નિર્ગમન 27 : 1 (GUV)
અને પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી, એવી બાવળની વેદી બનાવ. વેદી સમચોરસ ને ત્રણ હાથ ઊંચી હોય.
નિર્ગમન 27 : 2 (GUV)
અને તેના ચાર ખૂણા પર તું તેનાં શિંગ બનાવ; તેનાં શિંગ તેની સાથે સળંગ હોય; અને તું તેને પિત્તળથી મઢ.
નિર્ગમન 27 : 3 (GUV)
અને તેના ભસ્મપાત્રો તથા પાવડીઓ તથા તપેલાં તથા ત્રિશૂળો તથા સગડીઓ તું બનાવ. તેનાં બધાં પાત્રો તું પિત્તળનાં બનાવ.
નિર્ગમન 27 : 4 (GUV)
અને તેને માટે તું પિત્તળની જાળી બનાવ; અને જાળીના ચાર ખૂણામાં તું પિત્તળનાં ચાર કડાં બનાવ.
નિર્ગમન 27 : 5 (GUV)
અને તું તેને વેદીની કોરની નીચે રાખ, એવી રીતે કે જાળી વેદીની નીચે રાખ, એવી રીતે કે જાળી વેદીની ઊંચાઈની અધવચ પહોંચે.
નિર્ગમન 27 : 6 (GUV)
અને વેદીને માટે દાંડા એટલે બાવળના દાંડા બનાવીને તું તેમને પિત્તળથી મઢ,
નિર્ગમન 27 : 7 (GUV)
અને તેના દાંડા કડાંમાં નંખાય, ને વેદીને ઊંચકતાં દાંડા વેદીની બન્‍ને બાજુએ રહે.
નિર્ગમન 27 : 8 (GUV)
તું તેને પાટિયાંના ખોખા જેવી બનાવજે; જેમ પર્વત તને દેખાડવામાં આવ્યું, તેમ તેઓ તેને બનાવે.
નિર્ગમન 27 : 9 (GUV)
અને તું મંડપનું આંગણું બનાવ:એક બાજુએ એટલે દક્ષિણ બાજુએ આંગણાને માટે સો હાથ લાંબો, એવો ઝીણા કાંતેલા શણનો પડદો હોય.
નિર્ગમન 27 : 10 (GUV)
અને તેને વીસ થાંભલા હોય, તથા તેઓની વીસ કૂંભીઓ પિત્તળની હોય; થાંભલાના આંકડાં તથા તેઓના સળિયા રૂપાના હોય.
નિર્ગમન 27 : 11 (GUV)
અને તેમ જ ઉત્તર બાજુને માટે સો હાથ લાંબો પડદો, ને વીસ થાંભલા તથા તેમની વીસ કૂંભીઓ પિત્તળનાં હોય; થાંભલાના આંકડા તથા તેઓના સળિયા રૂપાના હોય.
નિર્ગમન 27 : 12 (GUV)
અને પશ્ચિમ બાજુએ આંગણાની પહોળાઈને માટે પચાસ હાથનો પડદો હોય. તેના થાંભલા દશ, તથા તેમની કૂંભીઓ દશ હોય.
નિર્ગમન 27 : 13 (GUV)
અને પૂર્વ તરફ ઉગમણી બાજુએ આંગણાની પહોળાઈ પચાસ હાથ હોય.
નિર્ગમન 27 : 14 (GUV)
એક બાજુનો પડદો પંદર હાથનો હોય. તેના થાંભલા ત્રણ, ને તેમની કૂંભીઓ ત્રણ હોય.
નિર્ગમન 27 : 15 (GUV)
વળી બીજી બાજુને માટે પડદો પંદર હાથનો હોય. તેના થાંભલા ત્રણ, ને તેમની કૂંભીઓ ત્રણ હોય.
નિર્ગમન 27 : 16 (GUV)
અને આંગણાના ઝાંપાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો બનેલો વીસ હાથ લાંબો બુટ્ટાદાર પડદો હોય. તેના થાંભલા ચાર, ને તેઓની કૂંભીઓ ચાર હોય.
નિર્ગમન 27 : 17 (GUV)
આંગણાની આસપાસના બધા થાંભલાને રૂપાના સળિયા લગાડવામાં આવે. તેમના આંકડા રૂપાના, ને તેમની કૂંભીઓ પિત્તળની હોય.
નિર્ગમન 27 : 18 (GUV)
આંગણું સો હાથ લાંબુ, ને બધેથી પચાસ હાથ પહોળું, ને પાંચ હાથ ઊંચું, ને ઝીણા કાંતેલા શણનું હોય, ને [થાંભલાની] કૂંભીઓ પિત્તળની હોય.
નિર્ગમન 27 : 19 (GUV)
મંડપના બધા કામમાં વાપરવાની સર્વ સામગ્રી પિત્તળની હોય, વળી તેની સઘળી ખીલીઓ તથા આંગણાંની સઘળી ખીલીઓ પિત્તળની હોય.
નિર્ગમન 27 : 20 (GUV)
વળી બત્તીને નિરંતર સળગતી રાખવા માટે તું ઇઝરાયલીઓને દીવાને માટે જૈતુનફળનું પીલેલું ચોખ્ખું તેલ લાવવાની આજ્ઞા કર.
નિર્ગમન 27 : 21 (GUV)
મુલાકાતમંડપમાં કરારકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના દીકરાઓ સાંજથી તે સવાર સુધી યહોવા આગળ તેની વ્યવસ્થા કરે. ઇઝરાયલીઓને માટે પેઢી દરપેઢી તે સદાનો વિધિ થાય.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: