એઝેકીએલ 35 : 1 (GUV)
વળી યહોવનું વચન મારી પાસે આવ્યું,
એઝેકીએલ 35 : 2 (GUV)
“હે મનુષ્યપુત્ર, તારું મુખ સેઈર પર્વત તરફ રાખીને તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને તેને કહે કે,
એઝેકીએલ 35 : 3 (GUV)
પ્રભુ યહોવા કહે છે કે, હે સેઈર પર્વ, જો, હું તારી છું, હું મારો હાથ તારી વિરુદ્ધ લંબવીશ, હું તને ઉજ્જડ તથા આશ્ચર્યરૂપ કરી નાખીશ.
એઝેકીએલ 35 : 4 (GUV)
હું તારાં નગરોને ખેદાનમેદાન કરી મૂકીશ, ને તું ઉજ્જડ થશે. ત્યારે તું જાણશે કે હું યહોવા છું.
એઝેકીએલ 35 : 5 (GUV)
તેં સતત વૈર રાખ્યું છે, ને ઇઝરાયલ લોકોને તેમની વિપત્તિને સમયે, આખરના શાસનને સમયે, તરવારની ધારને સ્વાધીન કર્યા છે.
એઝેકીએલ 35 : 6 (GUV)
એ કારણને લીધે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હું તને ખૂનરેજીને માટે તૈયાર કરીશ, ને ખૂનરેજી તારી પાછળ પડશે. તેં ખૂનરેજીને ધિક્કારી નથી, એ માટે ખૂનરેજી તારી પાછળ પડશે.
એઝેકીએલ 35 : 7 (GUV)
એમ હું સેઈર પર્વતને આશ્ચર્યરૂપ તથા ઉજ્જડ કરી નાખીશ. અને હું તેમાં થઈને પાર જનારનો તથા પાછા આવનારનો સંહાર કરીશ.
એઝેકીએલ 35 : 8 (GUV)
હું તેના પર્વતોને તેના કતલ થયેલાઓથી ભરી દઈશ. તરવારથી કતલ થયેલાઓ તારા ડુંગરો પર, તારી ખીણોમાં તથા તારા સર્વ નાળાંમાં પડશે.
એઝેકીએલ 35 : 9 (GUV)
હું તને સદાને માટે વેરાન કરી નાખીશ, ને તારાં નગરોમાં વસતિ થશે નહિ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
એઝેકીએલ 35 : 10 (GUV)
જો કે યહોવા ત્યાં હતો તોપણ તેં કહ્યું છે કે, ‘આ બે પ્રજાઓ તથા આ બે દેશો મારાં થશે, ને અમે તેનો કબજો લઈશું.’
એઝેકીએલ 35 : 11 (GUV)
એ માટે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે, તારા વૈરને લીધે જે ક્રોધ તથા ઈર્ષા તેં તેમના પ્રત્યે દર્શાવ્યાં છે તે પ્રમાણે હું તારી સાથે વર્તીશ. અને જ્યારે હું તારો ન્યાય કરીશ ત્યારે હું તેઓમાં પ્રગટ થઈશ,
એઝેકીએલ 35 : 12 (GUV)
અને તું જાણશે કે ઇઝરાયલના પર્વતોની વિરુદ્ધ જે દુર્ભાષણો તું બોલ્યો છે, એટલે તેં ક્હ્યું છે કે, ‘તેઓ ઉજ્જડ કરી મૂકવામાં આવ્યા છે, તેઓ અમારું ભક્ષ થવા માટે અમને આપવામાં આવ્યા છે, ’ તે સર્વ મેં યહોવાએ સાંભળ્યા છે.
એઝેકીએલ 35 : 13 (GUV)
તમે તમારે મોઢે મારી સામે વડાઈ કરી છે, ને મારી વિરુદ્ધ ફાવે તેમ બોલ્યા છો. મેં તે સાંભળ્યું છે.
એઝેકીએલ 35 : 14 (GUV)
પ્રભુ યહોવા કહે છે. જ્યારે આખી પૃથ્વી આનંદ કરતી હશે, ત્યારે હું તને ઉજ્જડ કરીશ.
એઝેકીએલ 35 : 15 (GUV)
ઇઝરાયલ લોકોનું વતન ઉજ્જડ થયું હતું તેને લીધે તું હર્ષ કરતો હતો, માટે એવી જ હાલત હું તારી કરીશ. હે સેઈર પર્વત, તું ઉજ્જડ થશે, ને આખું અદોમ પણ, હા, આખું [અદોમ ઉજ્જડ થશે]; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

BG:

Opacity:

Color:


Size:


Font: