સભાશિક્ષક 1 : 1 (GUV)
યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
સભાશિક્ષક 1 : 2 (GUV)
સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા: વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે.
સભાશિક્ષક 1 : 3 (GUV)
જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે?
સભાશિક્ષક 1 : 4 (GUV)
એક પેઢી જાય છે, અને બીજી આવે છે; પણ પૃથ્વી સદા ટકી રહે છે.
સભાશિક્ષક 1 : 5 (GUV)
સૂર્ય ઊગે છે, અને તે અસ્ત થઈને સત્વર તેની ઊગવાની જગાએ ધસી જાય છે.
સભાશિક્ષક 1 : 6 (GUV)
પવન દક્ષિણ તરફ જાય છે, અને પાછો ફરીને ઉત્તરમાં આવે છે; તે પોતાની ગતિમાં આમથી તેમ નિરંતર ફર્યા કરે છે, અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
સભાશિક્ષક 1 : 7 (GUV)
સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તોપણ સમુદ્ર ભરાઈ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.
સભાશિક્ષક 1 : 8 (GUV)
સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે; મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે; જોવાથી આંખ તૃપ્ત થતી નથી, અને સાંભળવાથી કાન ધરાતા નથી.
સભાશિક્ષક 1 : 9 (GUV)
જે થઈ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; અને પૃથ્વી પર કંઈ જ નવું નથી.
સભાશિક્ષક 1 : 10 (GUV)
શું, એવું કંઈ છે કે જે વિષે લોકો કહી શકે, “જુઓ, આ નવું છે?” તોપણ [જાણવું કે,] આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું.
સભાશિક્ષક 1 : 11 (GUV)
આગલી [પેઢીઓ] નું સ્મરણ નથી; તેમ જ હવે પછી થનાર [પેઢીઓ] નું પણ કંઈ પણ સ્મરણ હવે પછી થનાર લોકોમાં રહેશે નહિ.
સભાશિક્ષક 1 : 12 (GUV)
હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
સભાશિક્ષક 1 : 13 (GUV)
પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
સભાશિક્ષક 1 : 14 (GUV)
પૃથ્વી પર જે કામો થાય છે તે સર્વ મેં જોયાં છે; અને એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.
સભાશિક્ષક 1 : 15 (GUV)
વાંકું હોય તે સીધું કરી શકાતું નથી; અને જે ખૂટતું છે તે [બધા] ની ગણતરી કરી શકાતી નથી.
સભાશિક્ષક 1 : 16 (GUV)
મેં મારા મન સાથે એવી વાત કરી, “જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વ કરતાં મેં અધિક જ્ઞાન મેળવ્યું છે; મારા મનને જ્ઞાનનો તથા વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.”
સભાશિક્ષક 1 : 17 (GUV)
વળી મેં મારું મન જ્ઞાન સમજવામાં અને ઘેલાપણું તથા મૂર્ખાઈ સમજવામાં લગાડયું; તો મને માલૂમ પડયું કે એ પણ પવનમાં બાચકા ભરવા જેવું છે.
સભાશિક્ષક 1 : 18 (GUV)
કેમ કે અધિક જ્ઞાનથી અધિક શોક થાય છે; અને વિદ્યા વધારનાર શોક વધારે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: