ઊત્પત્તિ 10 : 1 (GUV)
અને નૂહના દિકરા શેમ, હામ અને યાફેથ તેઓની વંશાવળી આ છે: અને જળપ્રલય પછી તેઓને દિકરા થયા.
ઊત્પત્તિ 10 : 2 (GUV)
યાફેથના દિકરા: ગોમેર તથા માગોગ તથા માદાય તથા યાવાન તથા તુબાલ તથા મેશેખ તથા તીરાસ.
ઊત્પત્તિ 10 : 3 (GUV)
અને ગોમેરના દિકરા: આસ્કનાજ તથા રીફાથ તથા તોગાર્મા.
ઊત્પત્તિ 10 : 4 (GUV)
અને યાવાનના દિકરા: એલિશા તથા તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
ઊત્પત્તિ 10 : 5 (GUV)
તેઓથી વિદેશીઓના ટાપુ, તેઓના દેશોમાં સૌ સૌની ભાષા પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓના લોકો પ્રમાણે, વહેંચાયા હતા.
ઊત્પત્તિ 10 : 6 (GUV)
અને હામના દિકરા: ક્રૂશ તથા મિસરાઇમ તથા પૂટ તથા કનાન.
ઊત્પત્તિ 10 : 7 (GUV)
અને કૂશના દિકરા: સબા તથા હવિલા તથા સાબ્તા તથા રામા તથા સાબ્તેકા; અને રામાના દિકરા: શબા તથા દદાન.
ઊત્પત્તિ 10 : 8 (GUV)
અને કૂશથી નિમ્રોદ થયો; તે પૃથ્વી પર બળવાન થવા લાગ્યો.
ઊત્પત્તિ 10 : 9 (GUV)
તે યહોવાની આગળ બળવાન શિકારી થયો; એ માટે કહેવાય છે કે, ‘યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી.’
ઊત્પત્તિ 10 : 10 (GUV)
અને તેના રાજ્યનો આરંભ શિનઆર દેશનાં બાબિલ તથા એરેખ તથા આક્કાદ તથા કલ્નેહ હતાં.
ઊત્પત્તિ 10 : 11 (GUV)
એ દેશમાંથી તે આશૂરમાં ગયો, ને નિનવે તથા રેહોબોથ-ઈર તથા કાલા,
ઊત્પત્તિ 10 : 12 (GUV)
ને નિનવે તથા કાલાની વચમાં રેસેન (આ તો મોટું નગર હતું), તે સર્વ તેણે બાંધ્યાં.
ઊત્પત્તિ 10 : 13 (GUV)
અને લૂદીમ તથા અનામીમ તથા લહાબીમ તથા નોફતુહીમ,
ઊત્પત્તિ 10 : 14 (GUV)
તથા પાથરુસીમ તથા કોસ્લુહીમ, (જયાંથી પલિસ્તીઓ નીકળી ગયા) તથા કાફતોરીમ-એ બધાએ મિસરાઈમથી થયા.
ઊત્પત્તિ 10 : 15 (GUV)
અને કનાનને પહેલો દીકરો સિદોન થયો, ને પછી હેથ.
ઊત્પત્તિ 10 : 16 (GUV)
વળી યબૂસી તથા અમોરી તથા ગિર્ગાશી;
ઊત્પત્તિ 10 : 17 (GUV)
તથા હિવ્વી તથા આરકી તથા સીની;
ઊત્પત્તિ 10 : 18 (GUV)
તથા આરવાદી તથા સમારી તથા હમાથી. અને ત્યાર પછી કનાનીઓનાં કુટુંબોનો વિસ્તાર ફેલાયો.
ઊત્પત્તિ 10 : 19 (GUV)
અને કનાનીઓની સીમ સિદોનથી ગેરાર જતાં ગાઝા સુધી, ને સદોમ તથા ગમોરા તથા આદમા તથા સબોઇમ જતાં લાશા સુધી હતી.
ઊત્પત્તિ 10 : 20 (GUV)
આ પ્રમાણે, તથા પોતપોતાની ભાષા પ્રમાણે, પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં છે.
ઊત્પત્તિ 10 : 21 (GUV)
અને શેમ હેબેરના બધા પુત્રોનો પૂર્વજ, અને જે યાફેથનો વડો ભાઈ હતો, તેને પણ સંતાન થયાં.
ઊત્પત્તિ 10 : 22 (GUV)
શેમના દિકરા: એલામ તથા આશૂર તથા આર્પાકશાદ તથા લૂદ તથા અરામ.
ઊત્પત્તિ 10 : 23 (GUV)
અને અરામના દિકરા: ઉસ તથા હૂલ તથા ગેથેર તથા માશ.
ઊત્પત્તિ 10 : 24 (GUV)
અને આર્પાકશાદથી શેલા થયો; અને શેલાથી હેબેર થયો.
ઊત્પત્તિ 10 : 25 (GUV)
નેઅ હેબેરને બે દિકરા થયા: એકનું નામ પેલેગ [એટલે વિભાગ], કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા; અને તેના ભાઈનું નામ યોકટાન હતું.
ઊત્પત્તિ 10 : 26 (GUV)
અને યોકટાનથી આલ્મોદાદ તથા શેલેફ તથા હસાર્માવેથ તથા યેરા,
ઊત્પત્તિ 10 : 27 (GUV)
તથા હદોરામ તથા ઉઝાલ તથા દિક્લા,
ઊત્પત્તિ 10 : 28 (GUV)
તથા ઓબાલ તથા અબિમાએલ તથા શબા,
ઊત્પત્તિ 10 : 29 (GUV)
તથા ઓફીર તથા હવીલા તથા યોબાબ થયા, એ સર્વ યોકટાનના દિકરા હતા.
ઊત્પત્તિ 10 : 30 (GUV)
અને મેશાથી જતાં સફાર જે પૂર્વનો પહાડ છે, ત્યાં સુધી તેઓનું રહેઠાણ હતું.
ઊત્પત્તિ 10 : 31 (GUV)
આ પ્રમાણે શેમના દિકરા પોતપોતાનાં કુટુંબો પ્રમાણે, તથા પોતપોતાની ભાષા પ્રમાણે, પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકો પ્રમાણે છે.
ઊત્પત્તિ 10 : 32 (GUV)
પોતાની પેઢી પ્રમાણે, પોતપોતાના લોકોમાં એ નૂહના દિકરાઓનાં કુટુંબો છે; અને તેઓથી જળપ્રલય પછી, પૃથ્વી પરના લોકોના વિભાગ થયા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: