Exodus 33 : 1 (GUV)
યહોવાએ મૂસાને કહ્યું, “તું અહીંથી નીકળીને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશનું વચન આપ્યું છે ત્યાં દોરી જા, કેમ કે મેં વચન આપેલું છે કે, આ દેશ હું તમાંરા વંશજોને આપીશ.
Exodus 33 : 2 (GUV)
હું તારી આગળ માંરા એક દેવદૂતને મોકલીશ અને કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને હાંકી કાઢીશ.
Exodus 33 : 3 (GUV)
હું દૂધ અને મધની જયાં રેલછેલ છે એવા દેશમાં તમને લઈ જઈશ, પણ હું તમાંરી સાથે નહિ આવું, કારણ કે તમે લોકો હઠીલા છો અને કદાચ હું તમાંરો રસ્તામાં જ સંહાર કરી નાખું.”
Exodus 33 : 4 (GUV)
લોકોએ જયારે આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેચાં નહિ.
Exodus 33 : 5 (GUV)
યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તમે લોકો હઠીલા છો, જો હું તમાંરી સાથે થોડી ઘડીવાર પણ આવું તો તમાંરો સંહાર કરી નાખું. એટલે તમે તમાંરાં દાગીના, ઘરેણાં ઉતારી નાખો, જ્યારે હું વિચારીશ કે માંરે તમાંરી સાથે શું કરવું?”‘
Exodus 33 : 6 (GUV)
તેથી ઇસ્રાએલીઓએ પોતાનાં ઘરેણાં ઉતારી નાખ્યાં અને હોરેબ પર્વત છોડયા પછી ફરી પહેચાં નહિ.
Exodus 33 : 7 (GUV)
મૂસા હંમેશા છાવણીની બહાર દૂર માંડવો ઊભો કરતો હતો અને જે કોઈને યહોવાની ઈચ્છા જાણવી હોય તે છાવણી બહાર “મુલાકાતમંડપમાં” જતો. જે મૂસાએ છાવણી બહાર ઊભો કર્યો હતો.
Exodus 33 : 8 (GUV)
મૂસા જયારે જયારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાંસુધી તેને જોઈ રહેતા.
Exodus 33 : 9 (GUV)
મૂસા જયારે માંડવા પ્રવેશ કરતો એટલે વાદળનો થંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવા મૂસા સાથે વાત કરતા.
Exodus 33 : 10 (GUV)
વાદળના થંભને દેવ દરવાજા આગળ જોતાં જ દરેક માંણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા.
Exodus 33 : 11 (GUV)
યહોવા મૂસા સાથે એક માંણસ બીજા માંણસ સાથે વાત કરે એ રીતે મોઢામોઢ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો. તેનો નવયુવાન સેવક નૂનનો પુત્ર યહોશુઆ કદી તંબુમાંથી બહાર નીકળતો નહિ.
Exodus 33 : 12 (GUV)
મૂસાએ યહોવાને કહ્યું, “તમે મને આ લોકોને લઈ જવાનું તો કહ્યું પણ તમે એ મને ન કહ્યું કે, તમે માંરી સાથે કોને મોકલવાના છો, તમે મને એમ પણ કહ્યું કે, ‘હું તને નામથી ઓળખું છું અને તારાથી પ્રસન્ન છું.’
Exodus 33 : 13 (GUV)
જો ખરેખર મેં તમને પ્રસન્ન કર્યા હોય, તો મને તમાંરા માંર્ગો શીખવાડો. માંરે તમને ઓળખવા છે. તો હું તમને પ્રસન્ન કરતો રહું. વળી, યાદ રાખજે કે આ લોકો તો તમાંરી જ પ્રજા છે.”
Exodus 33 : 14 (GUV)
યહોવાએ જવાબ આપ્યો, “હું પોતે તારી સાથે જઈશ અને તને માંર્ગદર્શન આપીશ.”
Exodus 33 : 15 (GUV)
કેમ કે મૂસાએ કહ્યું હતું, “તમે જો માંરી સાથે ન આવવાના હો તો અમને અહીંથી આગળ મોકલશો નહિ;
Exodus 33 : 16 (GUV)
અને તમે અમાંરી સાથે આવો એ સિવાય બીજી કઈ રીતે જાણી શકાય કે તમે અમાંરા પર પ્રસન્ન છો? તમે અમાંરી સાથે આવો તો જ અમે, તમાંરા લોકો અને હું પૃથ્વી પરના બીજા બધા લોકો કરતાં જુદા તરી આવીશું.”
Exodus 33 : 17 (GUV)
જવાબમાં યહોવાએ મૂસાને કહ્યું હતું, “હા, તેં જે માંગ્યું છે તે હું ચોક્કસ આપીશ. કારણ કે હું તારા પર પ્રસન્ન છું અને તને બહુ સારી રીતે જાણું છું.”
Exodus 33 : 18 (GUV)
મૂસાએ વિનંતી કરી, “મને તમાંરા ગૌરવના દર્શન કરાવો.”
Exodus 33 : 19 (GUV)
યહોવાએ કહ્યું, “હું માંરી સંપૂર્ણ ભલમનસાઈ તને દેખાડીશ, અને તારી સમક્ષ માંરું નામ ‘યહોવા દેવ’ તરીકે જાહેર કરીશ. હું જેને પસંદ કરીશ એ લોકો પર દયા અને કરુણા વરસાવીશ.”
Exodus 33 : 20 (GUV)
વધુમાં તેમણે કહ્યું, “પણ માંરું મુખ તું જોઈ શકીશ નહિ, કારણ, કોઈ પણ માંણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.
Exodus 33 : 21 (GUV)
“તેમ છતાં માંરી બાજુમાં આ ખડક પર ઊભો રહેજે.
Exodus 33 : 22 (GUV)
અને માંરું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં મૂકી દઈશ. અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી માંરા હાથ વડે તને હું ઢાંકી દઈશ.
Exodus 33 : 23 (GUV)
પછી હું માંરો હાથ લઈ લઈશ અને તું માંરી પીઠ જોવા પામીશ, પણ માંરું મુખ તને દેખાશે નહિ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23