Genesis 16 : 1 (GUV)
ઇબ્રામની પત્ની સારાયને કોઈ બાળક ન હતું. સારાયની પાસે હાગાર નામે એક મિસરી દાસી હતી.
Genesis 16 : 2 (GUV)
સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું.
Genesis 16 : 3 (GUV)
એટલે ઇબ્રામની પત્ની સારાયે પોતાની દાસી હાગારને પોતાના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. તે વખતે ઇબ્રામને કનાનમાં રહેતાં 10 વર્ષ થયાં હતાં.
Genesis 16 : 4 (GUV)
હાગાર ઇબ્રામથી ગર્ભવતી થઈ. જયારે તેને ખબર પડી કે, તે ગર્ભવતી હતી, ત્યારે તે પોતાની જાતને તેણીની શેઠાણી સારાય કરતાં વધારે સારી માંનવા લાગી. અને તેનો તિરસ્કાર કરવા લાગી.
Genesis 16 : 5 (GUV)
પરંતુ સારાયે ઇબ્રામને કહ્યું, “માંરી દાસી મને નફરત કરે છે અને તે માંટે હું તમને દોષિત માંનું છું. મેં માંરી દાસી તમને આપી અને તેણીને જયારે ખબર પડી કે, તેણી ગર્ભવતી છે, ત્યારે તે મને તિરસ્કારવા લાગી. અમાંરા બેમાં કોણ સાચું છે એનો ન્યાય યહોવાએ કરવો જોઇએ.”
Genesis 16 : 6 (GUV)
પરંતુ ઇબ્રામે સારાયને કહ્યું, “તું હાગારની શેઠાણી છે. તું તને ઠીક લાગે તેમ એની સાથે કરી શકે છે. તેથી સારાયએ હાગાર સાથે સખતાઈ કરવા માંડી, તેથી તેની દાસી નાસી ગઈ.”
Genesis 16 : 7 (GUV)
રણપ્રદેશમાં શૂરને રસ્તે આવેલા ઝરણા પાસે હાગારને યહોવાનો દૂત મળ્યો.
Genesis 16 : 8 (GUV)
દૂતે કહ્યું, “હાગાર, તું સારાયની દાસી છે. તું અહીં કયાંથી? તું કયાં જઇ રહી છે?”હાગારે કહ્યું, “હું માંરી શેઠાણી સારાય પાસેથી ભાગીને આવી છું.”
Genesis 16 : 9 (GUV)
યહોવાના દૂતે તેણીને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, અને તેની આજ્ઞા માંન.”
Genesis 16 : 10 (GUV)
યહોવાના દૂતે તેને એ પણ કહ્યું, “હું તારો વંશવેલો એટલો બધો વધારીશ કે, તેની ગણતરી પણ થઈ શકશે નહિ.”
Genesis 16 : 11 (GUV)
યહોવાના દૂતે એમ પણ કહ્યું, “તું અત્યારે ગર્ભવતી છે, અને તું એક પુત્ર જણીશ અને તેનું નામ ઇશ્માંએલ રાખીશ. કારણ કે યહોવાએ સાંભળ્યું છે કે, તારી સાથે ખરાબ વર્તાવ થયો છે, અને તે તારી મદદ કરશે.
Genesis 16 : 12 (GUV)
ઇશ્માંએલ જંગલી અને આઝાદ થશે. તે એક જંગલી ગધેડા જેવો થશે. તે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જશે, તે બધા માંણસોનો વિરોધ કરશે. અને બધા માંણસો તેનો વિરોધ કરશે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. તે તેના ભાઈઓની પાસે તેનો પડાવ નાખશે. પરંતુ તે તેમની વિરુદ્ધ થશે. અને સામે થઈ જુદો રહેશે.”
Genesis 16 : 13 (GUV)
પછી યહોવાએ હાગાર સાથે વાતો કરી. તેણે પોતાની સાથે વાત કરનાર દેવને એક નવા નામથી પોકાર્યો. તેણે કહ્યું, “તમે તે યહોવા છો જે મને જુઓ છે.” “ખરેખર મને દેવના દર્શન થયા પછી હું જીવતી રહી છું!”
Genesis 16 : 14 (GUV)
તેથી એ કૂવો બેર-લાહાય-રોઇનોકૂવો કહેવાયો. એ કૂવો કાદેશ અને બેરેદની વચમાં આવેલો છે.
Genesis 16 : 15 (GUV)
પછી હાગારે ઇબ્રામથી એક પુત્રને જન્મ આપ્યો, અને ઇબ્રામે હાગારથી જન્મેલા પુત્રનું નામ ઇશ્માંએલ રાખ્યું.
Genesis 16 : 16 (GUV)
જયારે ઇબ્રામથી હાગારે ઇશ્માંએલને જન્મ આપ્યો ત્યારે, ઇબ્રામની ઉંમર 86 વર્ષની હતી.
❮
❯