ઊત્પત્તિ 35 : 1 (GUV)
અને ઈશ્વરે યાકૂબને કહ્યું, “ઊઠ, બેથેલમાં જા, ને ત્યાં રહે; અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, ત્યારે જે ઈશ્વરે તને દર્શન આપ્યું હતું, તેને માટે ત્યાં તું વેદી બાંધ.”
ઊત્પત્તિ 35 : 2 (GUV)
અને યાકૂબે પોતાના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાનાં કપડાં બદલો;
ઊત્પત્તિ 35 : 3 (GUV)
અને આપણે ઊઠીને બેથેલ જઈએ; અને જે ઈશ્વરે મારા દુ:ખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યા, તેમને માટે ત્યાં હું વેદી બાંધીશ.”
ઊત્પત્તિ 35 : 4 (GUV)
અને તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે યાકૂબને આપ્યાં, અને યાકૂબે શેખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં.
ઊત્પત્તિ 35 : 5 (GUV)
અને તેઓ ચાલતાં થયાં.; અને તેઓની ચારે તરફના નગરોમાં મોટું ભય લાગ્યું, માટે તેઓ યાકૂબના દિકરાઓની પાછળ નહિ પડયા.
ઊત્પત્તિ 35 : 6 (GUV)
અને યાકૂબ પોતાની સાથેના સર્વ લોક સહિત કનાન દેશનું લૂઝ, જે બેથેલ કહેવાય છે, તેમાં આવ્યો.
ઊત્પત્તિ 35 : 7 (GUV)
અને તેણે ત્યાં વેદી બાંધી, ને તે જગાનું નામ એલ-બેથેલ પાડયું, કેમ કે તે તેના ભાઈના મોં આગળથી નાઠો હતો, ત્યારે ઈશ્વરે તેને ત્યાં દર્શન આપ્યું હતું.
ઊત્પત્તિ 35 : 8 (GUV)
અને રિબકાની દાઈ દબોરા મરી ગઈ, ને તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દાટવામાં આવી. અને તે વૃક્ષનું નામ તેણે એલોન-બાખૂથ પાડયું.
ઊત્પત્તિ 35 : 9 (GUV)
અને પાદાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું, ને તેને આશીર્વાદ આપ્યો.
ઊત્પત્તિ 35 : 10 (GUV)
અને ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે; હવેથી તારું નામ ઇઝરાયલ થશે.”
ઊત્પત્તિ 35 : 11 (GUV)
અને ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા, ને વૃદ્ધિ પામ. તારાથી લોકો તથા લોકોનો સમુદાય ઉત્પન્‍ન થશે, ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે.
ઊત્પત્તિ 35 : 12 (GUV)
અને મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશંજોને તે દેશ આપીશ.”
ઊત્પત્તિ 35 : 13 (GUV)
અને જયાં ઈશ્વર તેની સાથે બોલ્યા, ત્યાં આગળ તે તેની પાસેથી ચઢી ગયા.
ઊત્પત્તિ 35 : 14 (GUV)
અને જ્યાં તે તેની સાથે બોલ્યા, તે સ્થળે યાકૂબે એક સ્તંભ, એટલે પથ્થરનો એક સ્તંભ, ઊભો કર્યો; અને તેના પર પેયાર્પણ તથા તેલ રેડયું.
ઊત્પત્તિ 35 : 15 (GUV)
અને જ્યાં ઈશ્વર તેની સાથે બોલ્યા, તે જગાનું નામ યાકૂબે બેથેલ પાડયું.
ઊત્પત્તિ 35 : 16 (GUV)
અને તેઓ બેથેલની આગળ ગયા. અને એફ્રાથ પહોંચવાને હજી થોડો માર્ગ બાકી રહ્યો હતો, એટલામાં રાહેલને પ્રસૂતિ થઈ, ને તેને ઘણી પ્રસવવેદના થઈ.
ઊત્પત્તિ 35 : 17 (GUV)
અને એમ થયું કે તે પ્રસુતિમાં કષ્ટાતી હતી ત્યારે દાઈએ તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તને આ પણ દીકરો સાંપડશે.”
ઊત્પત્તિ 35 : 18 (GUV)
અને એમ થયું કે, જ્યારે તેનો જીવ જતો હતો (કેમ કે તે મરી ગઈ), ત્યારે તેણે તેનું નામ બેનોની પાડયું, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડયું.
ઊત્પત્તિ 35 : 19 (GUV)
અને રાહેલ મરી ગઈ, ને એફ્રાથ (જે બેથલેહેમ છે), તેને રસ્તે તેને દાટવામાં આવી.
ઊત્પત્તિ 35 : 20 (GUV)
અને યાકૂબે તેની કબર પર‍ સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ છે.
ઊત્પત્તિ 35 : 21 (GUV)
અને ઇઝરાયલ આગળ ચાલ્યો, ને ટોળાના બુરજની પેલી બાજુ તેણે તેનો તંબુ માર્યો.
ઊત્પત્તિ 35 : 22 (GUV)
અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.
ઊત્પત્તિ 35 : 23 (GUV)
હવે યાકૂબના દિકરા બાર હતા. લેઆના દિકરા “ રૂબેન યાકૂબનો જયેષ્ઠ દીકરો તથા શિમયોન તથા લેવી તથા યહૂદા તથા ઇસ્સાખાર તથા ઝબુલોન.
ઊત્પત્તિ 35 : 24 (GUV)
રાહેલના દિકરા: યૂસફ તથા બિન્યામીન.
ઊત્પત્તિ 35 : 25 (GUV)
અને રાહેલની દાસી બિલ્હાના દિકરા: દાન તથા નફતાલી,
ઊત્પત્તિ 35 : 26 (GUV)
અને લેઆની દાસી ઝિલ્પાના દિકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરઅ જે તેને પાદાનારામમાં થયા તેઓ એ હતા.
ઊત્પત્તિ 35 : 27 (GUV)
અને મામેર, એટલે કિર્યાથ-આર્બા, જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમે તથા ઇસહાકે વાસો કર્યો હતો, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.
ઊત્પત્તિ 35 : 28 (GUV)
અને ઇસહાકની ઉંમર એક સો એંસી વર્ષની હતી.
ઊત્પત્તિ 35 : 29 (GUV)
અને ઇસહાકે ઘરડો તથા બહુ વરસોનો થઈને પ્રાણ મૂકયો, ને પોતાના લોકોમાં તે મેળવાયો. અને તેના દિકરાઓએ, એટલે એસાવે તથા યાકૂબે, તેને દાટયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: