દારિયેલ 11 : 1 (GUV)
“‘માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વષેર્ તેને મદદ કરવા અને તેને શકિતશાળી બનાવવા માટે મને મોકલવામાં આવ્યો હતો.
દારિયેલ 11 : 2 (GUV)
“‘અને હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે. બીજા ત્રણ રાજાઓ ઇરાન પર રાજ કરશે. પછી જે ચોથો રાજા થશે, તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. રાજકીય ફાયદા માટે પોતાના ધનનો ઉપયોગ કરીને તે ગ્રીસ સામે યુદ્ધ કરવા બધાને ઉશ્કેરશે.
દારિયેલ 11 : 3 (GUV)
ત્યારપછી ગ્રીસમાં એક શકિતશાળી રાજા ઊભો થશે. તે વિશાળ રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છામાં આવે તેમ કરશે.
દારિયેલ 11 : 4 (GUV)
પણ તેનો સૂર્ય મધ્યાહને તપતો હશે ત્યાં જ તેનું રાજ્ય છિન્નભિન્ન થઇ જશે અને ચારે દિશામાં વહેંચાઇ જશે. પણ તે એના વંશજોને નહિ મળે, તે એના વંશજો કરતા બીજાના જ હાથમાં જઇ પડશે, પણ તેઓ એના જેવી સત્તા ભોગવવા નહિ પામે.
દારિયેલ 11 : 5 (GUV)
“‘દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં બળવાન થશે, ને સત્તા ભોગવશે. તેની સત્તા મહાન થશે. અને તેનું રાજ્ય પણ મોટું હશે.
દારિયેલ 11 : 6 (GUV)
“‘થોડાં વષોર્ પછી અરામ અને મિસરના રાજાની વચ્ચે કરાર થશે. મિસરના રાજાની પુત્રીના લગ્ન શાંતિના પ્રતીક તરીકે અરામના રાજા સાથે કરવામાં આવશે. પણ આ કરાર લાંબો સમય ટકશે નહિ અને તે, તેનું સંતાન તેમજ સાથે ગયેલા તેના સર્વ ચાકરોને શત્રુના હાથમાં સોંપી દેવામાં આવશે.
દારિયેલ 11 : 7 (GUV)
“‘પરંતુ તેના કુટુંબીજનોમાંથી જ એક જણ મિસરનો રાજા બનશે. તે અરામના રાજાની વિરૂદ્ધ એક સૈન્ય ઊભું કરશે અને તેની સામે જશે, ને તેને હરાવશે.
દારિયેલ 11 : 8 (GUV)
વળી, તે મિસર પાછો ફરશે ત્યારે તેઓની ધાતુની મૂર્તિઓ અને મૂર્તિઓને અપેર્લાં સોનાના તથા ચાંદીના અસંખ્ય પાત્રો પોતાની સાથે લઇ જશે. અને થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.
દારિયેલ 11 : 9 (GUV)
9ત્યારબાદ ત્તરનો રાજા દક્ષિણના રાજ્ય ઉપર ચઢી આવશે, પણ તેને પોતાના દેશમાં પાછા જવું પડશે.
દારિયેલ 11 : 10 (GUV)
“‘તેના પુત્રો યુદ્ધની તૈયારી કરશે અને મોટી સેના ભેગી કરશે. તેઓમાંનો એક તો ઘસમસતા પૂરની જેમ ઘસી જઇને દુશ્મનના ગઢ સુધી પહોંચી જશે.”
દારિયેલ 11 : 11 (GUV)
પછી મિસરનો રાજા ભારે ક્રોધમાં અરામના મોટા સૈન્યની સામે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે.
દારિયેલ 11 : 12 (GUV)
આ મહાન વિજયને કારણે અભિમાનમાં આવી જઇને તે પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તેનો વિજય થોડા સમયનો હશે. આખરે તેમનો પરાજય થશે;
દારિયેલ 11 : 13 (GUV)
કારણ, ઉત્તરનો અરામનો રાજા ફરી પહેલા કરતા પણ મોટી સેના ઊભી કરશે અને થોડાં વષોર્ બાદ તે મોટું સૈન્ય અને પુષ્કળ સામગ્રી લઇને ચઢી આવશે.
દારિયેલ 11 : 14 (GUV)
“‘તે દિવસોમાં ઘણા, દક્ષિણના રાજાની વિરૂદ્ધ બળવો કરશે અને તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ એમને સાંપડેલા કોઇ સંદર્શનને સાચું પાડવા માટે બળવો પોકારશે, પણ નિષ્ફળ જશે.
દારિયેલ 11 : 15 (GUV)
ત્યારબાદ ઉત્તરનો અરામનો રાજા અને તેની સાથે કરારથી જોડાયેલ રાજ્યો આવશે, અને મિસરના કિલ્લાવાળા નગરને ઘેરો ઘાલશે અને કબજો મેળવશે. દક્ષિણનું સૈન્ય અથવા તેના ચુનંદા લડવૈયાઓ પણ ટકી શકશે નહિ, કારણ, તેમનામાં એટલું બળ જ નહિ હોય.
દારિયેલ 11 : 16 (GUV)
“‘પણ એની સામે ચઢી આવેલો અરામનો રાજા કોઇ પણ જાતના અવરોધ વગર આગળ વધશે, કોઇ તેને રોકી શકશે નહિ; અને તે ઇસ્રાએલની મહિમાવાન ભૂમિમાં દાખલ થશે અને તેનો કબજો મેળવશે.
દારિયેલ 11 : 17 (GUV)
પછી સમગ્ર મિસરને સર કરવા માટે તે યોજનાઓ ઘડશે અને તેની સાથે સંધિ કરશે, તે તેના રાજ્યનો નાશ કરવા માટે તેને એક કુંવરી પરણાવશે, પણ એ યોજના કામ નહિ આવે અને તેથી એને કશો લાભ નહિ થાય.
દારિયેલ 11 : 18 (GUV)
“‘તે પછી તે સમુદ્ર તટના નગરો ઉપર હુમલો કરશે અને ઘણા પ્રદેશો કબજે કરશે. પણ એક સેનાપતિ તેના અત્યાચારનો અંત લાવશે, જો કે, તે એવું કરશે કે, અત્યાચારના બદલામાં અત્યાચાર ન કરી શકે.
દારિયેલ 11 : 19 (GUV)
“‘એ પછી તે પોતાના દેશના ગઢ તરફ જવા પાછો ફરશે, પણ ઠોકર ખાઇને પડશે અને ફરી કદી નજરે નહિ પડે.
દારિયેલ 11 : 20 (GUV)
“‘તેના પછી એક બીજો એવો રાજા ઊભો થશે, જે રાજવી સંપત્તિ વધારવા માટે એક માણસને જબરદસ્તીથી કર ઉઘરાવવા મોકલશે. પણ થોડાં વષોર્માં તેનો પણ અંત આવશે, પણ ક્રોધ કે, યુદ્ધના કારણને લીધે નહિ.
દારિયેલ 11 : 21 (GUV)
“‘તેના પછી એની જગ્યા પર એક તિરસ્કારપાત્ર પુરુષ આવશે. જેને રાજ્યસત્તા પામવાનો અધિકાર નહિ હોય, તે અચાનક આવશે અને તરત શાસન મેળવશે.
દારિયેલ 11 : 22 (GUV)
પૂરના પાણીની જેમ, તે તેની આગળ આવતાં સૈન્યોને પાછા તાણી જશે, અને તેમનો સંહાર કરશે, કરારના લોકોનો નેતા પણ નાશ પામશે.
દારિયેલ 11 : 23 (GUV)
તે સંધિ કર્યા પછી છળકપટ કરશે અને તે થોડા માણસોની મદદથી બળવાન બની જશે.
