નિર્ગમન 30 : 1 (GUV)
અને તું ધૂપ બાળવા માટે વેદી બનાવ; તું તેને બાવળની બનાવ.
નિર્ગમન 30 : 2 (GUV)
તે એક હાથ લાંબી ને એક હાથ પહોળી, એટલે તે ચોખંડી થાય; અને તે બે હાથ ઊંચી થાય. તેનાં શિંગ તેની સાથે સળંગ હોય.
નિર્ગમન 30 : 3 (GUV)
અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, એટલે તેના મંથાળાને તથા તેની ચારેગમની બાજુઓને તથા તેનાં શિંગોને તું મઢ; અને તેને માટે તું સોનાની ફરતી કિનારી બનાવ.
નિર્ગમન 30 : 4 (GUV)
અને તેને માટે તેની કિનારી નીચે તું સોનાનાં બે કડાં બનાવ; બન્‍ને બાજુએ, તેનાં બે પડખાં પર તું તેઓને બનાવ. અને તેઓ તેને ઊંચકવાને સારું બે દાંડાને માટે જગા થાય.
નિર્ગમન 30 : 5 (GUV)
અને દાંડાઓ તું બાવળના બનાવ, ને તેઓને સોનાથી મઢ.
નિર્ગમન 30 : 6 (GUV)
અને કરારકોશ પાસેનઅ પડદા આગળ, એટલે જ્યાં હું તને મળીશ તે કરાર પરના દયાસન આગળ તું તેને મૂક.
નિર્ગમન 30 : 7 (GUV)
અને હારુન તે પર સુગંધીદાર ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફસૂફ કરે ત્યારે તે ધૂપ બાળે.
નિર્ગમન 30 : 8 (GUV)
અને સાંજે જ્યારે હારુન બત્તીઓ સળગાવે ત્યારે તે ધૂપ બાળે. તમારામાં પેઢી દરપેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય.
નિર્ગમન 30 : 9 (GUV)
તે વેદી પર તમે અન્ય ધૂપ કે દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ ચઢાવશો નહિ; અને તે પર કંઈ પેયાર્પણ રેડશો નહિ.
નિર્ગમન 30 : 10 (GUV)
અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”
નિર્ગમન 30 : 11 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
નિર્ગમન 30 : 12 (GUV)
“ઇઝરાયલી લોકોની સંખ્યા કેટલી છે તે જોવા જ્યારે તું ગણતરી કરે ત્યારે તેમની ગણતરી થતી વખતે તેઓમાંનો દરેક પુરુષ પોતાના જીવના બદલામાં યહોવાને ખંડણી આપે; એ માટે કે જ્યારે તેમની ગણતરી થાય ત્યારે તેઓ મધ્યે કંઈ મરકી ન આવે.
નિર્ગમન 30 : 13 (GUV)
તેઓ આ પ્રમાણે આપે “ગણમાં જેઓ દાખલ થાય તેઓમાંનો દરેક પુરુષ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ આપે (વીસ ગેરાહનો શેકેલ થાય છે), યહોવાને અર્પણ તરીકે તે અડધો શેકેલ આપે.
નિર્ગમન 30 : 14 (GUV)
વીસ વર્ષનો કે તેથી વધારે વયનો જે દરેક પુરુષ ગણમાં દાખલ થાય, તે યહોવાને આ અર્પણ આપે.
નિર્ગમન 30 : 15 (GUV)
તમારા જીવના બદલામાં પ્રાયશ્ચિત કરવાને માટે તેઓ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે દ્રવ્યવાન માણસ અડધા શેકેલ કરતાં વત્તું ન આપે, તેમ દરિદ્રી તેથી ઓછું ન આપે.
નિર્ગમન 30 : 16 (GUV)
અને ઇઝરાયલી લોકોની પાસેથી પ્રાયશ્ચિતના પૈસા લઈને તું તેને મુલાકાતમંડપની સેવાને અર્થે ઠરાવ. એ માટે કે તે તમારા જીવને માટે પ્રાયશ્ચિત કરવાને અર્થે ઇઝરાયલી લોકોને માટે યહોવાની આગળ યાદગીરીરૂપ થાય.”
નિર્ગમન 30 : 17 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
નિર્ગમન 30 : 18 (GUV)
“વળી હાથપગ ધોવાને માટે તું પિત્તળનો હોજ બનાવ, ને તેનું તળિયું પિત્તળનું થાય; અને તું તેને મુલાકાતમંડપ તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી રેડ.
નિર્ગમન 30 : 19 (GUV)
અને હારુન તથા તેના દીકરાઓ તેમાં હાથપગ ધુએ.
નિર્ગમન 30 : 20 (GUV)
તેઓ મુલાકાતમંડપમાં પેસે, અથવા સેવા કરવાને માટે, એટલે યહોવાને માટે હોમયજ્ઞ બાળવાને માટે, એટલે યહોવાને માટે, હોમયજ્ઞ બાળવાને માટે, વેદી પાસે આવે ત્યારે તેઓ માર્યા ન જાય માટે પાણીથી સ્નાન કરે.
નિર્ગમન 30 : 21 (GUV)
એમ જ તેઓ હાથપગ ધુએ, એ માટે કે તેઓ મરે નહિ. અને તે તેઓને માટે એટલે પેઢી દરપેઢી તેને માટે તથા તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.”
નિર્ગમન 30 : 22 (GUV)
વળી યહોવાએ મૂસાને કહ્યું,
નિર્ગમન 30 : 23 (GUV)
“તું તારી પાસે મુખ્ય સુગંધીઓ પણ લે, અડધો ભાગ એટલે અઢીસો શેકેલ સુગંધીદાર તજ, ને અઢીસો શેકેલ સુગંધીદાર બરુ,
નિર્ગમન 30 : 24 (GUV)
ને પાંચસો શેકેલ દાલચીની, એ પ્રમાણે તું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લે. વળી તું એક હીન જૈતૂનફળનું તેલ લે;
નિર્ગમન 30 : 25 (GUV)
અને તું તેને પવિત્ર અભિષેકનું તેલ, સુગંધી બનાવનારના હુન્‍નર મુજબ મિશ્ર કરેલી સુગંધી બનાવ; તે અભિષેકનું પવિત્ર તેલ થાય.
નિર્ગમન 30 : 26 (GUV)
અને તેથી તું મુલાકાતમંડપને તથા કરારકોશને,
નિર્ગમન 30 : 27 (GUV)
તથા તેનાં બધાં પાત્રો સહિત મેજને, તથા તેનાં બધાં પાત્રો સહિત દીપવૃક્ષને, તથા ધૂપવેદીને,
નિર્ગમન 30 : 28 (GUV)
તથા તેનાં બધાં પાત્રો સહિત યજ્ઞવેદીને, તથા હોજને તથા તેના તળિયાને અભિષિક્ત કર.
નિર્ગમન 30 : 29 (GUV)
અને તું તેઓને પવિત્ર કર કે તેઓ પરમપવિત્ર થાય; તેઓને જે કંઈ અડકે તે પણ પવિત્ર થશે.
નિર્ગમન 30 : 30 (GUV)
અને તું હારુનને તથા તેના દીકરાઓને અભિષિકત કરીને પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે.
નિર્ગમન 30 : 31 (GUV)
અને તું ઇઝરાયલી લોકોને કહે કે તમારી પેઢી દરપેઢી આ મારે માટે અભિષેકનું પવિત્ર તેલ થાય
નિર્ગમન 30 : 32 (GUV)
તે માનવના દેહ પર ન રેડાય, ને તેના જેવી મેળવણીનું તમે કંઈ બનાવશો નહિ; તે પવિત્ર છે, ને તે તમારે માટે પવિત્ર ગણાશે.
નિર્ગમન 30 : 33 (GUV)
જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પરાક્રમ માણસ પર રેડે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”
નિર્ગમન 30 : 34 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલેથ તથા હેલ્બનાએ, સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સહિત લે; દરેકને સરખા તોલ પ્રમાણે લે.
નિર્ગમન 30 : 35 (GUV)
અને તેનો ધૂપ એટલે સુગંધી બનાવવનારના હુન્‍નર મુજબ સુગંધી બનાવ, તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય.
નિર્ગમન 30 : 36 (GUV)
અને તેમાંથી કેટલુંક ઝીણું ખાંડીને તું તેને મુલાકાતમંડપમાં, કરારકોશની આગળ, જ્યાં હું તને મળીશ, ત્યાં મૂક. તે તમારે માટે પરમપવિત્ર ગણાશે.
નિર્ગમન 30 : 37 (GUV)
અને જે ધૂપ તું બનાવે, તેના જેવી બનાવટનો તમે પોતાને માટે બનાવશો નહિ. તે તને યહોવાને માટે પવિત્ર હોય.
નિર્ગમન 30 : 38 (GUV)
તેના જેવા જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: