ઊત્પત્તિ 32 : 1 (GUV)
અને યાકૂબ ચાલતો થયો, ને ઈશ્વરના દૂતો તેને સામા મળ્યા.
ઊત્પત્તિ 32 : 2 (GUV)
અને યાકૂબ તેઓને જોઈને બોલ્યો, “આ તો ઈશ્વરનું સૈન્ય છે.” અને તેણે તે જગાનું નામ માહનાઈમ પાડયું.
ઊત્પત્તિ 32 : 3 (GUV)
અને યાકૂબે પોતાની આગળ સેઈર દેશ જે અદોમની ભૂમિ છે, ત્યાં તેના ભાઈ એસાવની પાસે સંદેશિયાઓને મોકલ્યા.
ઊત્પત્તિ 32 : 4 (GUV)
અને તેણે તેઓને આજ્ઞા આપી, “મારા મુરબ્બી એસાવને તમે એમ કહેજો, ‘તારો સેવક યાકૂબ એમ કહે છે કે, મેં લાબાનને ત્યાં વાસો કર્યો, ને અત્યાર સુધી હું ત્યાં રહ્યો છું.
ઊત્પત્તિ 32 : 5 (GUV)
અને મારી પાસે ઢોર તથા ગધેડાં તથા ઘેટાંબકરાં તથા દાસ તથા દાસીઓ છે. અને હું તારી નજરમાં કૃપા પામું, માટે મેં મારા મુરબ્બીને ખબર આપવાને માણસ મોકલ્યા છે.’”
ઊત્પત્તિ 32 : 6 (GUV)
અને સંદેશિયાઓએ યાકૂબની પાસ પાછા આવીને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે જઈ આવ્યા, ને વળી તે તને મળવાને આવે છે, ને તેની સાથે ચારસો માણસ છે.”
ઊત્પત્તિ 32 : 7 (GUV)
અને યાકૂબ બહુ બીધો, ને ગભરાયો; અને તેણે પોતાની સાથેના લોકોને તથા બકરાંને તથા ઢોરને તથા ઊંટોને જુદાં કરીને બે ટોળાં કર્યાં.
ઊત્પત્તિ 32 : 8 (GUV)
અને તેણે કહ્યું, “જો એસાવ એક ટોળા પાસે આવીને તેને મારે, તો બાકી રહેલું ટોળું બચશે.”
ઊત્પત્તિ 32 : 9 (GUV)
અને યાકૂબે કહ્યું, “ઓ યહોવા, મારા પિતા ઇબ્રાહિમના ઈશ્વર તથા મારા પિતા ઇસહાકના ઈશ્વર, તમે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાંની પાસે પાછો જા, ને હું તારું ભલું કરીશ.
ઊત્પત્તિ 32 : 10 (GUV)
જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી; કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.
ઊત્પત્તિ 32 : 11 (GUV)
મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી એટલે એસાવના હાથથી બચાવજો; કેમ કે હું તેનાથી બીહું છું, રખેને તે આવીને મને તથા મારા દિકરાઓને તેઓની માઓ સહિત મારી નાખે.
ઊત્પત્તિ 32 : 12 (GUV)
પણ તમે તો કહ્યું હતું કે ‘ખચીત હું તારું ભલું કરીશ, ને સમુદ્રના કાંઠાની રેતી જે અતિ ઘણી હોવાથી ગણાય નહિ, તેના જેટલો હું તારો વંશ કરીશ.’”
ઊત્પત્તિ 32 : 13 (GUV)
અને તેણે તે જ રાત્રે ત્યાં ઉતારો કર્યો; અને જે તેનું હતું તેમાંથી તેણે તેના ભાઈ એસાવને ભેટ આપવા માટે લીધું;
ઊત્પત્તિ 32 : 14 (GUV)
એટલે બસો બકરી, તથા વીસ બકરા, ને બસો ઘેટી તથા વીસ ઘેટા,
ઊત્પત્તિ 32 : 15 (GUV)
ત્રીસ દૂઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓનાં બચ્ચાં સહિત, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓના દશ વછેરા.
ઊત્પત્તિ 32 : 16 (GUV)
એ સર્વનાં જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં. અને તેણે તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ પાર ઊતરો, ને ટોળાંની વચ્ચે અંતર રાખો.”
