પુનર્નિયમ 30 : 1 (GUV)
અને એમ થશે કે, જ્યારે આ સર્વ વાતો, એટલે જે આશીર્વાદ તથા શાપ મેં તારી આગળ મૂક્યા છે, તે તારા પર આવશે, ને જે સર્વ દેશોમાં યહોવા તારા ઈશ્વરે તને હાંકી કાઢ્યો હશે તેઓમાં તું તે [વાતોને] સંભારીને,
પુનર્નિયમ 30 : 2 (GUV)
યહોવા તારા ઈશ્વરની પાસે પાછો આવશે, ને સર્વ આજ્ઞાઓ હું આજે તને આપું છું, તે પ્રમાણે તું તથા તારાં છોકરાં તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તેમની વાણી સાંભળશો,
પુનર્નિયમ 30 : 3 (GUV)
ત્યારે યહોવા તારા ઈશ્વર તારી ગુલામી ફેરવી નાખશે, ને તારા પર દયા કરશે, ને પાછા આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકત્ર કરશે.
પુનર્નિયમ 30 : 4 (GUV)
જો તમારામાં દેશ બહાર કરાયેલામાં [નો કોઈ] આકાશના છેડા સુધી હશે, તો ત્યાંથી પણ યહોવા તારા ઈશ્વર તને એકત્ર કરીને તને ત્યાંથી લાવશે.
પુનર્નિયમ 30 : 5 (GUV)
અને જે દેશના માલિક તારા પિતૃઓ હતા તેમાં યહોવા તારા ઈશ્વર તને લાવશે, ને તું તેનો માલિક થશે; અને તે તારું ભલું કરશે, ને તાર પિતૃઓ કરતાં તને વધારશે.
પુનર્નિયમ 30 : 6 (GUV)
અને તારા હ્રદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે.
પુનર્નિયમ 30 : 7 (GUV)
અને યહોવા તારા ઈશ્વર આ સર્વ શાપ તારા જે શત્રુઓએ તથા તારા જે દ્વેષીઓએ તને સતાવ્યો, તેઓના પર લાવશે.
પુનર્નિયમ 30 : 8 (GUV)
અને તું પાછો આવીને યહોવાની વાણી સાંભળશે, ને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે પાળશે.
પુનર્નિયમ 30 : 9 (GUV)
અને તારા હાથનાં સર્વ કામમાં, તારા પેટના ફળમાં, ને તારાં પશુઓના ફળમાં, ને તારી ભૂમિના ફળમાં યહોવા તારા ઈશ્વર તને હિતાર્થે પુષ્કળતા આપશે; કેમ કે જેમ યહોવા તારા પિતૃઓ પર પ્રસન્‍ન હતા તેમ તે ફરી તારા પર તારા ભલાને માટ પ્રસન્‍ન થશે.
પુનર્નિયમ 30 : 10 (GUV)
એટલે યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળીને તેની જે આજ્ઞાઓ તથા તેના જે વિધિઓ આ નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં લખેલાં છે તે તું પાળશે, ને તું તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા ઈશ્વરની તરફ ફરશે તો [એમ થશે].
પુનર્નિયમ 30 : 11 (GUV)
કેમ કે આ જે આ હું આજે તને ફરમાવું છું, તે તારી શક્તિ બહારની નથી, ને તારાથી છેક દૂરની પણ નથી.
પુનર્નિયમ 30 : 12 (GUV)
તે આકાશમાં નથી કે જેથી તું કહે, ‘કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે, કે અમે તે પાળીએ?’
પુનર્નિયમ 30 : 13 (GUV)
વળી તે સમુદ્રને પેલે પાર નથી કે જેથી તું કહે, ‘કોણ અમારે માટે સમુદ્રને પાર જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે, કે અમે તે પાળીએ?’
પુનર્નિયમ 30 : 14 (GUV)
પણ તે વચન તો તારી પાસે જ, એટલે તારા મુખમાં તથા તારા હ્રદયમાં છે કે, જેથી તું તે પાળે.
પુનર્નિયમ 30 : 15 (GUV)
જો, મેં આજે તારી આગળ જીવન તથા ભલું, ને મરણ તથા ભૂંડું મૂક્યાં છે.
પુનર્નિયમ 30 : 16 (GUV)
તે એ કે આજે હું તને યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની, ને તેમની આજ્ઞાઓ તથા તેમના વિધિઓ તથા તેમના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય. અને જે દેશનું વતન પામવા તું જાય છે, તેમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.
પુનર્નિયમ 30 : 17 (GUV)
પણ જો તારું હ્રદય ભટકી જાય, ને તું નહિ સાંભળે ને અવળે [માર્ગે] આકર્ષાઈને અન્ય દેવોનું ભજન તથા તેઓની સેવા કરે,
પુનર્નિયમ 30 : 18 (GUV)
તો હું આજે તમને જાહેર કરું છું, કે તમે જરૂર મરશો. જે દેશનું વતન પામવાને તું યર્દન ઊતરીને જાય છે, તેમાં તમે ઘણા દિવસ નહિ કાઢશો.
પુનર્નિયમ 30 : 19 (GUV)
હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતા રહે:
પુનર્નિયમ 30 : 20 (GUV)
યહોવા તારાં ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું [પસંદ કર]; કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ માટે કે જે દેશ તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં તું વાસો કરે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: