પ્રેરિતોનાં ક્રત્યો 24 : 1 (GUV)
પાંચ દિવસ બાદ અનાન્યા કૈસરિયા શહેરમાં ગયો. અનાન્યા એ એક પ્રમુખ યાજક હતો, અનાન્યા કેટલાક વડીલ યહૂદિ આગેવાનો અને તેર્તુલુસ વકીલને પણ લાવ્યો. તેઓ હાકેમની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂકવા માટે કૈસરિયા ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 2 (GUV)
પાઉલને સભામાં લઈ જવામાં આવ્યો. તેર્તુલુસે તેના પર તહોમત મૂકવાનું શરૂ કર્યુ.તેર્તુલસે કહ્યું, “નેકનામદાર ફેલિક્સ! અમારા લોકો તારા કારણે સુખશાંતિ ભોગવે છે. તારી દીર્ધદષ્ટિથી આપણા દેશની ઘણી ખોટી વસ્તુઓને સાચી બનાવાઇ હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 3 (GUV)
તે અમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પૂરેપૂરી કૃતજ્ઞાથી સ્વીકારીએ છીએ.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 4 (GUV)
પણ હું તારો વધારે સમય લેવા ઇચ્છતો નથી. તેથી હું ફક્ત થોડા શબ્દો જ કહીશ. કૃપા કરીને ધીરજ રાખ અને અમને સાંભળવા પૂરતી કૃપા કર.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 5 (GUV)
આ માણસ (પાઉલ) પીડાકારક છે. તે દુનિયામાં દરેક જગ્યાએ યહૂદિઓમાં મતભેદ ફેલાવે છે. તે નાઝરેથના સમૂહનો આગેવાન છે.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 6 (GUV)
તેણે મંદિરને અશુદ્ધ કરવાનો પણ પ્રયત્ન કર્યો. પણ અમે તેને રોક્યો છે. (અમે અમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 7 (GUV)
પણ લુસિયાસ સરદાર આવીને બહુ જબરદસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી ગયો,
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 8 (GUV)
અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી)જો તેની સામેના આ બધા જ આક્ષેપો સાચા હોય તો, તું નિર્ણય કરી શકે છે. તારી જાતે તેને કેટલાક પ્રશ્રો પૂછ.”
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 9 (GUV)
બીજા યહૂદિઓ સંમત થવા. તેઓએ કહ્યું, “આ વસ્તુઓ ખરેખર સાચી છે!”
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 10 (GUV)
હાકેમે પાઉલને બોલવા માટે ઇશારો કર્યો. તેથી પાઉલે જવાબ આપ્યો. “નામદાર હાકેમ ફેલિકસ, હું જાણું છું કે આ દેશનો તું લાંબા સમય સુધી ન્યાયાધીશ રહ્યો છે. તેથી હું ખુશીથી મારો બચાવ મારી જાતે તારી સમક્ષ રજૂ કરું છું.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 11 (GUV)
હું ફક્ત બાર દિવસ પહેલા જ યરૂશાલેમમાં ભજન કરવા ગયો. તું તારી જાતે જ શોધી શકે છે કે આ સાચું છે.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 12 (GUV)
આ યહૂદિઓ જે મારા પર તહોમત મૂકે છે તેઓએ મને મંદિરમાં કોઇની સાથે દલીલ કરતા જોયો નથી. મેં સભાસ્થાનોમાં કે બીજી કોઇ શહેરની જગ્યાએ લોકોને ભેગા કરીને ઉશ્કેર્યા નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 13 (GUV)
આ યહૂદિઓ મારી સામે કોઇ આક્ષેપો સાબિત કરી શકે તેમ નથી. તેઓ હવે મારી વિરૂદ્ધ બોલે છે.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 14 (GUV)
“પણ હું તને આ કહીશ. હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ, ઈસુના માર્ગના શિષ્યો તરીકે કરું છું. યહૂદિઓ કહે છે કે ઈસુનો સાચો માર્ગ નથી. પણ મને મૂસાના નિયમશાસ્ત્રમાં શીખવેલ પ્રત્યેક વાતોમાં વિશ્વાસ છે. અને પ્રબોધકોનાં પુસ્તકોમાં જે લખાણ છે તે બધી વસ્તુઓમાં પણ મને વિશ્વાસ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 15 (GUV)
યહૂદિઓને દેવમાં આશા છે તે જ આશા મને છે. અને યહૂદિઓમાં અહી બધાજ ન્યાયી, અન્યાયી પુનરુંત્થાન પામશે.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 16 (GUV)
તેથી હું હંમેશા મને જેમાં વિશ્વાસ છે તે કરવા પ્રયત્ન કરું છું. તે દેવ અને માણસો સમક્ષ સાચું છે એમ માનીને તેમ કરવા પ્રયત્ન કરું છું.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 17 (GUV)
“હું ઘણાં વર્ષોથી યરૂશાલેમથી દૂર હતો. તેથી હું મારા લોકો જે ગરીબ છે અને બલિદાનો અર્પણ કરે છે. તેમને લેવા પાછો આવ્યો છું.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 18 (GUV)
જ્યારે કેટલાએક યહૂદિઓએ મને મંદિરમાં જોયો ત્યારે હું આ કરતો હતો. મેં શુદ્ધિકરણનો ઉત્સવ પૂર્ણ કર્યો. ત્યાં મારી આજુબાજુ કોઇ ટોળું ન હતું. અને મેં કોઇ જાતની ગરબડ ઊભી કરી ન હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 19 (GUV)
પણ આસિયાના કેટલાએક યહૂદિઓ ત્યાં હતા. તેઓએ અહીં તારી સમક્ષ ઊભા રહેવું જોઈએ. જો મેં ખરેખર કોઇ ખોટું કર્યુ હોય તો આસિયાના પેલા યહૂદિઓ જે છે તેણે મારા પર તહોમત મૂકવું જોઈએ. તેઓ ત્યાં હતા!
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 20 (GUV)
જ્યારે હું યરૂશાલેમમાં યહૂદિઓની ન્યાયસભામાં ઊભો હતો ત્યારે તેઓએ મારામાં કશું ખોટું જોયું હોય તો આ યહૂદિઓને અહીં પૂછો.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 21 (GUV)
જ્યારે હું તેની આગળ ઊભો ત્યારે મેં એક વાત જરુંર કરી. મેં કહ્યું, “તુ આજે મારો ન્યાય કરે છે કારણ કે મને વિશ્વાસ છે કે લોકો મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે!”‘
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 22 (GUV)
ફેલિકસ ઈસુના માર્ગ વિષે લગભગ ઘણું બધું સમજ્યો. તેણે ન્યાયનું કામ બંધ રખાવી અને કહ્યું, “જ્યારે સરદાર લુસિયાસ અહીં આવશે ત્યારે હું આ બાબતનો નિર્ણય કરીશ.”
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 23 (GUV)
ફેલિકસે લશ્કરના અમલદારને પાઉલને રક્ષણમાં રાખવા કહ્યું. પણ તેણે અમલદારને થોડીક સ્વતંત્રતા આપવા કહ્યું. અને પાઉલના મિત્રોને પાઉલની જરુંરિયાતની વસ્તુઓ લાવી આપવાની છૂટ આપવા કહ્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 24 (GUV)
થોડાક દિવસો પછી ફેલિકસ તેની પત્ની દ્રુંસિલા સાથે આવ્યો. તેણી એક યહૂદિ હતી. ફેલિકસે પાઉલને તેની પાસે લાવવા માટે કહ્યું. ફેલિકસે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ વિષેની પાઉલની વાતો ધ્યાનથી સાંભળી.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 25 (GUV)
જ્યારે પાઉલ ન્યાયી જીવન, સંયમ, અને ભવિષ્યમાં જે ન્યાય થશે જેવી વસ્તુઓ વિષે બોલ્યો, ત્યારે ફેલિકસને ડર લાગ્યો. ફેલિક્સે કહ્યું, “હવે તું જા, જ્યારે મારી પાસે વધારે સમય હશે ત્યારે હું તને બોલાવીશ.”
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 26 (GUV)
પણ ફેલિકસ પાસે પાઉલની સાથે વાત કરવા બીજું એક કારણ હતું. ફેલિકસે આશા રાખી કે પાઉલ તેને લાંચ (પૈસા) આપશે. તેથી ફેલિક્સે પાઉલને વારંવાર બોલાવ્યો અને તેની સાથે વાત કરી.
પ્રેરિતોનાં ક્રત્યો 24 : 27 (GUV)
પણ બે વરસ પછી પોર્કિયુસ ફેસ્તુસ હાકેમ બન્યો. તેથી ફેલિકસ લાંબો સમય હાકેમ ન રહ્યો. પરંતુ ફેલિક્સે પાઉલને બંદીખાનામાં નાખ્યો કારણ કે ફેલિકસ યહૂદિઓને ખુશ કરવા કંઈક કરવા ઇચ્છતો હતો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: