એઝરા 10 : 1 (GUV)
એઝરા ઈશ્વરના મંદિર આગળ રડીને તથા ઊંધો પડીને પ્રાર્થના કરતો હતો તથા પસ્તાવો કરતો હતો, ત્યારે તેની પાસે ઇઝરાયલીઓમાંથી પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોની એક મોટી સંખ્યા એકત્ર થઈ; લોકો બહુ મોટો વિલાપ કરતા હતા.
એઝરા 10 : 2 (GUV)
એલામના વંશજોમાંના યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને ઉત્તર આપ્યો, “દેશના લોકમાંથી પરદેશી સ્ત્રીઓ પરણીને અને અમારા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે; પણ એ સંબંધી ઇઝરાયલ વિષે હજી કંઈક આશા છે.
એઝરા 10 : 3 (GUV)
મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ.
એઝરા 10 : 4 (GUV)
ઊઠો; એ કામ તમારું છે, ને અમે તમારી મદદે છીએ. ખૂબ હિમત રાખીને આ કામ કરો.”
એઝરા 10 : 5 (GUV)
ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને પ્રતિજ્ઞા લેવડાવી કે, ‘અમો એ વચન પ્રમાણે કરીશું જ.’ તેથી તેઓએ પ્રતિજ્ઞા લીધી.
એઝરા 10 : 6 (GUV)
તે પછી એઝરા ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશિબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં ગયો. ત્યાં તેણે કંઈ રોટલી ખાધી નહિ, અને પાણી પણ પીધું નહિ; કેમ કે બંદિવાસમાંથી આવેલા લોકોને ઉલ્લંઘનને લીધે તે શોકમાં હતો.
એઝરા 10 : 7 (GUV)
તેઓએ જાહેરાત કરીને આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં બંદિવાસવાળા સર્વ લોકોને જાહેર કર્યું, “તમારે યરુશાલેમમાં એકત્ર થવું.
એઝરા 10 : 8 (GUV)
સરદારોની તથા વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની સર્વ માલમિલકત જપ્ત કરવામાં આવશે, વળી તેને બંદીવાસવાળાઓના સમૂહમાંથી અલગ કરવામાં આવશે.”
એઝરા 10 : 9 (GUV)
યહૂદાના તથા બિન્યામીનના સર્વ માણસો ત્રણ દિવસની અંદર યરુશાલેમમાં એકત્ર થયા. નવમાં માસની વીસમી તારીખે સર્વ લોક આ વાતના ભયને લીધે તથા ભારે વરસાદને લીધે તથા ભારે વરસાદને લીધે ધ્રૂજતા ધ્રૂજતા ઈશ્વરના મંદિરની સામેના ચોગાનમાં બેઠા.
એઝરા 10 : 10 (GUV)
એઝરા યાજકે ઊભા થઈને તેઓને કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે, પરદેશી સ્ત્રીઓ પરણીને ઇઝરાયલનો અપરાધ વધાર્યો છે.
એઝરા 10 : 11 (GUV)
તો હવે તમે તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ પસ્તાવો કરીને તેમની ઇચ્છા પ્રમાણે કરો; દેશના લોકથી તથા પરદેશી સ્ત્રીઓથી અલગ થાઓ.”
એઝરા 10 : 12 (GUV)
ત્યારે સર્વ લોકોએ મોટે સાદે ઉત્તર આપ્યો, “જેમ તેમે અમારા વિષે કહ્યું છે, તેમ જ અમારે કરવું જોઈએ.
એઝરા 10 : 13 (GUV)
પણ લોક ઘણા છે, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક કે બે દિવસનું પણ નથી. આ બાબતમાં અમે તો મોટો અપરાધ કર્યો છે.
એઝરા 10 : 14 (GUV)
હવે અમારી સમગ્ર પ્રજાને માટે સરદારો ઠરાવવામાં આવે. તેઓ, અમારા નગરોમાંના જેઓ પરદેશી સ્ત્રીઓને પરણ્યા છે તે પ્રત્યેક નગરના વડીલો તથા તેના ન્યાયાધીશો એ સર્વ ઠરાવેલી મુદતે હાજર થાય કે, આ વાતનું નિરાકરણ થવાથી આપણા ઈશ્વરનો બળતો કોપ આપણા પરથી દૂર થાય.”
એઝરા 10 : 15 (GUV)
ફકત અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાનો પુત્ર યાહઝ્યા એ વાતની સામે થયા; અને મશુલ્લામે તથા લેવી શાબ્બાથાયે તેઓને ટેકો આપ્યો.
એઝરા 10 : 16 (GUV)
બંદીવાસમાંથી આવેલા લોકોએ જેમ એઝરાએ કહ્યું હતું તેમ કર્યું. એઝરા યાજક તથા પુતૃઓના કુટુંબોનાં કેટલાક મુખ્ય પુરુષોને નીમવામાં આવ્યા.તેઓ દશમાં માસને પહેલે દિવસે તે વાતની તપાસ કરવા બેઠા.
એઝરા 10 : 17 (GUV)
પહેલા માસના પહેલા દિવસ સુધીમાં તેઓએ પરદેશી સ્ત્રીઓ પરણનાર સર્વ માણસોને લગતું કામ સમાપ્‍ત કર્યું.
એઝરા 10 : 18 (GUV)
યાજકોના પુત્રોમાંથી પરદેશી સ્ત્રીઓ પરણેલા મળી આવ્યા, તેઓ આ છે: યેશૂઆના પુત્રોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, અલીએઝેર, યારીબ તથા ગદાલ્યા.
એઝરા 10 : 19 (GUV)
એ બધાએ એવા કોલ આપ્યા, “અમે અમારી સ્ત્રીઓ છોડી દઈશું.” તેમણે પોતાના અપરાધને લીધે ટોળાનો એક મેંઢો [આપ્યો].
એઝરા 10 : 20 (GUV)
ઇમ્મેરના પુત્રોમાંના: હનાની તથા ઝબાદ્યા.
એઝરા 10 : 21 (GUV)
હારીમનાં પુત્રોમાંના: માસેયા, એલિયા, શમાયા, યહીએલ તથા ઉઝિયા.
એઝરા 10 : 22 (GUV)
પાશહૂરના પુત્રોમાંના: એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનયેલ, યોઝાબાદ તથા એલાસા.
એઝરા 10 : 23 (GUV)
લેવીઓમાંના: યોઝાબાદ, શિમઈ, કેલાયા (એટલે કલીટા), પથાહ્યા, યહૂદા તથા અલીએઝેર.
એઝરા 10 : 24 (GUV)
ગાનારાઓમાંનો:એલ્યાશીબ, દ્વારપાળોમાંનો:શાલ્લુમ, ટેલેમ તથા ઉરી.
એઝરા 10 : 25 (GUV)
ઇઝરાયલીઓમાંના: પારોશના પુત્રોમાંના: રામિયા, યિઝિયા, માલ્કિયા તથા બનાયા.
એઝરા 10 : 26 (GUV)
એલામના પુત્રોમાંના: માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યરેમોથ તથા એલિયા.
એઝરા 10 : 27 (GUV)
ઝાત્તૂના પુત્રોમાંના: એલિયોએનાય, એલ્યાશિબ, માત્તાન્યા, યરેમોથ, ઝાબાદ તથા અઝીઝા.
એઝરા 10 : 28 (GUV)
બેબાયના પુત્રોમાંના: યહોહાનાન, હનાન્‍યા, ઝાબ્બાય તથા આથલાય.
એઝરા 10 : 29 (GUV)
બાનીના પુત્રોમાંના: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરેમોથ.
એઝરા 10 : 30 (GUV)
પાહાથ-મોઆબના પુત્રોમાંના: આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાએલ, બિન્‍નૂઈ તથા મનાશ્શા.
એઝરા 10 : 31 (GUV)
હારીમાના પુત્રોમાંના: અલીએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન.
એઝરા 10 : 32 (GUV)
બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા.
એઝરા 10 : 33 (GUV)
હાશુમના પુત્રોમાના માત્તનાય, માત્તાતા, ઝાબાદ, અલિફેલેટ, યરેમાઈ, મનાશ્શા તથા શિમઈ.
એઝરા 10 : 34 (GUV)
બિગ્વાયના પુત્રોમાંના: માઅદાય, આમ્રામ, ઉએલ;
એઝરા 10 : 35 (GUV)
બનાયા, બેદયા, કલુહી;
એઝરા 10 : 36 (GUV)
વાન્યા, મરેમોથ, એલ્યાશિબ;
એઝરા 10 : 37 (GUV)
માત્તાન્યા, માત્તનાય, યાસુ;
એઝરા 10 : 38 (GUV)
બાની, બિન્‍નૂઈ, શિમઈ;
એઝરા 10 : 39 (GUV)
શેલેમ્યા, નાથાન, અદાયા;
એઝરા 10 : 40 (GUV)
માખ્નાદબાય, શાશાય, શારાય;
એઝરા 10 : 41 (GUV)
અઝારેલ, શેલેમ્યા, શમાર્યા;
એઝરા 10 : 42 (GUV)
શાલ્લૂમ, અમાર્યા તથા યૂસફ.
એઝરા 10 : 43 (GUV)
નબોના પુત્રોમાંના: યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
એઝરા 10 : 44 (GUV)
એ સર્વ પરદેશી સ્ત્રીઓને પરણ્યા હતા; તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી છોકરાં થયાં હતાં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44

BG:

Opacity:

Color:


Size:


Font: