પુનર્નિયમ 24 : 1 (GUV)
“જો કોઈ પુરુષ સ્ત્રીને પરણ્યો હોય, અને તેની સાથે થોડા સમય સંસાર માંડયા બાદ તેનામાં કંઈં શરમજનક હોવાને કારણે તેને તે પસંદ ના હોય તો તેને છૂટાછેડા લખી આપી ઘરમાંથી કાઢી મૂકી શકે.
પુનર્નિયમ 24 : 2 (GUV)
અને તે તેનું ઘર છોડીને અન્ય પુરુષ સાથે લગ્ન કરે.
પુનર્નિયમ 24 : 3 (GUV)
અને તેનો બીજો પતિ પણ તેને ન ચાહે. અને છૂટાછેડા લખી આપી તેને ઘરમાંથી કાઢી મૂકે, અથવા જો તે અવસાન પામે,
પુનર્નિયમ 24 : 4 (GUV)
એ સ્ત્રીને છૂટાછેડા આપનાર એનો પ્રથમ પતિ એને પોતાની પત્ની તરીકે ફરીથી લગ્ન કરીને રાખી શકે નહિ, કારણ કે, તે તેના માંટે અશુદ્ધ થયેલી છે. યહોવાની દૃષ્ટિએ એ પાપ છે. તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપનાર છે તેને તમાંરે બગાડવો જોઈએ નહિ.
પુનર્નિયમ 24 : 5 (GUV)
“કોઈ પણ નવપરિણીત પુરુષની લશ્કરમાં કે અન્ય કોઈ જાહેર નોકરીમાં નિમણૂક કરવી નહિ; કારણ કે એક વર્ષ સુધી તે ઘેર પોતાની પત્ની સાથે રહીનેે આનંદ કરવા માંટે મુકત છે.”
પુનર્નિયમ 24 : 6 (GUV)
“કોઈ પણ વ્યકિતએ ઘંટીનું પડ કે ઉપલું પડ પણ ગીરવે રાખવું નહિ; એ મનુષ્યનું જીવન ગીરવે રાખ્યા બરાબર છે.”
પુનર્નિયમ 24 : 7 (GUV)
“કોઈ વ્યકિતએ તેના જાતિબંધુ ઇસ્રાએલીનું અપહરણ કરી તેને ગુલામ બનાવે અને પછી તેને ગુલામ તરીકે વેચી દે, તો તેને મૃત્યુદંડની શિક્ષા કરવી. તમાંરામાંથી આ અનિષ્ટ દૂર કરવું.
પુનર્નિયમ 24 : 8 (GUV)
“કોઈ વ્યકિતને રકતપિત્ત કોઢનો રોગ થયો હોય તો લેવી યાજકો જે સૂચનાઓ આપે તેનું અત્યંત કાળજીપૂર્વક પાલન કરો, કારણ કે, મેં તેઓેને સ્પષ્ટ માંર્ગદર્શન આપ્યું છે અને તે તમાંરે બહુ જ કાળજીપૂર્વક પાળવું
પુનર્નિયમ 24 : 9 (GUV)
તમે લોકો મિસરમાંથી આવતા હતા ત્યારે તમાંરા દેવ યહોવાએ મરિયમની શી દશા કરી હતી તે યાદ રાખવું.
પુનર્નિયમ 24 : 10 (GUV)
“તમે કોઈ વ્યકિતને કશું ધારો, તો ગીરવે વસ્તુ લેવા માંટે તમાંરે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ.
પુનર્નિયમ 24 : 11 (GUV)
બહાર ઊભા રહેવું, જે વ્યકિતએ ઉછીનું લીધું હશે તે તમને બહાર આવીને વસ્તુ ગીરવે મુકવા આપશે.
પુનર્નિયમ 24 : 12 (GUV)
અને જો કોઈ માંણસ ગરીબ હોય તો ગીરવે મૂકેલો ઝભ્ભો પેહરીને તમે સૂઈ જાઓ નહિ.
પુનર્નિયમ 24 : 13 (GUV)
સાંજ પહેલાં તમાંરે તે ઝભ્ભો એને પાછો આપી દેવો, જેથી તે એ પેહરીને સૂએ અને તમને આશીર્વાદ આપે, તમાંરા દેવ યહોવાની દૃષ્ટિએ તે ન્યાયી અને સાચું કાર્ય ગણાશે.
પુનર્નિયમ 24 : 14 (GUV)
“તમે કોઈ ગરીબ માંણસને દૈનિક વેતને મજૂરીએ રાખો તો તેને પજવશો નહિ, પછી તે તમાંરો જાતિબંધુ હોય કે તમાંરા નગરમાં વસતો વિદેશી હોય, પણ તેની રોજી અટકાવશો નહિ.
પુનર્નિયમ 24 : 15 (GUV)
સૂર્યાસ્ત પહેલાં તે માંણસને તમાંરે તેની મજૂરી રોજની રોજ ચૂકવી દેવી, કારણ કે એ ગરીબ હોવાથી એ નાણાં પર જ તેના જીવનનો આધાર છે. તમે જો એમ કરશો તો એને તમાંરી વિરુદ્ધ યહોવાને ફરિયાદ કરવી પડશે નહિ અને તમને પાપ પણ લાગશે નહિ.
પુનર્નિયમ 24 : 16 (GUV)
“પુત્રોનાં પાપને કારણે તેમના પિતાઓને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ, અને પિતાઓનાં પાપને કારણે પુત્રોને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ. પોતપોતાના પાપને કારણે પ્રત્યેકને મૃત્યુદંડની શિક્ષા થશે.
પુનર્નિયમ 24 : 17 (GUV)
“વિદેશીઓ કે અનાથો ન્યાયથી વંચિત રહી ન જાય તેનું ધ્યાન રાખવું. વિધવાનાં વસ્રો તેના દેવા પેટે કદી ગીરવે લેવાં નહિ.
પુનર્નિયમ 24 : 18 (GUV)
તમે મિસરમાં ગુલામ હતા અને તમાંરા યહોવા દેવે તમને મુકત કરાવ્યંા હતાં એ હંમેશા યાદ રાખવું. તેથી જ હું તમને આમ કરવાની આજ્ઞા જણાવું છું.
પુનર્નિયમ 24 : 19 (GUV)
“જયારે પાકની કાપણી કરો ત્યારે એકાદ પૂળો ખેતરમાં રહી જાય, તો તે લેવા પાછા ખેતરે જવું નહિ; વિદેશીઓ, અનાથો તથા વિધવાઓ માંટે તેને ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી તમાંરા યહોવા દેવ તમને આશીર્વાદ આપશે અને તમાંરા કામમાં લાભ આપશે.
પુનર્નિયમ 24 : 20 (GUV)
જયારે તમે ફળ લેવાં જૈતૂનના વૃક્ષને ઝૂડો ત્યારે કોઈ ડાળને બીજી વાર ઝૂડવી નહિ, કંઈ રહી ગયું હોય તો તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દેવું.
પુનર્નિયમ 24 : 21 (GUV)
એ જ રીતે જયારે તમે દ્રાક્ષની વાડીમાંથી પાક ઉતારો ત્યારે દ્રાક્ષ બીજી વાર વીણો નહિ. જે કંઈ રહી જાય તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દો.
પુનર્નિયમ 24 : 22 (GUV)
યાદ રાખો કે તમે મિસરમાં ગુલામ હતા, તેથી હું તમને આમ કરવાની આજ્ઞા કરું છું.
❮
❯