Genesis 35 : 1 (GUV)
દેવે યાકૂબને કહ્યું, “ચાલ, ઊઠ બેથેલ જા અને ત્યાં રહે. અને ત્યાં ઉપાસના માંટે વેદી બનાવ. દેવનું સ્મરણ કર. કારણ કે તું તારા ભાઈ એસાવ પાસેથી ભાગી આવ્યો ત્યારે તને દેવે દર્શન આપ્યા હતા.”
Genesis 35 : 2 (GUV)
આથી યાકૂબે પોતાના પરિવારને અને પોતાની સાથેના બધા માંણસોને કહ્યું, “તમાંરી પાસે લાકડાના અને ધાતુના જે પારકા મિથ્યા દેવો હોય તેને ફેંકી દો અને તમાંરી દેહશુદ્વિ કરીને વસ્ત્રો બદલી નાખો.
Genesis 35 : 3 (GUV)
પછી આપણે બધા આ સ્થળને છોડીને બેથેલ જઈશું. ત્યાં હું માંરા વિપત્તિના સમયે માંરો પોકાર સાંભળનાર અને હું જયાં જયાં ગયો ત્યાં ત્યાં માંરો સાથ કરનાર દેવને માંટે હું વેદી બનાવીશ.”
Genesis 35 : 4 (GUV)
આથી જે લોકોની પાસે પારકા મિથ્યા દેવો હતા, તે બધા દેવો તેમણે યાકૂબને આપી દીધા. તેઓએ પોતાના કાનોમાં પહેરેલી કડીઓ પણ યાકૂબને સોંપી દીધી. યાકૂબે આ બધી વસ્તુઓને શખેમ નગરની બાજુમાં એલોન વૃક્ષ નીચે દાટી દીધાં.
Genesis 35 : 5 (GUV)
યાકૂબ અને તેના પુત્રોએ તે જગ્યા છોડી દીધી. તે ભૂમિના લોકો તેમનો પીછો કરીને તેમને માંરી નાખવા માંગતા હતા. પરંતુ તેઓ ખુબજ ભયભીતહતા તેથી તેઓએ યાકૂબનો પીછો કર્યો નહિ.
Genesis 35 : 6 (GUV)
યાકૂબ અને તેની સાથેના બધા લોકો કનાન દેશમાં લૂઝ એટલે કે, બેથેલ આવી પહોંચ્યા.
Genesis 35 : 7 (GUV)
યાકૂબે ત્યાં એક વેદી બાંધી અને તે સ્થળનું નામ તેણે “એલ-બેથેલ” પાડયું. કારણ કે તે જયારે પોતાના ભાઈ પાસેથી ભાગી નીકળ્યો હતો, ત્યારે દેવે તેને તે સ્થળે દર્શન દીધાં હતા.
Genesis 35 : 8 (GUV)
રિબકાની સાસુ દબોરાહ અહીં મૃત્યુ પામી હતી. ત્યારે તેને બેથેલ નજીક એલોન વૃક્ષ નીચે દફનાવવામાં આવી હતી. આથી એનું નામ ‘રુદનનું એલોન વૃક્ષ’ (એલોન-બાખૂથ) રાખવામાં આવ્યું હતું.
Genesis 35 : 9 (GUV)
જયારે યાકૂબ પાદ્દાનારામથી પાછો ફર્યો ત્યારે દેવે ફરીથી તેને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા.
Genesis 35 : 10 (GUV)
દેવે યાકૂબને કહ્યું, “તારું નામ યાકૂબ છે. પણ હવે ઇસ્રાએલ રહેશે.” આથી તેનું નામ ઇસ્રાએલ પડયું.
Genesis 35 : 11 (GUV)
દેવે તેને કહ્યું, “હું સર્વસમર્થ દેવ છું. હું તને આશીર્વાદ આપું છું, તને ઘણા સંતાનો થાઓ અને તારા વંશજો વધો. એક મહાનરાષ્ટ બનો, જાઓ તમાંરાથી બીજા રાષ્ટ તથા રાજાઓ થશે.
Genesis 35 : 12 (GUV)
મેં ઇબ્રાહિમ અને ઇસહાકને જે વિશેષ ભૂમિ આપી હતી તે હવે હું તમને તથા તમાંરા વંશજોને આપું છું.”