ઊત્પત્તિ 32 : 17 (GUV)
અને તેણે પહેલાને એ આજ્ઞા આપી “મારો ભાઈ એસાવ તને મળે, ને તને પૂછે કે, ‘તું કોનો છે? અને કયાં જાય છે? અને આ જે તારી આગળ છે તે કોનાં છે?’
ઊત્પત્તિ 32 : 18 (GUV)
ત્યારે તું તેને જે કહેજે કે, ‘એ તારા દાસ યાકૂબનાં છે. અને એ અમારા મુરબ્બી એસાવને માટે મોકલેલી ભેટ છે અને જુઓ, તે પોતે પણ અમારી પાછળ છે.’”
ઊત્પત્તિ 32 : 19 (GUV)
અને બીજાને તથા ત્રીજાને તથા જેઓ ટોળાંની પાછળ જતા હતા તે સર્વને તેણે આજ્ઞા આપીને કહ્યું, “જ્યારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો.
ઊત્પત્તિ 32 : 20 (GUV)
અને તમે કહેજો, ‘વળી જો, તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.’” કેમ કે તેણે કહ્યું, “જે ભેટ મારી આગળ જાય છે, તેથી હું તેનું મન ટાઢું પાડીશ, પછી તેનું મુખ જોઈશ. કદાચ તે મારો અંગીકાર કરશે.”
ઊત્પત્તિ 32 : 21 (GUV)
અને ભેટ તેની આગળ પાર ગઈ. અને તેણે પોતે તે રાત્રે પોતાના સંઘમાં ઉતારો કર્યો.
ઊત્પત્તિ 32 : 22 (GUV)
અને રાત્રે તે ઊઠયો, ને તેની બે પત્નીઓ તથા તેની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરીઓને લઈને યાબ્બોકની પાર ઉતર્યો.
ઊત્પત્તિ 32 : 23 (GUV)
અને તેણે તેઓને લઈને તેઓને નદીની પાર મોકલ્‍યાં. તથા જે સર્વ તનાં હતાં તેઓને પણ મોકલ્યાં.
ઊત્પત્તિ 32 : 24 (GUV)
અને યાકૂબ એકલો રહી ગયો; અને અરુણોદય સુધી એક પુરષે તેની સાથે મલ્‍લયુદ્ધ કર્યું.
ઊત્પત્તિ 32 : 25 (GUV)
અને જ્યારે પેલા પુરુષે જોયું કે તે યાકૂબને જીત્યો નહિ ત્યારે તે યાકૂબની જાંઘના સાંધાને અડકયો. અને તેની સાથે મલ્લયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો મોચાઈ ગયો.
ઊત્પત્તિ 32 : 26 (GUV)
અને તે પુરુષ બોલ્યો, “અરુણોદય થાય છે, માટે મને જવા દે.” અને યાકોબે તેને કહ્યું, “મને આશીર્વાદ આપ, નહિ તો હું તને જવા દેવાનો નથી.”
ઊત્પત્તિ 32 : 27 (GUV)
અને તે પુરુષે તેને કહ્યું, “તારું નામ શું?” અને તેણે કહ્યું, “યાકૂબ.”
ઊત્પત્તિ 32 : 28 (GUV)
અને તે બોલ્યો, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે; કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં યુદ્ધ કર્યું છે, ને જય પામ્યો છે.”
ઊત્પત્તિ 32 : 29 (GUV)
અને યાકૂબે તેને પૂછતા કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” અને તે પુરુષે તેને આશીર્વાદ આપ્યો.
ઊત્પત્તિ 32 : 30 (GUV)
અને યાકૂબે તે જગાનું નામ પનીએલ પાડયું; કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મોઢેમોઢ દીઠા છે, તોપણ મારો જીવ બચ્ચો છે.”
ઊત્પત્તિ 32 : 31 (GUV)
અને પનીએલની પાર જતાં તેના પર સૂર્ય ઊગ્યો, ને તે જાંઘે લંગડાતો લંગડાતો ચાલ્યો.
ઊત્પત્તિ 32 : 32 (GUV)
એ માટે ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધા પરનો સ્નાયુ ખાતા નથી; કેમ કે તે પુરુષ યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને અડકયો હતો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: