એઝેકીએલ 19 : 1 (GUV)
વળી ઇઝરાયલના સરદારોને 4 માટે વિલાપ કર,
એઝેકીએલ 19 : 2 (GUV)
ને, કહે કે, તારી મા કોણ હતી? [તે તો] સિંહણ [હતી]. તે સિંહોની સાથે પડી રહેતી હતી, તે જુવાન સિંહોની સાથે રહીને પોતાનાં બચ્ચાનું પોષણ કરતી હતી.
એઝેકીએલ 19 : 3 (GUV)
તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને [કાળજી રાખીને] ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.
એઝેકીએલ 19 : 4 (GUV)
[આસપાસની] પ્રજાઓએ પણ તેને વિષે સાંભળ્યું. તે તેઓની ખાઈમાં સપડાયો; અને તેઓ તેને કડીઓ નાખીને મિસર દેશમાં લઈ ગયા.
એઝેકીએલ 19 : 5 (GUV)
હવે તેણે જાણ્યું કે હું જે આશા રાખતી હતી તે આશા રદ ગઈ છે, ત્યારે તેણે પોતાનાં બચ્ચાંમાંનું બીજું એક લઈને તેને ઉછેરીને જુવાન સિંહ બનાવ્યો.
એઝેકીએલ 19 : 6 (GUV)
તે સિંહોની સાતે હરફર કરવા લાગ્યો, તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.
એઝેકીએલ 19 : 7 (GUV)
તેણે તેઓના મહેલોને લૂંટ્યા, ને તેઓનાં નગરોને વેરાન કરી નાખ્યાં; તેની ગર્જનાના અવાજને લીધે દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.
એઝેકીએલ 19 : 8 (GUV)
ત્યારે વિદેશીઓ‍ ચારે તરફના પ્રાંતોમાંથી તેના ઉપર ચઢી આવ્યા. તેઓએ પોતાની જાળ પ્રસારીને તેના ઉપર [નાખી]; તે તેઓની ખાઈમાં સપડાયો.
એઝેકીએલ 19 : 9 (GUV)
તેઓએ તેને સાંકળે બાંધીને પાંજરામાં પૂર્યો, ને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. ફરીથી તેનો સાદ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે તે માટે તેઓએ તેને કિલ્લામાં લાવીને [કેદમાં પૂર્યો].
એઝેકીએલ 19 : 10 (GUV)
તારી મા તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષાવૃક્ષ જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ખૂબ ફાલીને ડાળીઓથી ભરપૂર થઈ.
એઝેકીએલ 19 : 11 (GUV)
સત્તાધારીઓના રાજદંડને લાયક તેને મજબૂત સોટા થયા હતા, ને તેનું કદ વધીને તે આભલામાં પહોંચી હતી, ને તેની ડાળીઓના જથાસહિત તે ઊંચી દેખાતી હતી.
એઝેકીએલ 19 : 12 (GUV)
પણ [ઈશ્વરના] કોપથી તેને ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવી, ને પૂર્વના વાયુએ તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેના મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા, ને તે ચીમળાઈ ગઈ. અગ્નિએ તમને ભસ્મ કર્યા.
એઝેકીએલ 19 : 13 (GUV)
હમણાં તેને અરણ્યમાં સૂકા ને નિર્જળ અગ્નિએ તેમને ભસ્મ કર્યા.
એઝેકીએલ 19 : 14 (GUV)
તેની ડાળીઓના સોટામાંથી અગ્નિએ પ્રગટ થઈને તેના ફળને ભસ્મ કર્યા છે, તેથી રાજકર્તાનો રાજદંડ બને એવો મજબૂત સોટો તેમાં એકે રહ્યો નથી.” આ તો વિલાપ છે, ને વિલાપ કરવા માટે રહેશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: