Genesis 29 : 1 (GUV)
પછી યાકૂબે પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો, તે પૂર્વના લોકોના પ્રદેશમાં પહોંચ્યો.
Genesis 29 : 2 (GUV)
યાકૂબે એક નજર કરી, તો ત્યાં તેણે વગડામાં એક કૂવો જોયો. અને કૂવા પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાને પાણી પીવડાવવામાં આવતું હતું. એક મોટા પથ્થરથી કૂવાનું મોઢું ઢાંકેલું હતું.
Genesis 29 : 3 (GUV)
અને જયારે બધાં ઘેટાં ભેગાં થઈ જતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના મોં પરથી પથ્થર હટાવતા હતા. પછી બધાં ઘેટાં તેનું પાણી પી શકતાં હતાં. જયારે બધાં ઘેટાં પાણી પી લેતાં એટલે ઘેટાંપાળકો કૂવાના મોં પર ફરીથી પથ્થર ઢાંકી દેતા.
Genesis 29 : 4 (GUV)
યાકૂબે ઘેટાંપાળકોને પૂછયું, “ભાઈઓ, તમે લોકો કયાંથી આવો છો?”તેઓએ જવાબ આપ્યો, “અમે હારાનના છીએ.”
Genesis 29 : 5 (GUV)
પછી યાકૂબે પૂછયું, “શું તમે લોકો નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?”ગોવાળિયાઓએ કહ્યું, “અમે લોકો તેને ઓળખીએ છીએ.”
Genesis 29 : 6 (GUV)
પછી યાકૂબે પૂછયું, “તે કુશળ તો છે ને?”તેઓએ કહ્યું, “તેઓ કુશળ છે. બધુ જ સરસ છે. જુઓ, પેલી તેની પુત્રી રાહેલ તેનાં ઘેટાં સાથે આવી રહી છે.”
Genesis 29 : 7 (GUV)
યાકૂબે કહ્યું, “જુઓ, હજુ દિવસ છે અને સૂર્યાસ્ત થવાને હજુ ધણી વાર છે. રાતને માંટે ઢોરોને એકઠાં કરવાનો વખત થયો નથી. તેથી તેને પાણી પાઈને ફરીથી મેદાનમાં ચરવા માંટે જવા દો.”
Genesis 29 : 8 (GUV)
પરંતુ તે ઘેટાંપાળકે કહ્યું, “જયાંસુધી બધાં ઘેટાંનાં ટોળાં ભેગા થાય નહિ ત્યાં સુધી અમે એમ કરી શકીએ નહિ, બધા ટોળાં ભેગાં થાય તે પછી જ કૂવાના મુખ પરથી પથ્થર હઠાવીશું અને બધા ઘેટાં પાણી પીશે.”
Genesis 29 : 9 (GUV)
યાકૂબ ઘેટાંપાળકો સાથે વાત કરતો હતો ત્યારે જ રાહેલ પોતાનાં પિતાનાં ઘેટાં સાથે આવી. (રાહેલનું કામ ઘેટાં ચારવાનું હતું.)
Genesis 29 : 10 (GUV)
રાહેલ લાબાનની પુત્રી હતી. લાબાન રિબકાનો ભાઈ હતો. અને રિબકા યાકૂબની માંતા હતી. જયારે યાકૂબે રાહેલને જોઈ, ત્યારે તેણે કૂવા પરનો પથ્થર હઠાવ્યો અને ઘેટાંઓને પાણી પાયું.
Genesis 29 : 11 (GUV)
પછી યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડ્યો.
Genesis 29 : 12 (GUV)
પછી યાકૂબે રાહેલને જણાવ્યું કે, હું તારા પિતાના પરિવારનો છું અને રિબકાનો પુત્ર યાકૂબ છું. એટલે રાહેલ દોડતી ઘરે ગઈ અને પિતાને આ બધી વાત કરી.
Genesis 29 : 13 (GUV)
લાબાને પોતાની બહેનના પુત્ર યાકૂબના સમાંચાર સાંભળ્યા, તેથી તે ભાણેજને મળવા માંટે દોડયો. અને તેને ભેટી પડયો, ચુંબન કરવા લાગ્યો અને પોતાને ઘેર લઈ આવ્યો. યાકૂબે જે કાંઈ થયું હતું તે બધુંજ લાબાનને કહી સંભળાવ્યું.
Genesis 29 : 14 (GUV)
પછી લાબાને કહ્યું, “આશ્ચર્ય! તમે અમાંરા પરિવારના છો!” તેથી યાકૂબ લાબાન સાથે એક મહિના સુધી રહ્યો.
Genesis 29 : 15 (GUV)
એક દિવસ લાબાને યાકૂબને કહ્યું, “તું અમાંરે ત્યાં મફતમાં કામ કરતો રહે તે શું યોગ્ય છે? તમે સંબંધી છો, ગુલામ નહિ, બોલો, હું તમને શી મજૂરી આપું?”
Genesis 29 : 16 (GUV)
લાબાનને બે પુત્રીઓ હતી. મોટીનું નામ ‘લેઆહ’ અને નાનીનું નામ રાહેલ હતું.
Genesis 29 : 17 (GUV)
રાહેલ સુંદર હતી અને લેઆહની આંખો સૌમ્ય હતી.
Genesis 29 : 18 (GUV)
યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “જો તમે તમાંરી નાની પુત્રી રાહેલને માંરી સાથે પરણાવો, તો હું તમાંરે માંટે સાત વર્ષ સુધી કામ કરીશ.”
Genesis 29 : 19 (GUV)
લાબાને કહ્યું, “હું એને બીજા કોઈની સાથે પરણાવું તેના કરતાં તારી સાથે પરણાવું તે એના માંટે સારું છે. તેથી માંરી સાથે રહો.”
Genesis 29 : 20 (GUV)
એટલા માંટે યાકૂબ ત્યાં રહ્યો. અને સાત વર્ષ સુધી લાબાન માંટે કામ કરતો રહ્યો. છતાં એ સાત વરસ તેને સાત દિવસ જેવા લાગ્યા, કારણ કે તે રાહેલને ખૂબ પ્રેમ કરતો હતો.
Genesis 29 : 21 (GUV)
સાત વર્ષ પછી તેણે લાબાનને કહ્યું, “હવે મને રાહેલ સોંપી દો, જેથી હું તેની સાથે લગ્ન કરું. તમાંરે ત્યાં કામ કરવાની માંરી મુદત પૂરી થઈ છે.”
Genesis 29 : 22 (GUV)
તેથી લાબાને તે પ્રદેશના બધા લોકોને ભેગા કર્યા અને ભોજન આપ્યું.
Genesis 29 : 23 (GUV)
તે રાત્રે લાબાન પોતાની પુત્રી લેઆહને યાકૂબ પાસે લાવ્યો. યાકૂબે અને લેઆહએ પરપસ્પર શારીરિક સંબંધ બાંધ્યો.
Genesis 29 : 24 (GUV)
લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી.
Genesis 29 : 25 (GUV)
સવારે યાકૂબે જોયુ કે, તે લેઆહ સાથે સૂતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “તેં માંરી સાથે છળ કર્યુ છે, હું રાહેલ સાથે લગ્ન કરી શકું તે માંટે મેં તમાંરે ત્યાં કેવો સખત પરિશ્રમ કર્યો છે! તમે મને શા માંટે છેતર્યો?”
Genesis 29 : 26 (GUV)
લાબાને કહ્યું, “અમાંરા દેશમાં મોટી પુત્રી પહેલાં નાની પુત્રીને પરણાવવાનો રિવાજ અમાંરા લોકોમાં નથી.
Genesis 29 : 27 (GUV)
પરંતુ લગ્નોત્સવની વિધિ પૂરા અઠવાડિયા સુધી માંણો, અને હું રાહેલને પણ તારી સાથે પરણાવીશ. પરંતુ એ માંટે તારે બીજા સાત વર્ષ માંરી સેવા કરવી પડશે.”
Genesis 29 : 28 (GUV)
તેથી યાકૂબે તેનો સ્વીકાર કર્યો અને તેણે લેઆહના લગ્નની વિધિનું સપ્તાહ પૂરું કર્યુ. ત્યાર પછી લાબાને પોતાની દીકરી રાહેલ પણ તેને પરણાવી.
Genesis 29 : 29 (GUV)
લાબાને પોતાની દાસી બિલ્હાહ પોતાની પુત્રી રાહેલને દાસી તરીકે આપી.
Genesis 29 : 30 (GUV)
તેથી યાકૂબે રાહેલની સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યો. અને લેઆહ કરતાં વધારે પ્રેમ રાહેલને આપ્યો. અને યાકૂબે લાબાનને માંટે બીજા સાત વર્ષ સુધી કામ કર્યુ.
Genesis 29 : 31 (GUV)
યહોવાએ જોયું કે, યાકૂબ લેઆહ કરતાં વધારે રાહેલને પ્રેમ કરે છે, તેથી યહોવાએ લેઆહને બાળકોને જન્મ આપવા યોગ્ય બનાવી, પરંતુ રાહેલને કોઈ સંતાન થયું નહિ.
Genesis 29 : 32 (GUV)
લેઆહે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ રૂબેન રાખ્યું. તેણે કહ્યું, “યહોવાએ માંરાં દુ:ખો સામે જોયું છે. માંરા પતિ મને પ્રેમ કરતાં નથી. તેથી કદાચ એવું બને કે, માંરા પતિ મને પ્રેમ કરે.”
Genesis 29 : 33 (GUV)
લેઆહ ફરીવાર ગર્ભવતી થઈ. અને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેણે આ પુત્રનું નામ ‘શિમયોન’ રાખ્યું. લેઆહે કહ્યું, “યહોવાએ સાંભળ્યું કે, મને પ્રેમ મળતો નથી તેથી તેણે મને આ પુત્ર આપ્યો.”
Genesis 29 : 34 (GUV)
લેઆહ ફરીથી ગર્ભવતી થઈ અને ત્રીજા એક પુત્રને જન્મ આપ્યો. તેણે તે પુત્રનું નામ લેવી રાખ્યું. લેઆહએ કહ્યું, “હવે તો નક્કી મને માંરા પતિ પ્રેમ કરશે. મેં તેમના ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.”
Genesis 29 : 35 (GUV)
પછી લેઆહને ચોથો પુત્ર થયો. તેણીએ એ બાળકનું નામ યહૂદા પાડયું. અને તેણી બોલી, “આ વખતે હું યહોવાની પ્રસંશા કરીશ.” આથી તેણીએ તેનું નામ યહૂદા પાડયું. એ પછી તેણીને સંતાન થતાં બંધ થયાં.
❮
❯