નિર્ગમન 11 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન ઉપર તથા મિસર ઉપર હું બીજી એક વિપત્તી લાવીશ; ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે. જ્યારે તે તમને જવા દેશે, ત્યારે નિશ્ચે તે તમને સમૂળગા અહીંથી હાંકી કાઢશે.
નિર્ગમન 11 : 2 (GUV)
હવે લોકોના કાનમાં કહે કે, પ્રત્યેક પુરુષ તેના પડોશી પાસેથી, તથા પ્રત્યેક સ્‍ત્રી તેની પડોશણ પાસેથી રૂપાનાં આભૂષણ તથા સોનાનાં ઘરેણાં માંગી લે.”
નિર્ગમન 11 : 3 (GUV)
અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં તે લોક ઉપર કૃપા કરાવી. વળી મિસર દેશમાં એટલે ફારુનના સેવકોની નજરમાં તથા લોકોની નજરમાં મૂસા ઘણો મોટો માણસ મનાયો.
નિર્ગમન 11 : 4 (GUV)
અને મૂસાએ કહ્યું, “યહોવા એમ કહે છે કે, હું મધરાતે નીકળીને મિસરમાં ફરીશ.
નિર્ગમન 11 : 5 (GUV)
અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત, એટલે રાજ્યાસન પર બિરાજમાન ફારુનના પ્રથમજનિત સુધી, માર્યા જશે.
નિર્ગમન 11 : 6 (GUV)
અને આખા મિસર દેશમાં એવી ભારે રોકકળ થશે કે એના જેવી એકે થઈ નથી, તથા એના જેવી બીજી કદી થવાની નથી.
નિર્ગમન 11 : 7 (GUV)
પણ ઇઝરાયલી લોકોના કોઈ પણ મનુષ્ય કે જાનવર સામે કૂતરા સરખો પણ જીભ હલાવશે નહિ; એ માટે કે તમે જાણો કે યહોવા મિસરીઓ તથા ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખે છે.
નિર્ગમન 11 : 8 (GUV)
અને આ સર્વ તારા દાસો મારી પાસે આવીને મને પગે લાગીને કહેશે કે, તું તથા તારા તાબાના લોકો જતા રહો. અને ત્યાર પછી જ હું તો જવાનો.” અને તે ક્રોધથી તપી જઈને ફારુનની પાસેથી બહાર નીકળી ગયો.
નિર્ગમન 11 : 9 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન તમારું સાંભળશે નહિ. એ માટે કે મારા ચમત્કારો મિસર દેશમાં વત્તા થાય.”
નિર્ગમન 11 : 10 (GUV)
અને મૂસા તથા હારુને એ સર્વ ચમત્કાર ફારુનની આગળ કર્યા; અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: