પુનર્નિયમ 13 : 1 (GUV)
“તમાંરા કોઈ પ્રબોધક કે સ્વપ્નદૃષ્ટા તમાંરી પાસે આવશે અને કોઈ અદૃભુત ઘટના કે ચમત્કારની આગાહી કરીને તમે કદીયે પૂજયા ના હોય એવા પારકા દેવોની પૂજા કરવાનું કહેવાનો દાવો કરનાર છે.
પુનર્નિયમ 13 : 2 (GUV)
કદાચ તેણે કરેલી આગાહી સાચી પણ પડે, અને જો તમને તે કહે ‘આવો, આપણે અન્ય પ્રજાના દેવોનું પૂજન કરીએ.’
પુનર્નિયમ 13 : 3 (GUV)
તો પ્રબોધક કે સ્વપ્નદૃષ્ટાનું સાંભળશો નહિ, તમાંરા દેવ યહોવા તમાંરી કસોટી કરીને એ જાણવા ઈચ્છે છે કે, તમે તેમના પર મન અને શ્રદ્ધાથી પ્રેમભાવ રાખો છો કે કેમ,
પુનર્નિયમ 13 : 4 (GUV)
તમાંરે તમાંરા દેવ યહોવા સિવાય અન્ય કોઈ દેવનું પૂજન કદી કરવું નહિ. તેનાથી ડરવું, ફકત તેમની જ આજ્ઞાઓને અનુસરવું, અને તેમને જ વળગી રહેવું અને તેમની જ ઉપાસના કરવી.
પુનર્નિયમ 13 : 5 (GUV)
જે પ્રબોધક અથવા સ્વપ્નદૃષ્ટા તમને લોકોને તમાંરા દેવ યહોવાથી દૂર લઈ જવા પ્રયત્ન કરે તેને મૃત્યુ તરફ ધકેલો, તેના પર સહાનુભૂતિ અનુભવવી નહિ. કારણ કે, તે જેણે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને મિસરમાંથી આઝાદ કર્યા. તમાંરા દેવ યહોવાની સામે બળવો કરવાનું કહે છે. એ તમને તમાંરા દેવ યહોવાએ જે માંગેર્ જવાનું જણાવ્યું છે તે માંગેર્થી ચલિત કરવાનો પ્રયત્ન કરે છે. તમાંરી વચ્ચેથી તમાંરે એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.
પુનર્નિયમ 13 : 6 (GUV)
“જો તમાંરા ખૂબ જ નજીકના સગામાંનું કોઇ, અથવા તમાંરા ખાસ મિત્રોમાંનું કોઇ, તમાંરો પુત્ર અથવા પુત્રી અથવા તમાંરી પ્રિય પત્ની તમને ખાનગીમાં ઉશ્કેરે અને અન્ય દેવો કે જેઓને તમે કે તમાંરા પિતૃઓએ કદી પૂજ્યા નથી, તેઓનું પૂજન કરવા લલચાવે.
પુનર્નિયમ 13 : 7 (GUV)
તથા જે પ્રજા તમાંરી નજદીક આસપાસમાં કે દુનિયાનાં કોઇ પણ છેડે વસે છે તેના દેવોનું અથવા જે પ્રજા તમાંરાથી દૂર રહે છે તેના દેવોનું ભજન કરવા તેઓમાંથી કોઈ કહે,
પુનર્નિયમ 13 : 8 (GUV)
તો તમાંરે તેની વાત સાંભળવી કે માંનવી નહિ, તેનું ઉપરાણું લેવું નહિ ને તેની દયા પણ ખાવી નહિ.
પુનર્નિયમ 13 : 9 (GUV)
પરંતુ તેને માંરી નાખવો, તેની હત્યા કરવા માંટે તમાંરે પોતાનો હાથ સૌથી પહેલો ઉગામવો જોઈએ અને ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરશે.
પુનર્નિયમ 13 : 10 (GUV)
તમે સૌ તેને પથ્થર વડે માંરી નાખો, કારણ કે, તમને મિસર દેશમાંથી ગુલામીમાંથી મુકિત અપાવીને બહાર લઈ આવનાર તમાંરા યહોવા દેવથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.
પુનર્નિયમ 13 : 11 (GUV)
સમગ્ર ઇસ્રાએલને એની જાણ થશે અને બધા ગભરાઇ જશે પછી તમાંરામાંથી કોઈ એવું દુષ્કૃત્ય નહિ કરે.
પુનર્નિયમ 13 : 12 (GUV)
“જ્યારે તમે તમાંરા યહોવા દેવે તમને આપેલાં નગરોમાં રહો. અને એક અહેવાલ સાંભળો,
પુનર્નિયમ 13 : 13 (GUV)
કે તમાંરા રાષ્ટનાં અમુક દુષ્ટ લોકોએ તેમના શહેરના લોકોને ગેરમાંગેર્ દોરીને તમે કદી પૂજયા ન હોય તેવા પારકા દેવોની પૂજા કરવાનું તેમને કહ્યું છે,
પુનર્નિયમ 13 : 14 (GUV)
તેથી તમાંરે તેની પૂરેપૂરી તપાસ કરવી, જો તમને લાગે કે તે સાચું છે અને આવી ભયંકર બાબત દેવે તમને જે નગરો આપ્યાં છે તેમાંના એક નગરમાં બની રહી છે,
પુનર્નિયમ 13 : 15 (GUV)
તો તમાંરે નગરના બધા રહેવાસીઓ તથા નગરનો અને તેમાં રહેતાં સૌ ઢોરઢાંખરની હત્યા કરવી; ને તે માંટે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના નગર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવું.
પુનર્નિયમ 13 : 16 (GUV)
પછી તમાંરે તે નગરમાંથી પ્રાપ્ત થયેલી બધી વસ્તુઓને રસ્તા વચ્ચે ઢગલો કરીને બાળી નાખવી. પછી સમગ્ર નગરને બાળી નાખવું. શહેર અને તેની લૂંટને યહોવા તમાંરા દેવને દહનાર્પણ તરીકે હોમી દેવું તે નગર સદાને માંટે ખંડેર નિર્જન ટેકરી જેવું જ રહે અને તેને ફરીથી કદી બાંધવામાં આવે નહિ.
પુનર્નિયમ 13 : 17 (GUV)
લૂંટમાંથી કશું જ તમાંરા માંટે રાખશો નહિ, જેનો વિનાશ કરવાનો છે જેથી દેવ તમાંરા પર ગુસ્સે થતા બંધ થાય અને બદલામાં તેઓ તમાંરા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમાંરી પર કરુણા દર્શાવશે અને જેમ તમાંરા પિતૃઓને વચન આપેલું તે પ્રમાંણે તમને એક મહાન પ્રજા બનાવશે.
પુનર્નિયમ 13 : 18 (GUV)
આવું બનશે જો તમે દેવની આજ્ઞાઓને અનુસરશો અને આજે હું જે નિયમો તમને આપું છું તેનું પાલન કરશો, તથા તમાંરા દેવ યહોવાની દૃષ્ટિમાં જે યોગ્ય છે તે જ કરશો
❮
❯