દારિયેલ 11 : 24 (GUV)
“‘તે શાંતિના સમયમાં તે પ્રદેશના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઇ કરશે અને તેના પિતૃઓએ કદી કર્યું નહોતું એવું તે કરશે; તે ધનવાનોનું ધન અને સંપતિ લઇ જશે અને તેના પોતાના સાથીઓમાં વહેંચી દેશે. તે કિલ્લેબંદીવાળા નગરો ઉપર ચઢાઇ કરવાની યોજના કરશે પણ તે થોડા સમય માટે જ.
દારિયેલ 11 : 25 (GUV)
“‘પછી તે પોતાની બધી શકિત અને હિંમત ભેગી કરીને મિસરના રાજાની સામે એક મોટું સૈન્ય ઊભું કરશે. પણ મિસરનો રાજા પણ એક મોટું અને બળવાન સૈન્ય ઊભું કરશે. પણ તે ટકી નહિ શકે, કારણકે તેની વિરૂદ્ધ કરેલાં કાવતરાં સફળ થશે.
દારિયેલ 11 : 26 (GUV)
જે તેની સાથે પોતાના મેજ ઉપર જમશે તે તેનો નાશ કરશે, તેનું સૈન્ય વિખેરાઇ જશે અને તેના ઘણા સૈનિકો રણભૂમિમાં સાફ થઇ જશે.
દારિયેલ 11 : 27 (GUV)
એ બે રાજાઓ એક જ મેજ પર જમવા બેસશે. પણ તેઓ મનમાં એકબીજાને થાપ આપવાની ઇચ્છા સેવતા ભેગા જમવા બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેમની ઇચ્છા પૂર્ણ થશે નહિ, કારણ, તેમના અંતનો સમય નક્કી થઇ ગયો છે.
દારિયેલ 11 : 28 (GUV)
“‘પછી તે પુષ્કળ દ્રવ્ય લઇને પોતાને દેશ પાછો જશે; પણ અંત:કરણમાં પવિત્ર કરાર પ્રત્યે દ્વેષ હશે, તે મરજીમાં આવે તેમ વર્તશે અને પોતાને દેશ પાછો ચાલ્યો જશે.
દારિયેલ 11 : 29 (GUV)
“‘પછી તે ફરીથી અગાઉથી નક્કી કરેલા સમયે ચેતવણી આપ્યા પ્રમાણે પોતાના સૈન્યોને દક્ષિણ તરફ લઇ જશે, પણ આ વખતે પહેલાના બે પ્રસંગો કરતાં કાઇંક જૂદું જ બનશે.
દારિયેલ 11 : 30 (GUV)
કારણકે પશ્ચિમમાંથી આવતાં રોમન યુદ્ધના વહાણો તેની વિરૂદ્ધ આવશે; તેથી તે ગભરાઇને પાછો જશે, ને પવિત્ર કરાર વિરૂદ્ધ તેને ક્રોધ ચઢશે, અને રોષે ભરાઇ પવિત્ર કરાર ઉપર દાઝ ઉતારશે. પાછા ફર્યા પછી તે પવિત્ર કરારને છોડીને જનાર પ્રત્યે દયા રાખશે.
દારિયેલ 11 : 31 (GUV)
તેના લશ્કરના માણસો યરૂશાલેમમાં આવીને મંદિરને અને તેના ગઢને ષ્ટ કરશે. અને નિત્યનું દહનાર્પણ બંધ કરાવશે અને ત્યાં વેરાનકારક મૂર્તિની સ્થાપના કરાવશે.
દારિયેલ 11 : 32 (GUV)
“‘વળી જેમણે પવિત્રકરારનો ભંગ કર્યો છે તેને ધર્મષ્ટ કરશે; પરંતુ દેવને ઓળખનારા લોકો તો મક્કમ રહીને પગલાં ભરશે.
દારિયેલ 11 : 33 (GUV)
લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણા લોકોને સમજાવશે, જો કે, થોડા દિવસ સુધી તો તેમણે આગ, તરવાર, કેદ અને લૂંટફાટનો ભોગ થવું પડશે.
દારિયેલ 11 : 34 (GUV)
હવે જ્યારે તેઓને શિક્ષા થશે, ત્યારે તેઓને થોડીઘણી સહાય કરવામાં આવશે; પણ ઘણાઓ આજીજી દ્વારા તેઓની સાથે જોડાશે.
દારિયેલ 11 : 35 (GUV)
કેટલાક ડાહ્યાં લોકો અંતનો સમય આવે ત્યાં સુધી લોકોને પવિત્ર કરવા, અને ઊજળા બનાવવા ખપી જશે, કારણ, તે સમય આવવાને હજી વાર છે.”‘
દારિયેલ 11 : 36 (GUV)
“‘તે રાજા પોતાને મન ફાવે તે રીતે વર્તશે અને સર્વ દેવો કરતાં પણ પોતાને મોટો માનશે, અને દેવાધિદેવને વિષે પણ આભા થઇ જઇએ એવા નિંદાવચનો બોલશે. તેની સજાનો સમય આવે ત્યાં સુધી તો તે સુખસમૃદ્ધિ ભોગવશે. પણ જે નિર્માયું છે તે સાચું પડશે જ.
દારિયેલ 11 : 37 (GUV)
“‘તે પોતાના પિતૃઓના દેવ અને સર્વ દેવોની તે અવગણના કરશે. કારણ, તે કહેશે કે, તેઓ સર્વના કરતાઁ તે પોતે મહાન છે.
દારિયેલ 11 : 38 (GUV)
તે દેવોને બદલે તે કિલ્લાના દેવની પૂજા કરશે, જેને તેના પિતૃઓ કદી જાણતા નહોતા, તે કિલ્લાના દેવનું તે ભજન કરશે અને તેને સોનું, ચાંદી તેમજ કિમતી ભેટસોગાદો અર્પણ કરશે.
દારિયેલ 11 : 39 (GUV)
“‘આ વિદેશી દેવની મદદ વડે તે મજબૂત કિલ્લાઓ ઉપર હુમલો કરી તેમને જીતી લેશે. તેને આધીન થનારાઓને તે મોટું માન આપશે. તેઓને મોટી સત્તાઓ આપશે અને પૈસાના બદલે જમીન વહેંચી આપશે.
દારિયેલ 11 : 40 (GUV)
“‘પછી તેના અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા ફરીથી તેની ઉપર હુમલો કરશે. અને ઉત્તરનો અરામનો રાજા રથો, ઘોડેસવારો અને અનેક વહાણો લઇને તેના ઉપર પ્રચંડ વંટોળની જેમ ઘસી આવશે અને તેના પ્રદેશમાં દાખલ થઇ, પૂરના પાણીની જેમ બધે ફરી વળી પાર નીકળી જશે.
દારિયેલ 11 : 41 (GUV)
તે રસ્તામાં રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે; હજારો માણસો માર્યા જશે, પણ અદોમ, મોઆબ, અને આમ્મોનનો મુખ્ય ભાગ તેના કબજામાંથી બચી જશે.
દારિયેલ 11 : 42 (GUV)
તે વારાફરતી એક પછી એક દેશ તરફ પોતાનો હાથ લંબાવશે અને મિસર પણ બચવા નહિ પામે.
દારિયેલ 11 : 43 (GUV)
મિસરના સોનાચાંદીના ભંડારો અને બધી કિંમતી વસ્તુઓ તેના કબજામાં આવશે અને લિબિયાના તથા કૂશના લોકો તેના ચાકરો બની તેની પાછળ પાછળ ચાલશે.
દારિયેલ 11 : 44 (GUV)
પરંતુ પૂર્વ અને ઉત્તર તરફથી આવતા સમાચારોથી તે ભયભીત થઇ જશે અને ઘણા બધાનો નાશ કરવા, તેમનું નિકંદન કાઢી નાખવા ભારે રોષમાં ઘસી જશે.
દારિયેલ 11 : 45 (GUV)
તે યરૂશાલેમ અને સમુદ્રની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ નાખશે. પરંતુ તે ત્યાં હશે તેવામાં જ તેનો સમય એકાએક પૂરો થશે અને તેને મદદ કરનાર કોઇ જ નહિ હોય.”‘
❮
❯