નિર્ગમન 24 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “યહોવાની પાસે ઉપર આવ, તું તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર ઉપર આવો; અને દૂર રહીને ભજન કરો.
નિર્ગમન 24 : 2 (GUV)
અને મૂસઅ એકલો યહોવાની પાસે આવે; પણ તેઓ પાસે ન આવે; તેમ લોકો તેની સાથે ઉપર આવે નહિ.”
નિર્ગમન 24 : 3 (GUV)
પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો કહી સંભળાવ્યાં; અને બધા લોકે એકે અવાજે ઉત્તર આપ્યો, “યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.”
નિર્ગમન 24 : 4 (GUV)
અને મૂસાએ યહોવાની સર્વ વાતો લખી, ને સવારે વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી તથા ઇઝરાયલનાં બાર કુળ પ્રમાણે બાર સ્તંભ ઊભા કર્યા.
નિર્ગમન 24 : 5 (GUV)
વળી તેણે ઇઝરાયલમાંથી કેટલાએક જુવાનોને મોકલ્યા કે, જેઓએ દહનીયાર્પણો ચઢાવ્યાં, ને યહોવાની આગળ બળદનાં શાંત્યર્પણો કર્યા.
નિર્ગમન 24 : 6 (GUV)
અને મૂસાએ અર્ધું રક્ત તેણે વેદી પર છાંટયું.
નિર્ગમન 24 : 7 (GUV)
અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતાં વાંચ્યું; અને લઈને લોકોના સાંભળતા વાંચ્યું; અને તેઓએ કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાળીશું.”
નિર્ગમન 24 : 8 (GUV)
પછી મૂસાએ રક્ત લીધું, ને લોકો પર છાંટીને કહ્યું, “જુઓ, તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે, તેનું રક્ત આ છે.”
નિર્ગમન 24 : 9 (GUV)
ત્યારે મૂસા તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના સિત્તેર વડીલો ઉપર ચઢયા.
નિર્ગમન 24 : 10 (GUV)
અને તેઓએ ઇઝરાયલના ઈશ્વરને જોયા. અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી, અને તે આકાશના જેવી નિર્મળ હતી.
નિર્ગમન 24 : 11 (GUV)
અને ઈશ્વરે ઇઝરાયલી લોકોના વડીલો પર હાથ ઉપાડો નહિ, અને તેઓએ ઈશ્વરને જોયા, ને ખાધું તથા પીધું.
નિર્ગમન 24 : 12 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “તું પર્વત પર મારી પાસે આવ, ને ત્યાં ઊભો રહે. અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે, તે હું તને આપીશ, એ માટે કે તું તે લોકોને શીખવે.”
નિર્ગમન 24 : 13 (GUV)
અને મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા; અને મૂસા ઈશ્વરના પર્વત પર ગયો.
નિર્ગમન 24 : 14 (GUV)
અને તેણે વડીલોને કહ્યું, “અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી અહીં રહીને અમારી રાહ જોજો. અને જુઓ, હારુન તથા હૂર તમારી સાથે છે; જે કોઈને કંઇ તકરાર હોય, તે તેમની પાસે જાય.”
નિર્ગમન 24 : 15 (GUV)
પછી મૂસા પર્વત પર ચઢયો, ને મેઘે પર્વતને ઢાંકી દીધો.
નિર્ગમન 24 : 16 (GUV)
અને યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર થંભ્યું, ને છ દિવસ સુધી મેઘે તેને ઢાંકી રાખ્યો; અને સાતમે દિવસે યહોવાએ મેઘમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.
નિર્ગમન 24 : 17 (GUV)
અને ઇઝરાયલીઓની દષ્ટિમાં યહોવાના ગૌરવનો દેખાવ પર્વતના શિખર ઉપર ખાઈ જનાર અગ્નિ જેવો હતો.
નિર્ગમન 24 : 18 (GUV)
અને મૂસા મેઘની અંદર પેસીને પર્વત પર ચઢયો; અને મૂસા ચાળીસ દિવસ તથા ચાળીસ રાત પર્વત પર રહ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: