પ્રેરિતોનાં ક્રત્યો 17 : 1 (GUV)
પાઉલ અને સિલાસે અમ્ફિપુલિસ અને અપલોનિયાના શહેરોમાં થઈને મુસાફરી કરી. તેઓ થેસ્સલોનિકા શહેરમાં આવ્યા. ત્યાં તે શહેરમાં યહૂદિઓનું સભાસ્થાન હતું.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 2 (GUV)
પાઉલ આ સભાસ્થાનમાં યહૂદિઓને મળવા માટે ગયો. આ તેનો હંમેશનો રિવાજ હતો. પ્રત્યેક વિશ્રામવારે ત્રણ અઠવાડિયા સુધી પાઉલ યહૂદિઓ સાથે ધર્મશાસ્ત્રો વિષે વાતો કરતો.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 3 (GUV)
પાઉલ યહૂદિઓને આ ધર્મશાસ્ત્રો સમજાવતો. તેણે બતાવ્યું કે ખ્રિસ્તે મૃત્યુ પામવું અને પછી મૃત્યુમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. પાઉલે કહ્યું, “આ માણસ ઈસુ કે જેના વિષે હું તમને કહું છું તે ખ્રિસ્ત છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 4 (GUV)
કેટલાએક યહૂદિઓના મનનું સમાધાન થયું અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. સભાસ્થાનમાં ત્યાં કેટલાએક ગ્રીક માણસો પણ હતા જેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. ત્યાં કેટલીએક મહત્વની સ્ત્રીઓ પણ હતી, આ લોકોમાંના ઘણા પાઉલ અને સિલાસ સાથે જોડાયા.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 5 (GUV)
પણ યહૂદિઓ જેઓ માનતા ન હતા તેઓ ઈર્ષ્યાળુ બન્યા. તેઓએ શહેરમાંથી કેટલાએક ખરાબ ભાડૂતી માણસો રાખ્યા. આ ખરાબ માણસોએ ઘણા લોકોને ભેગા કર્યા અને શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરી. તે લોકો પાઉલ અને સિલાસની શોધમાં યાસોનના ઘરમાં ગયા. તે માણસો પાઉલ અને સિલાસને લોકોની આગળ બહાર કાઢવા ઇચ્છતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 6 (GUV)
પણ તેઓ પાઉલ અને સિલાસને શોધી શક્યા નહિ. તેથી તે લોકોએ યાસોન અને બીજા કેટલાએક વિશ્વાસીઓને શહેરના આગેવાનો આગળ ઘસડી લાવ્યા. તે બધા લોકોએ બૂમો પાડી. “આ માણસોએ વિશ્વમાં દરેક જગ્યાએ મુશ્કેલી ઊભી કરી છે. અને તેઓ હવે અહીં આવ્યા છે.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 7 (GUV)
યાસોન તેઓને તેના ઘરમાં રાખે છે. તેઓ બધા કૈસરની નિયમની વિરૂદ્ધ ગયા અને તેઓ કહે છે કે ત્યાં બીજો એક ઈસુ નામે રાજા છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 8 (GUV)
શહેરના અધિકારીઓ અને બીજા લોકોએ આ વાતો સાંભળી. તેઓ ઘણા બેચેન બન્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 9 (GUV)
તેઓએ યાસોનને તથા બીજા વિશ્વાસીઓને દંડ કર્યો. પછી તેઓએ વિશ્વાસીઓને છોડી દીધા.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 10 (GUV)
તે જ રાત્રે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા નામના બીજા એક શહેરમાં મોકલ્યા. તેઓ ત્યાં આવીને બરૈયામાં યહૂદિઓના સભાસ્થાનમાં ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 11 (GUV)
આ યહૂદિઓ થેસ્સલોનિકાના યહૂદિઓ કરતાં વધારે સારા લોકો હતા. આ યહૂદિઓ પાઉલ અને સિલાસે જે વાતો કહી તે ધ્યાનથી સાંભળીને ઘણા ખુશ થયા હતા. બરૈયાના આ યહૂદિઓ પ્રતિદિન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેઓ જો આ વસ્તુઓ સાચી હોય તો જાણવા ઈચ્છતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 12 (GUV)
આ યહૂદિઓમાંના ઘણા માનતા. ઘણા મહત્વના ગ્રીક માણસો અને ગ્રીક સ્ત્રીઓએ પણ વિશ્વાસ કર્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 13 (GUV)
પરંતુ જ્યારે થેસ્સલોનિકાના યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલે બરૈયામાં દેવનાં વચન કહ્યા. તેઓ પણ બરૈયામાં આવ્યા. થેસ્સલોનિકાના લોકોએ બરૈયાના લોકોને ઉશ્કેરીને મુશ્કેલીમાં મૂક્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 14 (GUV)
તેથી વિશ્વાસીઓએ પાઉલને ઝડપથી સમુદ્ર કિનારે મોકલી દીધો. પરંતુ સિલાસ અને તિમોથી બરૈયામાં રહ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 15 (GUV)
વિશ્વાસીઓ જે પાઉલની સાથે ગયા, તેઓ તેમને આસ્થેન્સ શહેરમાં લઈ ગયા. આ ભાઈઓ પાઉલ પાસેથી સંદેશો લઈને સિલાસ અને તિમોથી પાસે પાછા ગયા. સંદેશામાં કહ્યું, “મારી પાસે જેટલા બની શકે તેટલા જલ્દી આવો.”
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 16 (GUV)
પાઉલ આથેન્સમાં સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. પાઉલનો આત્મા ઉકળી ઊઠ્યો કારણ કે તેણે જોયું કે શહેર મૂર્તિઓથી ભરેલું છે.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 17 (GUV)
પાઉલે સભાસ્થાનમાં જેઓ સાચા દેવની ભક્તિ કરે છે તેવા યહૂદિઓ અને ગ્રીકો સાથે વાતો કરી. પાઉલે શહેરના વેપારી વિસ્તારમાંથી પસાર થતા લોકો સાથે વાતો કરી. પાઉલે આમ રોજ કર્યુ.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 18 (GUV)
કેટલાએક એપિકૂરી તથા સ્ટોઇક (મત માનનારા) દાર્શનિકોએ તેમની સાથે દલીલો કરી.તેઓમાંના કેટલાએકે કહ્યું, “આ માણસ ખરેખર જાણતો નથી કે તે શાના વિષે કહે છે. તે શું કહેવાનો પ્રયત્ન કરે છે?” પાઉલ તેઓને ઈસુના મૃત્યુમાંથી ઊભા થવાની વાત પ્રગટ કરતો હતો. તેથી તેઓએ કહ્યું, “તે આપણને બીજા કેટલાએક દેવો વિષે કહેતો હોય એમ દેખાય છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 19 (GUV)
તેઓએ પાઉલને પકડીને અને તેને અરિયોપગસની કારોબારીની સભામાં લઈ આવ્યા. તેઓએ કહ્યું, “કૃપા કરીને તું અમને જે નવો વિચાર શીખવે છે તે સમજાવ.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 20 (GUV)
તું જે વાતો કહે છે તે અમારે માટે નવી છે. આ વાતો અમે પહેલા કદાપિ સાંભળી નથી. અમે જાણવા ઇચ્છીએ છીએ કે આ શિક્ષણનો અર્થ શો છે?”
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 21 (GUV)
(આથેન્સના બધા લોકો અને બીજા પ્રદેશોના લોકો જેઓ ત્યાં રહેતા, તેઓ તેમનો સમય બીજા કશામાં નહિ પરંતુ કંઈક નવું સાંભળવામાં અને કહેવામાં વિતાવતા.)
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 22 (GUV)
પછી પાઉલ અરિયોપગસની કારોબારી સભા સમક્ષ ઊભો રહ્યો. પાઉલે કહ્યું, Ї’આથેન્સના માણસો, હું જોઈ શકું છું કે તમે બધી વાતોમાં ઘણા ધર્મચુસ્ત છો.ІІ
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 23 (GUV)
હું તમારા શહેરમાંથી પસાર થતો હતો અને તમે જે પદાર્થોનું ભજન કરતા હતા તે જોયું. મેં એક વેદી જોઈ, જેના પર આ શબ્દો લખેલા હતા. Їએ દેવને જે અજ્ઞાત છે.ІІ તમે એક દેવને ભજો છો જેને તમે જાણતા નથી. હું તમને જેના વિષે કહું છું તે આ દેવ છે!
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 24 (GUV)
“તે એ દેવ છે જેણે આખી દુનિયા અને તેમાંની દરેક વસ્તુઓ બનાવી. તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ છે તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 25 (GUV)
આ એ દેવ છે જે જીવન, શ્વાસોચ્છવાસ છે અને લોકોને સર્વ વસ્તુઓ આપે છે. તેને લોકો પાસેથી કોઇ પણ મદદની જરુંર પડતી નથી. દેવ પાસે તેને જરુંરી બધીજ વસ્તુઓ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 26 (GUV)
દેવે એક માણસ (આદમ) બનાવીને શરુંઆત કરી. તેનાથી દેવે બધા વિવિધ લોકો બનાવ્યા. દેવે તેને વિશ્વમાં દરેક સ્થળે રહેતો કર્યો. દેવે ચોકસાઈપૂર્વક નિર્ણય કર્યો. તેઓએ ક્યાં અને ક્યારે રહેવું જોઈએ.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 27 (GUV)
“દેવ ઈચ્છે છે કે લોકો તેને શોધે, તેઓ તેને માટે ચારે બાજુ અંધારામાં ફંફોસીને તેને પામે, પરંતુ તે આપણામાંના કોઇથી વેગળો નથી:
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 28 (GUV)
“આપણે તેની સાથે રહીએ છીએ, આપણે તેની સાથે ચાલીએ છીએ, આપણે તેની સાથે છીએ.’ તમારા પોતાના કેટલાએક કવિઓએ કહ્યું છે: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 29 (GUV)
“આપણે દેવના બાળકો છીએ. તેથી તમારે એમ વિચારવું ના જોઈએ કે દેવ માણસોની કારીગરી કે કાલ્પનિક કોઇક વસ્તુ જેવા છે. તે કાંઈ સુવર્ણ, ચાંદી કે પથ્થર જેવો નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 30 (GUV)
ભૂતકાળમાં લોકો દેવને સમજતા નહોતા. પણ દેવે આ બાબતમાં અજ્ઞાનતા બતાવી હતી પણ હવે, દેવ વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિને તેનું હ્રદય અને જીવન બદલવાનું (પસ્તાવો) કહે છે.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 31 (GUV)
દેવે એક દિવસ નક્કી કર્યો છે જ્યારે તે દુનિયાના બધા જ લોકોનો ન્યાય કરશે. તે ઉદાર થશે. તે એક માણસનો આ કામ માટે ઉપયોગ કરશે. લાંબા સમય પહેલા દેવે આ માણસને પસંદ કર્યા છે. અને દેવે દરેક વ્યક્તિને આ બાબતની સાબિતી આપી છે. દેવે તે માણસને મૃત્યુમાંથી ઉઠાડી તે સાબિત કર્યુ છે!ІІ
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 32 (GUV)
જ્યારે લોકોએ ઈસુના મૃત્યુમાંથી પુનરુંત્થાન વિષે સાંભળ્યું, તેમાંના કેટલાએક હસ્યા અને બીજા કેટલાએકે કહ્યું, ‘અમે પાછળથી આ વિષે વધારે તમારી પાસેથી સાંભળીશું.І
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 33 (GUV)
પછી પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો.
પ્રેરિતોનાં ક્રત્યો 17 : 34 (GUV)
પરંતુ કેટલાક લોકોએ પાઉલમાં વિશ્વાસ મૂક્યો અને તેની સાથે જોડાયો. તે લોકોમાંનો એક વિશ્વાસી દિયોનુસ્થસ હતો. તે અરિયોપગસી કારોબારીનો સભ્ય હતો. બીજી વ્યક્તિ દામરિસ નામની સ્ત્રી વિશ્વાસ કરવા લાગી. બીજા કેટલાક લોકો પણ હતા જે વિશ્વાસ કરવા લાગ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: