સભાશિક્ષક 10 : 1 (GUV)
મરેલી માખીઓ ગાંધીના અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે! તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ તથા માનને દબાવી દે છે.
સભાશિક્ષક 10 : 2 (GUV)
બુદ્ધિમાન માણસનું હ્રદય તેને જમણે હાથે છે; પણ મૂર્ખનું હ્રદય તેને ડાબે હાથે છે.
સભાશિક્ષક 10 : 3 (GUV)
વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેકને કહે છે કે, હું મૂર્ખ છું.
સભાશિક્ષક 10 : 4 (GUV)
જો અધિકારીનો મિજાજ તારા પર તપી જાય, તોપણ તારી જગા છોડી ન દે; કેમ કે નમી જવાથી ભારે ગુસ્સો સમી જાય છે.
સભાશિક્ષક 10 : 5 (GUV)
મેં પૃથ્વી પર એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારીથી થતી ભૂલ:
સભાશિક્ષક 10 : 6 (GUV)
મૂર્ખાઈ ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, અને દ્રવ્યવાનો નીચે સ્થળે બેસે છે.
સભાશિક્ષક 10 : 7 (GUV)
મેં ચાકરોને ઘોડે ચઢેલા અને અમીરોને ચાકર તરીકે જમીન પર પગે ચાલતા જોયા છે.
સભાશિક્ષક 10 : 8 (GUV)
જે ખાડો ખાદે છે તે જ તેમાં પડશે; અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડશે.
સભાશિક્ષક 10 : 9 (GUV)
જે પથ્થર ખસેડશે તેને તે વાગશે; અને લાકડાં ચીરનાર લાકડાંથી જ જોખમમાં પડે છે.
સભાશિક્ષક 10 : 10 (GUV)
જો કોઈ બુઠ્ઠા લોઢાને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને અધિક બળ વાપરવું પડશે; પણ સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
સભાશિક્ષક 10 : 11 (GUV)
જો મંત્ર્યા પહેલાં સાપ [કોઈને] કરડે, તો ગારુડીની વિદ્યા નકામી છે.
સભાશિક્ષક 10 : 12 (GUV)
જ્ઞાની માણસના મુખના શબ્દો માયાળુ છે; પણ મૂર્ખના હોઠો તેને પોતાને જ ગળી જશે.
સભાશિક્ષક 10 : 13 (GUV)
તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે.
સભાશિક્ષક 10 : 14 (GUV)
વળી મૂર્ખ ઘણું બોલે છે; પણ માણસ જાણતું નથી કે શું થવાનું છે; અને તેની પાછળ શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?
સભાશિક્ષક 10 : 15 (GUV)
મૂર્ખોની મહેનત તેઓમાંના દરેકને થકવે છે, કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
સભાશિક્ષક 10 : 16 (GUV)
હે દેશ, તારો રાજા બાળક હોય, અને તારા હાકેમો સવારમાં ખાણીપીણી કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
સભાશિક્ષક 10 : 17 (GUV)
હે દેશ, તારો રાજા કુલીન કુટુંબનો હોય, અને તારા હાકેમો કેફને માટે નહિ પણ બળ મેળવવાને માટે યોગ્ય વેળાએ ખાતા હોય, ત્યારે તો તને ધન્ય છે!
સભાશિક્ષક 10 : 18 (GUV)
આળસથી છાપરું નમી પડે છે; અને હાથની સુસ્તીથી ઘરમાં ચૂવે છે.
સભાશિક્ષક 10 : 19 (GUV)
મિજબાની મોજમઝાને માટે કરવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશ કરે છે. પૈસા બધી વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડે છે.
સભાશિક્ષક 10 : 20 (GUV)
રાજાને શાપ ન દે, તારા વિચારથી પણ નહિ; અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી [પણ] શાપ ન દે; કેમ કે વાયુચર પક્ષી તે બોલ લઈ જશે, અને પંખી તે વાત કહી દેશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: