પુનર્નિયમ 6 : 1 (GUV)
“તમે જે દેશનો કબજો લેવાને જઈ રહ્યા છો, ત્યાં જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો પાળવાનું તમને શીખવવા માંટેની આજ્ઞા તમાંરા દેવ યહોવાએ મને કહી હતી તે આ છે.
પુનર્નિયમ 6 : 2 (GUV)
તમને આ નિયમો શીખવવાનો હેતુ એ છે કે તમે યહોવાથી ડરીને ચાલો અને હું તમને જે કાયદાઓ અને આજ્ઞાઓ આપું છું તેનું તમે, તમાંરા સંતાનો અને તમાંરા બધા વંશજો જીવનભર પાલન કરો જેથી તમે સફળ દીર્ઘાયુ ભોગવો.
પુનર્નિયમ 6 : 3 (GUV)
હે ઇસ્રાએલી પ્રજાજનો, જો તમે ધ્યાનથી સાંભળશો અને કાળજીપૂર્વક એનું પાલન કરશો, તો તમાંરા પિતૃઓના દેવ યહોવાએ આપેલા વચન પ્રમાંણે જયાં દૂધ અને મધની રેલછેલ છે એવા દેશમાં તમે સુખી થશો અને તમાંરો વંશવેલો ખૂબ વધશે. અને તમે એક મહાન પ્રજા બની રહેશો.
પુનર્નિયમ 6 : 4 (GUV)
“હે ઇસ્રાએલી પ્રજાજનો; સાંભળો, યહોવા આપણા દેવ છે. એક માંત્ર યહોવા.
પુનર્નિયમ 6 : 5 (GUV)
અને તમાંરે તમાંરા દેવ યહોવા પર પૂર્ણ મનથી પૂર્ણ અંત:કરણથી તથા પૂર્ણ મનોબળથી પ્રેમ રાખવો.
પુનર્નિયમ 6 : 6 (GUV)
આજે હું તમને જે આજ્ઞાઓ આપુ છું તેને તમાંરા મનમાં સંધરી રાખજો.
પુનર્નિયમ 6 : 7 (GUV)
અને તમાંરાં સંતાનોને તે શીખવો, તમે ઘરમાં હોય કે રસ્તે ચાલતા હોય સુતાં હોય કે જાગતાં હોય, તેનું રટણ કરતા રહો.
પુનર્નિયમ 6 : 8 (GUV)
તમે એ આજ્ઞાઓને તમાંરા હાથે યાદી તરીકે બાંધજો અને તમાંરા લલાટ પર બિલ્લા તરીકે.
પુનર્નિયમ 6 : 9 (GUV)
તમાંરા ઘરની બારસાખ ઉપર તથા તમાંરા દરવાજા ઉપર તે લખજો.
પુનર્નિયમ 6 : 10 (GUV)
“તમાંરા દેવ યહોવા કે જેમણે જે દેશ આપવાનું, તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાકને અને યાકૂબને વચન આપ્યું હતું તે દેશમાં તમને લઈ જશે. ખ્યાં મોટાં સુંદર નગરો છે, જે તમે બાંધ્યાં નથી.
પુનર્નિયમ 6 : 11 (GUV)
ત્યાં સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર છે, જે તમે વસાવ્યાં નથી. પથ્થરમાં ખોદી કાઢેલા કૂવા છે, જે તમે ખોઘ્યા નથી; તથા દ્રાક્ષની અને જૈતૂનની વૅંડીઓ છે, જે તમે વાવેલી નથી, ત્યાં તમે પુષ્કળ પ્રમૅંણમાં ખાશો ને તૃપ્ત થશો.
પુનર્નિયમ 6 : 12 (GUV)
“ખબરદાર રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના દેશમાંથી તમને કાઢી લાવનાર યહોવાને તમે ભૂલી જાવ.
પુનર્નિયમ 6 : 13 (GUV)
તમાંરા દેવ યહોવૅંથી ડરો, તેની સેવા કરવી અને તમાંરા બધા વચનોમાં ફકત તેમનું જ નામ વાપરવું.
પુનર્નિયમ 6 : 14 (GUV)
તમાંરે પડોશી પ્રજાઓના દેવોની પૂજા કરવી નહિ.
પુનર્નિયમ 6 : 15 (GUV)
કારણ કે, તમાંરી સૅંથે રહેનાર તમાંરા દેવ યહોવા એકનિષ્ઠા માંગતા દેવ છે. જો તમે અવજ્ઞા કરશો તો તમાંરા પર રોષે ભરાશે અને તમને પૃથ્વીના પડ પરથી ભૂંસી નાખશે અને તમાંરું નામનિશાન રહેશે નહિ.
પુનર્નિયમ 6 : 16 (GUV)
“તમે માંસ્સાહમાં તેમની વિરુદ્ધ ફરિયાદ કરીને તેમને ઉશ્કેર્યા હતા અને તેમની ધીરજની પરીક્ષા કરી હતી તેવી યહોવાની કસોટી કરશો નહિ.
પુનર્નિયમ 6 : 17 (GUV)
તમાંરા દેવ યહોવાના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓનું તમાંરે ખૂબ જ કાળજીપૂર્વક પાલન કરવું.
પુનર્નિયમ 6 : 18 (GUV)
અને યહોવાની નજરમાં જે યોગ્ય અને સારું છે તે જ્યારે તમે કરશો, ત્યારે જ તમાંરું ભલું થશે અને યહોવાએ તમાંરા પિતૃઓને જે સારો દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં દાખલ થઈને તેનો કબજો તમે મેળવી શકશો.
પુનર્નિયમ 6 : 19 (GUV)
વળી દેવના કહ્યા પ્રમૅંણે તેમની મદદથી તમે તમાંરા દેશમાંથી તમાંરી સામેના બધા દુશ્મનોને કાઢી શકશો.
પુનર્નિયમ 6 : 20 (GUV)
“ભષિષ્યમાં તમાંરો પુત્ર તમને પૂછે કે; ‘આપણા દેવ યહોવાએ તમને કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ શા માંટે જણાવ્યાં હતા?’
પુનર્નિયમ 6 : 21 (GUV)
ત્યારે તમાંરે કહેવું, ‘અમે મિસરમાં ફારુનના ગુલામ હતા. યહોવા તેમના મહાન પરાક્રમ વડે અમને મિસરમાંથી મુકત કરીને બહાર લાવ્યા.
પુનર્નિયમ 6 : 22 (GUV)
તેમણે ભારે પરચાઓ બતાવી મિસરવાસીઓ, ફારુન અને તેમના બધા અમલદારો પર ભયંકર આફતો ઉતારી હતી, એ બધું અમે પ્રત્યક્ષ નજરે નિહાળ્યું છે.
પુનર્નિયમ 6 : 23 (GUV)
પરંતુ આપણને તો તે ત્યાંથી બહાર લઈ આવ્યાં, જેથી આપણા પિતૃઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું તેમાં આપણને લઈ આવે અને તેનો કબજો આપણને સોંપે.
પુનર્નિયમ 6 : 24 (GUV)
તે વખતે યહોવાએ આ બધા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી હતી, જેથી આપણે તેનો ભય રાખીને ચાલીએ અને તેથી આજ સધી આપણે જેમ સુખસમુદ્વિમાં રહેતા આવ્યા છીએ તેમ સદાને માંટે રહેવા પામીએ.
પુનર્નિયમ 6 : 25 (GUV)
જો આપણે કાળજીપૂર્વક આ બધા નિયમોનું પાલન કરીએ જે યહોવા, આપણા દેવે આપણને આજ્ઞા કરેલી, તે આપણા માંટે સદાચારી કૃત્ય થશે.’
❮
❯