએલને કહ્યું, “એ છોકરાને અમાંરી સાથે મોકલો એટલે અમે ઝટ ચાલી નીકળીએ. જેથી તમે, અમે અને આપણાં બાળકો જીવતાં રહીએ અને મુત્યુના મુખમાંથી ઉગરીએ.
ઊત્પત્તિ 43 : 9 (GUV)
એની જવાબદારી માંરા માંથે. હું એનો જામીન થાઉં છું. જો એને પાછો લાવીને તમાંરી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા માંરા પર રહો.
ઊત્પત્તિ 43 : 10 (GUV)
ખરું જોતાં, આપણે જો આટલું મોડું ના કર્યુ હોત તો, અત્યારે તો અમે બે વાર જઈ આવ્યા હોત.”
ઊત્પત્તિ 43 : 11 (GUV)
ત્યારે તેમના પિતા ઇસ્રાએલે તેમને કહ્યું, “જો એ સિવાય કોઈ રસ્તો ના હોય તો પછી આમ કરો: બિન્યામીનને તમાંરી સાથે લઈ જાઓ. આપણા દેશની કેટલીક ઉત્તમ વસ્તુઓ તમાંરા સરસામાંનમાં પેલા માંણસ માંટે ભેટરૂપે આપવા લઈ જાઓ, થોડું ગૂગળ, થોડું મધ, થોડા તેજાના, તથા બોળ, પિસ્તંા તથા બદામ;
ઊત્પત્તિ 43 : 12 (GUV)
તથા તમાંરી સાથે બમણું નાણું લઈ જજો; વળી તમાંરી ગુણોમાં જે નાણું પાછું આવ્યું હતું તે પાછું આપી દેજો; કદાચ કંઈ ભૂલ થઈ હોય;
ઊત્પત્તિ 43 : 13 (GUV)
ઊઠો, અને તમાંરા ભાઈને લઈને તે માંણસ પાસે જાઓ;
ઊત્પત્તિ 43 : 14 (GUV)
અને સર્વસમર્થ દેવ કરે, ને તે માંણસ તમાંરા પર કૃપાળુ થાય, જેથી તે તમાંરી સાથે તમાંરા બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. નહિ તો હું ફરી પાછો માંરો પુત્ર ગુમાંવ્યાનો શોક કરીશ.”
ઊત્પત્તિ 43 : 15 (GUV)
પછી તે માંણસોએ તેમની સાથે ભેટો, પહેલી વખત કરતાં બમણું નાણું અને બિન્યામીનને લઈને તેઓ ઊપડયા. અને મિસરમાં પહોંચતા તેઓ યૂસફની આગળ આવીને ઊભા રહ્યાં.
ઊત્પત્તિ 43 : 16 (GUV)
પછી યૂસફે તેમની સાથે બિન્યામીનને જોયો તેથી તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માંણસોને ઘેર લઈજા, કોઈ જાનવરને કાપીને ભોજન તૈયાર કર. કારણ કે આ માંણસો માંરી સાથે જમનાર છે.”
ઊત્પત્તિ 43 : 17 (GUV)
પછી યૂસફે જેમ કહ્યું તેમ પેલા માંણસે કર્યું; એટલે પેલો માંણસ યૂસફને ઘેર તે માંણસોને લઈ ગયો.
ઊત્પત્તિ 43 : 18 (GUV)
પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.”
ઊત્પત્તિ 43 : 19 (GUV)
આથી તેઓ યૂસફના ઘરના બારણા આગળ આવ્યા અને યૂસફના કારભારી પાસે જઈને તેને કહ્યું,
ઊત્પત્તિ 43 : 20 (GUV)
“અરે, માંરા સાહેબ! ખરેખર અમે પહેલી વાર આવ્યા ત્યારે અનાજ વેચાતુ લેવા માંટે જ આવ્યા હતા.
ઊત્પત્તિ 43 : 21 (GUV)
પણ જયારે અમે મુકામ પર પહોંચીને અમે અમાંરી ગૂણો ઉઘાડી, તો તેના મોઢા આગળ જ અમાંરા દરેકના પૂરેપૂરા પૈસા મૂકેલા હતા.
ઊત્પત્તિ 43 : 22 (GUV)
પણ અમે તે પૈસા પાછા લાવ્યા છીએ; વળી અનાજ ખરીદવા માંટે અમે અમાંરી સાથે બીજા પૈસા પણ લાવ્યા છીએ; અને એ પૈસા અમાંરી ગૂણોમાં કોણે મૂકયા, એ અમે નથી જાણતા.”
ઊત્પત્તિ 43 : 23 (GUV)
કારભારીએ કહ્યું, “શાંતિ રાખો, ગભરાશો નહિ, તમાંરા તથા તમાંરા પિતાના દેવે તમાંરી ગૂણોમાં એ નાણું મૂકયું હતું. મને તો અનાજનાં નાણાં મળી ગયાં હતા.”પછી તેઓ શિમયોનને બહાર કાઢીને તેમની આગળ લઈ આવ્યા.
ઊત્પત્તિ 43 : 24 (GUV)
અને પેલા માંણસે યૂસફના ઘરમાં તે માંણસોને લાવીને તેમને પાણી આપ્યું, પછી તેઓએ પગ ધોયાં; અને તેમનાં ગધેડાંને ચારો નાખ્યો.
ઊત્પત્તિ 43 : 25 (GUV)
બપોર સુધીમાં યૂસફના આવતા પહેલાં તેઓએ ભેટો તૈયાર કરી; અને યૂસફ જમવા આવે તેની રાહ જોવા લાગ્યા, કારણ કે ત્યાં તેઓએ જમવાનું છે એમ તેમને ખબર હતી.
ઊત્પત્તિ 43 : 26 (GUV)
પછી જયારે યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા; અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
ઊત્પત્તિ 43 : 27 (GUV)
અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”
ઊત્પત્તિ 43 : 28 (GUV)
અને તેઓએ ઉત્તર આપ્યો, હાજી, આપના સેવક અમાંરા પિતા કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓએ ઝૂકીને દંડવત્ પ્રણામ કર્યા.
ઊત્પત્તિ 43 : 29 (GUV)
યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.”
ઊત્પત્તિ 43 : 30 (GUV)
યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો.
ઊત્પત્તિ 43 : 31 (GUV)
પછી મોઢું ધોઈને બહાર આવીને પોતાની જાત પર કાબુ રાખીને તે બોલ્યો, “ભાણાં પીરસો.”
ઊત્પત્તિ 43 : 32 (GUV)
પછી સેવકોએ યૂસફ માંટે મેજ પાથર્યુ. ત્યારબાદ ભાઇઓ માંટે બીજુ મેજ પાથર્યુ અને તેની સાથે જમતા મિસરીઓ માંટે બીજુ એક મેજ પાથર્યુ કારણ, મિસરીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી; કારણ કે મિસરીઓની એવી માંન્યતા હતી કે, હિબ્રૂઓ સાથે જમવાનું તેમના માંટે અનુચિત છે.
ઊત્પત્તિ 43 : 33 (GUV)
યૂસફના ભાઇઓ યૂસફની સામે મોટેથી નાના સુધી ક્રમ પ્રમાંણે બેઠા; અને તેઓ આ બધાથી આશ્ચર્ય પામ્યા.
ઊત્પત્તિ 43 : 34 (GUV)
તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. યૂસફે પોતાના ભાણામાંથી વાનગીઓ લઈને તેઓની આગળ પિરસાવી પણ પ્રત્યેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું પાંચગણું હતું; તેઓએ તેની સાથે ખાધુંપીધુંને મોજમાં આવી ગયા.
❮
❯