Genesis 35 : 13 (GUV)
પછી દેવ અંર્તધ્યાન થઈ ગયા.
Genesis 35 : 14 (GUV)
(14-15) યાકૂબે તે જગ્યા પર જયાં દેવે તેની સાથે વાત કરી હતી ત્યાં, એક સ્માંરકસ્તંભ ઊભો કર્યો અને તેના પર તેણે પેયાર્પણ અપીર્ અને તેલનો અભિષેક કર્યો. અને તે જગ્યાનું નામ બેથેલ પાડયું.
Genesis 35 : 15 (GUV)
Genesis 35 : 16 (GUV)
યાકૂબ અને તેના માંણસોએ બેથેલ છોડયું. અને જ્યારે તેઓ એફ્રાથથી હજી થોડે અંતરે હતા ત્યાં જ રાહેલને પ્રસૂતિની પીડા શરૂ થઇ.
Genesis 35 : 17 (GUV)
પરંતુ રાહેલને કષ્ટાતી જોઈને દાઈએ તેને કહ્યું, “રાહેલ, તું ડરીશ નહિ, કારણ કે આ વખતે પણ તું પુત્રને જન્મ આપી રહી છે.”
Genesis 35 : 18 (GUV)
પુત્રને જન્મ આપતી વખતે રાહેલનું અવસાન થયું. જીવ જતાં જતાં તેણે તેનું નામ ‘બેનોની’ પાડયું હતું. પરંતુ તેના પિતા યાકૂબે તેનું નામ ‘બિન્યામીન’ પાડયું.
Genesis 35 : 19 (GUV)
આમ, રાહેલનું અવસાન થયું અને તેને એફ્રાથ, એટલે કે, બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.
Genesis 35 : 20 (GUV)
યાકૂબે તેની કબર પર એક આધારસ્તંભ ઊભો કર્યો, અને તે આધારસ્તંભ આજે પણ રાહેલની કબરના સ્તંભ તરીકે ઊભો છે.
Genesis 35 : 21 (GUV)
પછી ઈસ્રાએલ આગળ વધ્યો. તેણે એદેર સ્તંભની બરાબર દક્ષિણમાં મુકામ કર્યો.
Genesis 35 : 22 (GUV)
ઇસ્રાએલ ત્યાં થોડો સમય રોકાયો. જયારે તે ત્યાં હતો ત્યારે રૂબેન ઇસ્રાએલની દાસી બિલ્હાહ સાથે સૂઈ ગયો. ઇસ્રાએલે જયારે આ જાણ્યું ત્યારે તે બહું જ ગુસ્સે થયો.
Genesis 35 : 23 (GUV)
યાકૂબને બાર પુત્રો હતા: લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.
Genesis 35 : 24 (GUV)
તેની પત્ની રાહેલના બે પુત્રો હતા: યૂસફ અને બિન્યામીન.
Genesis 35 : 25 (GUV)
રાહેલની દાસી બિલ્હાહને પેટે જન્મેલા બે પુત્રો હતા: દાન અને નફતાલી.
Genesis 35 : 26 (GUV)
અને લેઆહની દાસી ઝિલ્પાહથી જન્મેલા બે પુત્રો હતા: ગાદ અને આશેર.આ બધા યાકૂબના પુત્રો પાદ્દાંનારામમાં જન્મેલા હતા.
Genesis 35 : 27 (GUV)
યાકૂબ માંમરે એટલે કિર્યાથ-આર્બા (હેબ્રોન) આગળ પોતાનો પિતા ઇસહાક હતો ત્યાં પહોંચી ગયો. આ તે જગ્યા છે, જયાં ઇબ્રાહિમ અને ઇસહાક જઈને રહ્યાં હતાં.
Genesis 35 : 28 (GUV)
ઇસહાકની ઉંમર 180 વર્ષની થઈ હતી.
Genesis 35 : 29 (GUV)
ઇસહાક ઘણા વષોર્ જીવ્યો, તે લાંબુ અને પૂર્ણ જીવન જીવ્યો પછી તે મૃત્યુ પામ્યોં. અને તેના દીકરાઓ એસાવ અને યાકૂબે તેને તેના પિતા ઇબ્રાહિમને જ્યાં દફનાવ્યા હતા ત્યાં દફનાવ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: